જાણીને તમને લાગશે ઝાટકો, પણ આ રાજવી પરિવારના લગ્નમાં મહેમાનો ઘરેથી ખાવાનું લઈને આવ્યા હતા …

99
bring-food-from-home

રાજવી પરિવારના લગ્નમાં આપણા ત્યાં જ્યારે લગ્ન સમારોહમાં બોલાવામાં આવે છે ત્યારે લોકો આખો દિવસ નથી ખાતા. સામાન્ય રીતે લોકો એવું વિચારતા હોય છે કે, ખાવાનું તો લગ્નમાં ખઈશું. દબાઈને ભોજન કરીશું. જ્યારે જાન છોકરીના ઘરે પહોંચે છે તો તેમની આગતા-સ્વાગતા બહુ શાનદાર રીતે કરવામાં આવે છે. સારી રીતે ખાતિરદારી પણ થાય છે.

પરંતુ એક રાજવી પરિવારમાં લગ્ન છે અને એવું સાંભળવા મળી રહ્યું છે કે જે પણ મહેમાન આવશે તો પોતાના ઘરેથી ખાવાનું લાવશે. આ વાત સાંભળીને તમને ઝાટકો લાગ્યોને. એક ગરીબ માણસ પણ જાનૈયાઓની ઈજ્જત કરે છે. તેવામાં રાજવી પરિવારમાં લગ્ન હોય અને મહેમાનોને ખાવાનું ઘરેથી લાવવાનું કેવું અજીબ લાગે.

જાણો કોણ છે આ રાજા-

આ કોઈ બીજાની નહીં પણ બ્રિટની કહાની છે-

બ્રિટનના રાજવી પરિવારમાં લગ્ન થવાના છે. બ્રિટનના પ્રિન્સ હૈરી હોલિવૂડ એક્ટ્રેસ મેઘન મર્કેલ સાથે 19 મે લગ્ન કરવા જઈ રહ્યા છે. પ્રિંસ હેનરી અને મેઘન મર્કલના લગ્ન પહેલાથી ચર્ચામાં છે. હવે તેમના લગ્નને લઈને એક ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રિંસ હેરી આ લગ્નમાં મહેમાનો જાતે ખાવાનું લાવશે. રોયલ પરિવાર તરફથી લગભગ 1,200 લોકોને એક પત્ર મોકલીને આ વાત વિશે જણાવામાં આવ્યું છે.

હવે આ પણ કેવી નવાઈની વાત છે-


આ લગ્નને સૌથી શાનદાર હશે તેવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આ કોઈ રીત છે કે મહેમાનો સાથે આવો વ્યવહાર કરવાનો. લગ્નમાં લગભગ 2640 મહેમાન સામેલ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 12,00 લોકો આ લગ્નમાં એવી રીતે સામેલ થવાના છે જેમને સમુદાય અને સમાજ માટે પ્રેરણાદાયક કામ કર્યુ હોય, આ 12,00 લોકો સમાજના દરેક ક્ષેત્રમાંથી હશે. આ બધાની પસંદગી ક્વીન એલિઝાબેથના પ્રતિનિધિ લોર્ડ લેફ્ટિેંટએ કરી છે.

પસંદ કરવામાં આવેલા 1, 200 મહેમાન વિંડ્સર કૈસલના હેઠળ ઉપસ્થિત રહેશે પરંતુ ચૈપલની અંદર આવાની પરવાનગી આપવામાં નહીં આવે. શાહી પરિવાર તરફથી આ બધા 1,200 લોકોને પત્ર મોકલવામાં આવ્યો છે. પત્રના અનુસાર, લગ્નમાં સામેલ થઈ રહેલા મહેમાનો ઘરેથી ખાવાનું લઈને આવશે કેમ કે, ડ્રિંક અને ખાવાની કોઈ સુવિધા કરવામાં નથી આવી. તેમજ સૂત્રોના જણાવ્યા મુજબ, આ તમામ 1,200 મહેમાનો નારાજ થઈ ગયા છે.

હકીકતમાં નારાજ થવાની વાત તો છે. દીકરાના લગ્નમાં આમંત્રણ આપ્યું છે અને ખાવાનું ઘરેથી લઈને આવવાનું. તેથી આ લોકો નારાજગી વ્યક્ત કરી છે. આ લગ્નમાં હાજરી આપતા એક વ્યક્તિએ કહ્યું કે, આટલા બધા પૈસા હોવા છતાં તેમને મહેમાનોને ઘરેથી ખાવાનું લાવવાનું કહ્યું તે બહુ ખોટું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, પ્રિસં હેરી અને મેઘન માર્કલ પોતાના લગ્નને ખાનગી રાખવા માંગે છે.

આ કારણે આ લગ્નમાં કોઈ મોટી રાજનીતિક હસ્તીને આમંત્રણ આપવામાં નથી આવ્યું પછી તે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ હોય કે રોયલ પરિવારના નજીકના બરાક ઓબામા. ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ લગ્નમાં હાજરી આપશે. હકીકતમાં મેઘન માર્કેલ અને પ્રિયંકા સારા મિત્રો છે. તેથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ક્યાંક પ્રિયંકાને તો ખાવા માટે નથી કહેવામાં આવ્યુંને. કારણ જે પણ હોય, પરંતુ રાજવી પરિવારમાં લગ્નમાં આ રીતે મહેમાનનો અનાદાર કરવામાં આવે તે તેમને શોભા નથી આપતું. એક રાજવી પરિવારે આવું ક્યારે પણ ન કરવું જોઈએ.

લેખન.સંકલન : પ્રિયંકા પંચાલ 

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment