તનુશ્રીને કાનૂની નોટીસ મોકલવાની તૈયારીમાં નાના પાટેકર, વકીલે કહ્યું “ખોટા આરોપો માટે માફી માંગો”

44

બોલીવુડ અને મરાઠીના દિગ્ગજ કલાકાર નાના પાટેકર ઉપર એકટ્રસ તનુશ્રી દતાને ૧૦વર્ષ જુના કેસમાં ખુલાસો કરતા ગેરવર્તનનો આરોપ લગાવ્યો

બોલીવુડ અને મરાઠીના દિગ્ગજ કલાકાર નાના પાટેકર ઉપર એકટ્રસ તનુશ્રી દતાને ૧૦વર્ષ જુના કેસમાં ખુલાસો કરતા ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે. આ આરોપને લઈને જ્યાં તનુશ્રી દતાની સાથે ઘણા સેલીબ્રીટી સમર્થનમાં ઉભા થઈ રહ્યા છે તો જ્યાં નાના પાટેકર એમના વિરુધ કાનૂની કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. નાના પાટેકરના વકીલ રાજેન્દ્ર શિરોડકરએ મીડિયા સાથે વાતચીત કરતા સમયે કહ્યું, ‘તનુશ્રી દતા દ્રારા લગાવેલા આરોપો એ ખોટા આરોપો છે, જેના માટે અમે તેમને કાનૂની નોટીસ મોકલવાના છીએ. આજે અમે નોટીસ મોકલીશું. આ નોટીસ ખોટા આરોપો લાગવાના માફી માગવા માટેની હશે.’

તનુશ્રીનું માનીએ તો ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ’ ના સેટ પર એ સોલો આઇટમ નંબરનું શુટિંગ કરવા આવી હતી. તનુશ્રીનો આરોપ છે કે નાના પાટેકર સેટ ઉપર તેમની સાથે ખુબ જ ગેરસલુકી કરતા હતા. એમને પ્રોડ્યુસર્સને ફરિયાદ પણ કરી, પરંતુ કોઈએ પણ તનુશ્રીની વાત પર વિશ્વાસ કર્યો નહિ. આટલું જ નહિ પરંતુ શુટિંગમાંથી બહાર આવતી વખતે તેમના પર હુમલો પણ થયો હતો. પછી પોલીસે આવીને તનુશ્રી અને તેમના પરિવારને બચાવ્યા હતા.

તનુશ્રીનો દાવો છે કે એમની સાથે ગેર્સલુકી વિષે બધા જાણતા હતા, પરંતુ કોઈએ કહ્યું નહિ. તનુશ્રી કહે છે કે, “દરેકે આ વિષે ચર્ચા કરી, પરંતુ કોઈએ ખુલીને વાત ન કરી.” ઇન્ડસ્ટ્રીમાં રહીને આપ આવી ઘણી કહાનીઓ સાંભળતા હશો. પરંતુ આવી ચીઝો કયારેય બહાર નથી આવતી, કારણ કે પીઆર કંપની આને વ્યવસ્થિત દબાવી દે છે. આ લોકો ગરીબોમાં અનાજ દાન કરવાનો દાવો કરે છે. પરંતુ આ લોકો ગરીબો માટે કેટલું કરે છે અને કેટલું નહિ, એ કોઈ નથી જાણતું. બધું ખાલી દેખાવ માટે જ છે.”

જેનિસ સિક્વેરાએ તનુશ્રી દતા અને નાના પાટેકરના આ આખા બાબતને લઈને ઘણી ટવીટ કરી છે, એમની વાતોને સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને ટ્વીક્લ ખન્નાનો પણ સાથ મળ્યો છે. જેનિસ સિક્વેરાએ લખ્યું છે: “આ ઘટના દશક પહેલાની છે. તનુશ્રી દતા આજે જે કહી રહી છે, આ વાતો એમણે મને ઘટના ઘટ્યા બાદ તરત જ કહી હતી. જો આમાં કાઈ જ સાચું નથી તો કેવીરીતે એક વ્યક્તિનું બયાન દસક પછી પણ એક જેવું જ રહી શકે છે? તનુશ્રીએ પછી કહ્યું કે નાના પાટેકર એમણે અડી શકે તે માટે ડાન્સમાં અશ્લીલ સ્ટેપ નખાયા હતા. એજ સમયે એમણે શંકા થઇ અને તનુશ્રીએ સેટ પરથી જવાનો નિર્ણય લીધો. એમણે પ્રોડ્યુસરના આક્રમક વ્યવહારની જરા પણ ઉમ્મીદ ન હતી. ત્યારે જ તનુશ્રીના માતા-પિતા સેટ ઉપર આવી ગયા. એમની કાર પર હુમલો થયો, વિન્ડશિલ્ડ તૂટી ગઈ. હું એમનું વર્જન લેવા માટે એમની સાથે વાત કરવાની કોશિશ કરી રહી હતી. એમણે મને ઘરે બોલાવી. એમણે રોતા રોતા આખું પ્રકરણ કહ્યું. ખબર નહિ ક્યાંથી ગુંડા આવી ગયા અને વેનીટીવેનનો દરવાજો ખખડાવવા લાગ્યા. પોલીસ સેટ ઉપર આવી ગઈ. આ બધાની વચ્ચે નાના પાટેકર એમજ કહી રહ્યા હતા કે મારી દીકરીની જેમ છે.

એ સમયે આ વાતનું કોઈજ મહત્વ ન રહ્યું હતું. થોડા સમય પછી ફરી શુટિંગ ચાલુ થઇ ગયું. તનુશ્રીએ કામ ચાલુ કરી દીધું, થોડા શોર્ટ પછી નાના પાટેકર એમની સાથે આવી ગયા. તનુશ્રી પછી ચાલી ગઈ આને શુટિંગ ફરી ઉભું રહી ગયું. એમણે ખુદને જ વેનિટીવેનમાં બંધ કરી લીધા અને બહાર આવવાની ના પાડી દીધી. મેં તનુશ્રીને સેટ ઉપર ઉદાસ જોઈ. કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય, નાના પાટેકર અને એક માણસ (જેના વિશે પછી ખબર પડી કે એ પ્રોડ્યુસર છે) વાતચીત કરી રહ્યા હતા. ૫૦ ડાન્સર રાહ જોઈ રહ્યા હતા. ઓફીશીયલ વર્જન એ હતું કે હિરોઈન કો-ઓપોરેટ નથી કરી રહી. હું એ સમયે એક પ્રાઇવેટ ચેનલમાં રિપોર્ટર હતી. આના માટે બીટીએસ સુટ કરવાનો હતો. પરંતુ જયારે હું પહોચી ત્યારે મને કહેવામાં આવ્યું કે એકટ્રેસના કારણે શુટિંગ રોકી દેવામાં આવ્યુ છે.”

તનુશ્રી દતા ‘હોર્ન ઓકે પ્લીઝ’ ના સ્પેશ્યલ નંબરમાં નજર આવવાની હતી. કહેવા અનુસાર પાટેકર દ્રારા કથિત પ્રમાણે દુરવ્યવહાર કારણે એમણે આ ફિલ્મ છોડી દીધી હતી. કહી દઈએ કે, ૨૦૦૪માં ‘મિસ ઇન્ડિયા’નો ખિતાબ જીતવાવાળી તનુશ્રીએ ૨૦૦૫ માં ફિલ્મ ‘આશિક બનાયા આપને’ થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. એમણે ‘ઢોલ’, ‘ગુડ બોય બેડ બોય’, ‘સ્પીડ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. છેલ્લી વખત એક્ટર્સ વર્ષ ૨૦૧૦માં ફિલ્મ ‘અપાર્ટમેંટ’માં દેખાઈ હતી.

લેખન અને સંકલન : નયન પ્રજાપતિ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment