આજે સાંજે શું કરશો? ચાલો બીટનો હલવો બનાવાનો પ્રયત્ન કરીએ

42

“બીટનો હલવો”

જે સ્ત્રીઓ આયર્ન એનિમિક હોય છે તેઓ માટે બીટ ખુબ જ લાભદાયી છે કારણકે બીટમાં ભરપુર પ્રમાણમાં આયર્ન મળી રહે છે. તેમજ બીટનું નિયમિત વપરાશ આપણા શરીરમાં લોહીની બધી ખરાબી દુર કરી શુધ્ધ લોહી વધારે છે.

સર્વ 2 જણ

સામગ્રી :

500 ગ્રામ બીટ, 50-75 ગ્રામ સાકર, 1 થી 1 1/2 કપ દુધ, 1 ટેબલસ્પુન ઘી

રીત :

બીટને ધોઈને છાલ છોલી લો.

બીટને ખમણી વડે છીણી લો.- કુકરમાં ઉંચા તાપે રાંધો. એક સીટી આવે કે ગેસ બંધ કરી 2-3 મિનિટ ઠંડુ થવા દઈ    કુકર ખોલી દો.

બીટમાં દુધ અને સાકર નાખી મધ્યમ તાપે મિક્સ કરો.

મિક્સ થાય અને સાકર ઓગળે કે વચ્ચે હલાવતા રહી છીણમાંથી પાણી ખીજવા દો.

છેલ્લે મિશ્રણ ભેગું થવાનું શરૂ થાય કે ઘી ઉમેરી દો.

મિશ્રણ હલવા જેવું કડક થવા લાગે કે ઉતારી લો.

ગરમાગરમ સર્વ કરો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment