ભીખમાં મળેલા એક ફાટેલા ગાદલાથી રાતોરાત બદલાઈ એક ભિખારીની કિસ્મત

38

જાણો, કેવી રીતે બદલાઈ એક ભિખારીની કિસ્મત, કેવી રીતે બની ગયો એ રોડપતિમાંથી બની ગયો લખપતિ.

તમે ગમે તેટલી મહેનત કરો પણ તમારું નસિબ તમારો સાથ ન આપતું હોય તો તમે તમારા જીવનમાં સફળ નથી થઈ શકતાં. તમારી સફળતા માટે થોડા ઘણા અંશે પણ નસિબ તમારી સાથે હોવું જરૂરી છે. અને જ્યારે નસિબ તમારી સાથે હોય ત્યારે તમે રંકમાંથી રાજા બની જાઓ છો અને જો સાથ ન આપે તો  રાજામાંથી રંક પણ બની જાઓ છો. પણ આજે આપણે વાત કરીશું રંકમાંથી રાજા બનતા એક ભીખારીની.

ઉત્તરાખંડમાં આવેલા પવિત્ર ધામ એવા હરિદ્વારના રાનીપુરનો આ કિસ્સો છે. અહીંના એક ભીખારીની કિસ્મત રાતોરાત પલટાઈ ગઈ છે. આ ભિખારી અહીંના એક મંદિર બહાર રોજ ભીખ માંગતો હતો. એક વાર તેને ભીખમાં એક ફાટેલું ગાદલું મળ્યું. ગાદલું મેળવી ભિખારી તો નીહાલ થઈ ગયો પણ ગાદલાની ભીખ આપનાર પાયમાલ થઈ ગયો. દીકરાએ પોતાના પિતાને જણાવ્યા વગર જ આ ગાદલું ભીખારીને આપી દીધું હતું. આ ભિખારી કનખલના દરિદ્ર ભંજન મંદિર બહાર બેસતો હતો અને મંદિરના નામ પ્રમાણે તેની દરિદ્રતાનું પણ ભંજન થઈ ગયું. જ્યારે પિતાએ ભીખ આપનારને ગાદલા વિષે પુછ્યું ત્યારે તેણે તેમને જણાવ્યું કે તેણે તે ગાદલુ ભીખમાં આપી દીધું છે. અને તેના પિતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. પિતાએ પોતાની બધી જ બચત તે ગાદલામાં છૂપાવી રાખી હતી. તે ગાદલામાં લગભગ 40 લાખ રૂપિયા હતા. પિતાના મોઢે રકમ સાંભળતાં જ દીકરા પર જાણે આભ ફાટી પડ્યું. તે બન્ને તરત જ મંદિરે દોડી ગયા. પણ ભિખારી ત્યાં નહોતો. અને ત્યાર પછી કેટલાયે દિવસ સુધી તે જોવા ન મળ્યો.

છેવટે ભિખારી મળી ગયો

બાપ-દિકરાએ સતત શોધખોળ કરતાં તે ભિખારી બીજા કોઈ મંદિર બહાર ભિખ માંગતો જોવા મળ્યો. પણ બીચારા તે ભિખારીને પણ તેમાં રહેલાં 40 લાખ વિષે ખબર નહોતી અને તેણે બીજા કોઈ ભિખારીને સાવ નજીવી કિંમતે તે ગાદલું વેચી દીધું.

જ્યારે આ કિસ્સા બાબતે કનખલ પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે પોલીસે જણાવ્યું કે તેમને આ બાબતે કોઈ જ ખબર નથી. કદાચ પોલિસ પાસે ફરિયાદ નોંધાવામાં નહીં આવી હોય.

પણ ભિખારીના નસિબનું તો કહેવું જ પડશે કે તે રાતોરાત લખપતિ બની ગયો. અને બીચારો ભીખ આપનાર છોકરો પાયમાલ થઈ ગયો.

લેખન સંકલન : દીપેન પટેલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment