બોસ થી પરેશાન થઈને માંગી લીધી બે વર્ષની રજા, ચિઠ્ઠીમાં લખી એવી વાત કે થઇ ગઈ વાયરલ…

8

પાછલા દિવસે એક લીવ એપ્લીકેશન વાયરલ થઇ હતી જેમાં એક કોન્સ્ટેબલે એક અઠવાડિયાની રજા માંગી લીધી કારણ કે તેના સપનામાં શિવજી આવે છે. પાછલા વર્ષે છતીસગઢના રેલ્વે કર્મીનો લીવ એપ્લીકેશન સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી છે કારણ કે તેને ચીકન ખાવા માટે એક અઠવાડિયાની રજા માંગી હતી. હવે એક વધુ વ્યક્તિ પોતાની અરજીના કારણે ચર્ચામાં છે.

પાકિસ્તાનમાં એક રેલ્વે અધિકારીએ બે વર્ષની રજા માંગી છે. તેના માટે તેને જે કારણ જણાવ્યું અને જે શર્ત રાખી, તે હેરાન કરી દે તેવી છે. અધિકારીનું જણાવવાનું કે તે પોતાના ‘નાવા બોસ’ ના ગેર વર્તન અને ખરાબ વ્યવહારથી હેરાન થઈને રજા પર જવા ઈચ્છે છે.

પાકિસ્તાન રેલ્વેમાં રહેલા ચીફ કોમર્શીયલ મૈનેજર કાર્યરત મોહમ્મદ હનીફ ગુલે આ માંગ કરી છે કે 730 દિવસની રજા ઉપરાંત તેને પગાર મળતો રહ્યો. હનીફ ગુલે જે નવા બોસનો ઉલ્લેખ પોતાના લીવ એપ્લીકેશનમાં કર્યો છે તે કોઈ બીજા નહિ પણ પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રશીદ છે.

રેલવે ચેયરમેનને લખેલી ચિઠ્ઠીમાં હનીફ ગુલે લખ્યું કે, ‘નવા મંત્રીની રીત ગેર ફાયદાકારક છે અને તેમાં સમજણ પણ નથી. પાકિસ્તાન સિવિલ સર્વીઝેઝનો સમ્માનિક સદસ્ય હોવાના કારણે મારું તેની પાસે કામ કરવું શક્ય નથી. મંત્રીની પાસે એ લોકોને કામ કરવાનો અધિકાર છે જેની રીત તેની સાથે મેળ ખાય છે.’

જણાવી દઈએ કે પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકાર બન્યા બાદ શેખ રશીદે 20 ઓગસ્ટે રેલમંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. વાંચો, તે ચિઠ્ઠી જે ઘણી વાયરલ થઇ રહી છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment