બોલીવુડના કલાકારોનો પ્રેમ જુઓ તેમના પાલતું પ્રાણી સાથેના ફોટોમાં, વિરાટ અને અનુષ્કા પણ છે લીસ્ટમાં…

24

જનાવર એ સદીઓ થી માણસ જાત ના મિત્ર રહેલ છે. લોકો ને જુદા જુદા પાલતું જાનવર રાખવા નો શોખ હોઈ છે. ઘણા લોકો એનિમલ લાવાર હોઈ છે એટલે તે પ્રાણી ને પાળે છે તો કેટલાક પોતાના સ્ટેટ્સ માટે પાળતા હોઈ છે, અને આ અનોખા શોખ માં સેલેબ્રીટીસ પણ પાછા નથી પડતા. અને નવી ની વાત તો એ છે ક સેલેબ્રીટી ની જેમ જ તેમના pets પણ એક ફેમસ સેલેબ્રીટી થી કામ નથી. તો ચાલો આજે તમને મદવીયે તમારા ફેવરીટ સેલેબ્રીટી ના પેટ્સ થી.

૧) પ્રિયંકા ચોપરા :હાલ પ્રિયંકા નીક જોનસ સાથે પોતાના લવ અફેર્સ ના કારણે તો ચર્ચા માં છે જ તદ્દઉપરાંત તે પોતાના ડોગ પેટ ડાયેના ના કરને પણ ફેમસ થઇ હતી. ન્યુયોર્ક માં પ્રિયંકા એ ચુવાવા ડોગ ને અડોપ્ત કર્યું છે. અને તેનું નામ તેને લંડન ની પ્રિન્સેસ ડાયેના ના નામ થી પ્રેરિત થઇ ને “ડાયેના” જ રાખ્યું છે. તમને જાની ને નવી લાગશે કે આ ડોગ નું પ્રિયંકા એ ઇન્તાગ્રામ પર diaries of diana ના નામે અકાઉન્ટ પણ ખોલ્યું છે જેના હાલ માં ૭૦૦૦૦ થી વધુ ફોલોઅર્સ છે. અને તે એકદમ સસ્ટાઈલ થી પ્રિયંકા સાથે ક્યારેક સેટ પર પણ જાય છે.

આ તો વાત થઇ પ્રિયંકા ના ન્યુયોર્ક ના ડોગ ની પણ તમને જાણી ને નવી લાગશે કે પ્રિયંકા પાસે ડાયેના પેહલા એક ડોગ છે જે મુંબઈ માં છે. આ ડોગ નું નામ “બ્રાંડો” છે. અને નવી ની વાત એ છે કે પ્રિયંકા ને બિલાડીઓ થી દર લાગે છે, અને તેટલા માટે તે ડોગ પાળે છે. બ્રાન્ડો એ હાલ પ્રિયંકા ની માતા સાથે મુંબઈ ના ઘરે રહે છે.

૨) આલિયા ભટ્ટ :એક તરફ પ્રિયંકા બિલાડીઓ થી ડરે છે તો આલિયા ભટ્ટ એ કેટ પર્સન એટલે કે કેટ લવર છે. આલિયા ભટ્ટ પાસે “તાબી” નામ ની ઓરેંગ કેટ છે તદઉપરાંત તેને તેના ગયા બર્થ ડે માં સફેદ કલર નો ફરી બિલાડો તેની બહેને ગીફ્ટ કર્યો જેનું નામ “એડવર્ડ” પડ્યું છે અને તે તેને પ્રેમ થી “એડી” અથવા “એડું” કહે છે. તેના instagram માં પણ તેને અઢળક ફોટાઓ મુકેલા છે.

૩) જેકલીન ફર્નાન્ડીસ :આલિયા ની જેમ જેકલીન પે પણ બિલાડીઓ નો ઘણો જ શોખ છે. તેની પાસે પર્સિયન કેટ છે જેનું નામ તેને “મ્યુ મ્યુ” રાખેલ છે. અને તે મ્યુ મ્યુ ને ક્યારેક ફિલ્મ ના શુટિંગ માં સાથે લઇ જતી હોઈ છે. તમને કેહવા માં કઈ વધારા નું નથી ઉમેરતા પણ શ્રીલંકા માં જેકલીન ના ઘરે ૭ કુતરા ૨ બિલાડી અને ૫ માછલી પાળેલી છે.

૪)મલાઈકા અરોરા ખાન :સલમાન ખાન ની ભાભી એટલે કે મલાઈકા પણ ડોગ લવર છે. તેને પોમેરિયન ડોગ પાળેલો છે જેનું નામ “કેસ્પર” રાખેલ છે. અને મલાઈકા તેના ઇન્તાગ્રામ ની સ્ટોરી માં ઘણી વખત કેસ્પર ના ફોટા શેર કરતી હોઈ છે.

૫) અનુષ્કા શર્મા :અનુષ્કા શર્મા ના ડોગ નું નામ “dude” છે. તે પણ dude સાથે ઘણી વખત ફોટા મુક્તી હોઈ છે. લગ્ન બાદ પણ તે પોતાના ડોગ ને સાસરે પોતાની સાથે લઇ ગયી છે.

૬) વિરાટ કોહલી :પોતાની પત્ની અનુષ્કા ની જેમ વિરાટ પણ ડોગ લવર છે. અને તેની પાસે ડોગ્સ તેના બાળપણ થી જ છે. તેના સૌ પ્રથમ પેટ ડોગ વ્હાઈટ પોમેરિયન હતું. ત્યાર બાદ તેની પાસે ગોલ્ડન લેબરાડોર હતું જેનું નામ “રિકો” હતું. હાલ માં વિરાટ પાસે બેગલ ડોગ છે જેનું નામ “બ્રુનો” છે. બ્રુનો અને ડ્યુડ હવે ખાસ મિત્રો બની ગયા છે.

૭) ઋત્વિક રોશન :ઋત્વિક રોશન પણ પોતાના ડોગ લાવ ના કરને ખુબ જ ફેમસ છે. તેની પાસે પગ ડોગ હતું જે ૩ વર્ષ પેહલા મૃત્યુ પામ્યું છે. આ પગ નું નામ તેને “પગી” પાડ્યું હતું. અને આજે પણ તે પગી ને ખુબ જ મિસ કરે છે.

૮) સલમાન ખાન :બોલીવુડ ના ભાઈ એટલે કે સલમાન ખાન તેના બે ડોગ ના કરને ખુબ જ ચર્ચા માં રહેલ છે. તેના મોટા એવા ફ્રેંચ મેસ્તીફ ડોગ કે જેમના નામ “માયસન” અને “ટાયસન” છે. લગભગ ૬ ફૂટ લાંબા એવા સલમાન ના ડોગ્સ સલમાન ના જેટલા જ ફેમસ છે. સાથે સાથે “મોગલી” નામ નું જર્મન રીત્રાઈવર પણ છે. સલમાન ના ફરમ હાઉસ પર પણ બે ડોગ છે. અને આ બંદે ડોગ ના નામ “વીર” અને “માયલવ” છે. ગત વર્ષે “સેઇન્ટ” નામ ના સલમાન ના એક ડોગ નું મૃત્યુ થયેલ છે.

૯) અમિતાભ બચ્ચન :બોલીવુડ ના સહેન્શાહ એટલે કે આપડા સૌ ના લાડકા એવા બચ્ચન સાહેબ પણ આ જનાવર ના પ્રેમ થી દુર નથી રહી શક્યા. તેમની પાસે પીરાન્હેન ડેન ની જતી નો ડોગ છે જેનું નામ “શોઉંનોક” છે. તેમનો આ ડોગ એટલો ક્યુટ છે કે આરાધ્ય ના જન્મ બાદ જ્યારે બચ્ચન સાહેબ તેમની પૌત્રી ને વધુ ધ્યાન આપવા લાગ્યા તો તે જેલસ થઇ ને તેમની એટેન્શન માટે નવા નવા નખરા કરતો થઇ ગયો.

૧૦) અજય દેવઘન :અજય દેવઘન પાસે બે જર્મન શેફર્ડ છે. જેઓ ના નામ “કોકો” અને “કોકી” છે. અજય ના ડોગ્સ સવાર માં જ્યારે અજય ગાર્ડન ના છાપુ વાંચે ત્યારે તેની આજુ બાજુ માં બોડી ગાર્ડ ની જેમ ગોઠવાઈ જાય છે. અને નવાઈ ની વાત તો એ છે કે સવાર ના આ ટાઇમ માં જો કાજોલ અજય ની નજીક જાય તો બંને તેને ત્યાં થી ભગાડી ડે છે, તેટલા તે અજય માટે પઝેસીવ છે.

૧૧) સોનાક્ષી સિંહા :સોનાક્ષી સિંહ પાસે બ્લેક પગ છે જેનું નામ તેણી એ “કુરો” પાડેલ છે. સોનાક્ષી પોતાના ડોગ સાથે અવાર નવાર સોસીયલ મીડિયા પર પીક્સ મુક્તિ રેહતી હોઈ છે તદુપરાંત તે મજાક વાળી લિનસ પણ લખતી હોઈ છે. તાજેતર માં જ તેલે કુરો નો ફોટો twitter પર મૂકી નીચે લખ્યું હતું “કાલા હે પર દિલ વાલા હે ”

૧૨) સુરજ પંચોલી :સુરજ પંચોલી પાસે હસ્કી ડોગ છે. અને તેને તેનું નામ “ફાઉસ્તો” રાખેલ છે. ફૌસ્તો એ સુરજ ને પોતાની જન થી પણ વધુ વાહલો છે.

૧૩) શ્રદ્ધા કપૂર :શ્રદ્ધા કપૂર પાસે પણ ક્યુટ એવો બ્લેક કલર નો લ્હાસા અપ્સો નામનો ડોગ છે. અને તે શ્રદ્ધા કપૂર ની સાથે સાથે પપ્પા શક્તિ કપૂર નો પણ લાડકો છે.

૧૪) વરુણ ધવન :

આપડા આ હમ્પટી શર્મા એટલે કે વરુણ ધવન પાસે નાનો બેગલ ડોગ છે. જેનું મન તેને “એન્જલ” પાડેલ છે. એન્જલ ને ઘણી વખત વરુણ ફિલ્મ ના શૂટ પર પણ સાથે લઇ જતો હોઈ છે.

૧૫) સોનમ કપૂર :સોનમ પાસે ઢગલાંબંધ ડોગ્સ છે. અને તે બધા જ સોનલ ના ખુબ જ લાડકા ડોગ્સ છે. સોનમ પાસે ખાસ પોમેરિયન ડોગ્સ વધારે છે. લગ્ન બાદ પણ સોનમ પોતાના ડોગ્સ સાથે જ રેશે એવી સરત તેને પતિ આનંદ સાથે કરેલી હતી. અને આનંદ એ સોનમ ની આ માંગ ને હસતા મો એ સ્વીકારી લીધી હતી.

૧૬) સની લીયોની:સની લીયોની પાસે પણ બે દત્તક લીધેલા સ્ટ્રીટ ડોગ્સ છે.અને તે સની અને તેના પતિ ના ખુબ જ લાડકા છે.

આમ સેલેબ્રિટીસ ની માફક તેમના પેટ્સ પણ સેલેબ્રીટી જ છે. રોજીંદા જીવન માં પણ આમ જનતા એ જનાવર પ્રત્યે પ્રેમ બતાવવો જોઈએ. અને ડોગ ને ખરીદવા કરતા શેરી કે ગલી ના કોઈ એક ડોગ ને અડોપ્ત કરો અથવા તેને કટકો રોટલી આપી ને જુઓ આ મૂંગું જનાવર એ રોટલી નું ઋણ તેની જિંદગી ભર અદા કરશે. ઘણી વખત સોસીયલ મીડિયા ઉપર કુતરાઓ ને મારતા વિડીયો વાઈરલ થાઇ છે ત્યારે ચોક્કસ આંખ માં આંસુ આવી જાય છે અને ઉપર વાળા ને સવાલ ચોક્કસ થી પુછાઈ જાય છે કે દુનિયા ના સૌથી વફાદાર જાનવર ને પણ લોકો નથી છોડતા તો આવા માનવીઓ ની રચના તું કેમ કરે છે?? અને સાથે સાથે પ્રાર્થના માટે હાથ જોડાઈ જ જાય છે કે હે પ્રભુ આવા કુવૃત્તી કરવા વાળાઓ ને તું સદબુદ્ધિ જરૂર આપજે જેથી ભવિષ્ય માં આવા કુકર્મો કરે નહિ.

લેખન સંકલન : દર્શિતા પટેલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment