બિહારમાં વરરાજો દારૂ પીને મંડપ પર કરી રહ્યો હતો આડા અવળી હરકતો, દુલ્હને ઉઠીને કર્યું કઈક આવું…

10

બિહારના છપરામાં કઈક એવું થયું જેને દરેક કોઈને હેરાન કરી દીધા છે. વરરાજો દારૂ પીને આવ્યો અને મંડપ પર આડા અવળી હરકતો કરવા માંડ્યો. ત્યાર બાદ દુલ્હને લગ્ન કરવાની મનાઈ કરી દીધી. રિંકી કુમારીએ પરિવારને કહ્યું કે તે લગ્ન કરવા ઈચ્છતી નથી અને વરરાજા બબલુ કુમારને વગર લગ્ન કર્યે પાછો મોકલી દીધો. જણાવી દઈએ કે, વરરાજો એટલા બધા નશામાં હતો કે તે સરખી રીતે ઉભો પણ ન થઈ શકતો હતો. ત્યાર બાદ દુલ્હને અને દુલ્હનના પરીવારે આ પગલું ઉઠાવ્યું.

એની સાથે વાત કરતા ત્રિભુવન શાહને જણાવ્યું કે વરરાજો એટલા બધા નશામાં હતો કે તેને સમજ પડી રહી ન હતી કે આસપાસ શુ ચાલી રહ્યું છે. લગ્ન માટે બનવેલા સ્ટેજ પર પણ તે આડા અવળી હરકતો કરી રહ્યો હતો. એટલા માટે મારી દીકરીએ લગ્ન કરવાની ના પડી.

જયારે છોકરીના સબંધીઓએ જણાવ્યું કે બબલુ કુમાર સરખી રીતે ઉભો પણ રહી શકતો ન હતો. લગ્નની રસ્મો પણ ન કરી શકતો હતો. લગ્ન છપરાના ડુમરીછપિયા ગામમાં હતા. વરરાજોની આવી હરકતો જોઇને દુલ્હન મંડપમાંથી ઉભી થઇ ગઈ અને રૂમમાં ચાલી ગઈ. તે બાદ બંને પરિવારોએ દુલ્હનને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તેને લગ્ન ન કરવાનો નિર્ણય લીધો હતો.

ત્યાર બાદ ગામ વાળાઓએ છોકરાવાળાઓને ત્યાં સુધી જવા ન દીધા જ્યાં સુધી તેનું દહેજ પાછુ ન આપી દીધું. દહેજ જયારે પાછુ આપવામાં આવ્યું ત્યારે જ છોકરાવાળાઓને ગામમાંથી રવાના કર્યા. જણાવી દઈએ કે બિહારમાં દારૂ બંધ છે. ત્યાર બાદ દુલ્હનને પોલીસને ફોન કરીને વરરાજોને પકડાવી દીધો હતો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment