ફ્લોપ ફિલ્મે બનાવી દીધી હતી સ્ટાર, હવે ગુરુગ્રામમાં કરે છે આ કામ

83

વર્ષ 1996ની વાત છે. એક ફિલ્મ આવી હતી ‘પાપા કહતે હૈ’. મહેશ ભટ્ટની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ ઉકાળી ન શકી. પણ ફિલ્મના એક ગીતે ત્રણ લોકોને ખુબ જ નામના અપાવી દીધી. ગાયક ઉદિત નારાયણ, એક્ટ્રેસ મયુરી કાંગો અને એક્ટર જુગલ હંસરાજ. ગીતના શબ્દો હતા – ઘર સે નિકલતે હી, કુછ દૂર ચલતે હી, રસ્તે મેં હૈ ઉસકા ઘર…

21 વર્ષ બાદ ફરી આવી મયૂરી

આ ગીતના શબ્દો વાંચતાં જ તમે તેને ચોક્કસ ગણગણવા લાગ્યા હશો. કેમ નહીં, આખરે ગીત છે જ એટલું સુંદર. સમુદ્રના કિનારે પ્રેમિકાના સ્વપ્નોમાં ખોવાલેયો પ્રેમી યાદ આવી ગયો હશે તમને. આ ગીત છે જ એટલું કર્ણપ્રિય કે 21 વર્ષ બાદ પણ તેનો સૂર તેટલો જ યુવાન છે. પણ શું તમે તે જાણો છો કે તે પ્રેમિકા હાલ ક્યાં છે, જેના પર આ ગીત લખવામાં, ગાવામાં, ફિલ્માવવામાં આવ્યું હતું. હા, આજે અમે તમને આ ફિલ્મની ક્યુટ અભિનેત્રી મયુરી કાંગો વિષે જ જણાવવા જઈ રહ્યા છીએ.

એક કંપનીની મેનેજિંગ ડાયરેક્ટર છે.

મયૂરી કાંગો લાંબા સમયથી બોલીવૂડથી ગાયબ છે. છેલ્લે 2000માં આવેલી તેલુગૂ ફિલ્મ ‘વામસી’માં તે જોવા મળી હતી.

ત્યાર બાદ તે ન તો કોઈ બોલીવૂડ પાર્ટી કે ફંક્શનમાં દેખાઈ કે ન તો કોઈ ફિલ્મી ઇવેન્ટમાં. હકીકતમાં મયૂરીએ ફિલ્મો તેમજ ફિલ્મી દુનિયાને વિદાય આપી દીધી છે. હાલ તે એક કંપનીની મેનેજિંગ ડાયરેક્ટર છે અને દિલ્લીને અડીને આવેલા ગુરુગ્રામ (ગુડગાંવ) માં નોકરી કરી રહી છે.

એક એનઆરઆઈ સાથે લગ્ન કર્યા છે

મયૂરીનો જન્મ ઓરંગાબાદમાં થયો છે. 28 ડિસેમ્બર 2003ના રોજ તેણે એક એનઆરઆઈ બિઝનેસમેન આદિત્ય ઢિલ્લોં સાથે લગ્ન કરી લીધા. ત્યાર બાદ તે પતિ સાથે ન્યૂયોર્ક જતી રહી.

હવે એક વાહલા દીકરાની માતા છે.

મયુરી અને આદિત્યની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. હૃદય મળ્યા અને પછી જોડી બની ગઈ. આ કપલે 2011માં એક સુંદર દીકરા રેયાનને જન્મ આપ્યો.

ન્યૂયોર્કમાંથી એમબીએ કર્યું

ફિલ્મોમાં કેરિયર નહીં બનતી જોઈ, મયૂરીએ સિટી યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્કથી એમબીએની ડિગ્રી મેળવી. મયૂરી હાલ ગુડગાંવમાં રહે છે. ત્યાં જ તેની ઓફિસ પણ છે.

બોર્ડ એક્ઝામ દરમિયાન ફિલ્મ સાઇન કરી

મયુરીની ફિલ્મી સફર 1995માં શરૂ થઈ. તેણી ત્યારે હાઇ સ્કૂલની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. સઇદ અખ્તર મિર્ઝાની નજર મયૂરી પર પડી. તે તે દિવસોમાં બાબરી મસ્જિદ વિધ્વંશ પર ફિલ્મ ‘નસીમ’ બનાવી રહ્યા હતા. મયૂરીને તેમાં લીડ રોલ ઓફર કરવામાં આવ્યો. મયુરીએ કેટલીએ વાર ના પાડી. પણ છેવટે તે માની ગઈ. આ ફિલ્મના ખુબ જ વખાણ થયા.

મહેશ ભટ્ટે મોટો બ્રેક આપ્યો, પણ…

મહેશ ભટ્ટે ‘નસીમ’ જોઈ. તે મયૂરીની નિર્દોષતાથી પ્રભાવિત થયા અને પોતાની ફિલ્મ ‘પાપા કહતે હૈ’માં તેણીને કાસ્ટ કરી. ત્યાર બાદ મયૂરી ‘હોગી પ્યારકી જીત’ અને ‘બાદલ’ જેવી ફિલ્મમોમાં જોવા મળી. પણ તેની એક્ટિંગ કેરિયર કંઈ ખાસ ચાલી ન શકી.

ટીવી પર પણ જાદૂ ન ચાલ્યો

ત્યાર બાદ વર્ષ 2000માં મયૂરીએ નાના પરદા પર પણ એન્ટ્રી કરી. તેણે ‘નરગિસ’ (2000), ‘થોડા ગમ થોડી ખુશી’ (2001), ‘ડૉલર બાબૂ’ (2001) અને ‘કિટ્ટી પાર્ટી’ (2002) જેવી સિરિયલ્સમાં કામ કર્યું. જો કે અહીં પણ તેણીને સફળતા ન મળી.

2013માં ભારત પરત આવી

અમેરિકા શિફ્ટ થયા બાદ અને એમબીએ કર્યા બાદ મયૂરીએ 2004થી 2012 સુધી અમેરિકામાં જ જોબ કરી. 2013માં તે ભારત પરત આવી ગઈ.

હવે આ સુંદર ગીત ફરી ગણગણો અને ખોવાઈ જાઓ તમારી મુગ્ધાવસ્થામાં.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & Jalsa Karo ne Jentilal

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email પર અથવા Whatsapp 08000057004 કરો. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment