કાર એક્સીડેન્ટમાં મારી ગઈ બંને એકટ્રેસની થઇ પહેચાન, બન્નેના કેરિયર શરૂ થતા પહેલા જ થઇ જિંદગી ખત્મ…

23

હાલમાં સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીમાંથી એક ખુબજ બુરી ખબર આવી છે. એક ભયાનક સડક દુર્ઘટનામાં બે ફેમસ એકટ્રેસના મૃત્યુ થયા. આ બંને એકટ્રેસના નામ ભાર્ગવી અને અનુષા રેડ્ડી છે. ભાર્ગવીની ઉમર 20 વર્ષ અને અનુષાની ઉમર 21 વર્ષની હતી.

આ બંને અભિનેત્રીઓ શુટિંગ પૂરું કરીને પાછી ફરી રહી હતી. આ ઘટના એટલે કે દુર્ઘટના મંગળવારની રાત્રે વિકારાબાદથી હૈદરાબાદ જતી વખતે થઇ હતી. આ બંને અભિનેત્રીઓની કારના ડ્રાઈવરે અચાનક સામેથી આવતા ટ્રકને જોઈ પોતાની કારને સાઈડમાં લેવાની કોશિશ કરી.

ગભરાટમાં કારના ડ્રાઈવરે કાર પરનો કંટ્રોલ ગુમાવી દીધો. જેથી કાર સીધી ઝાડ સાથે ટકરાઈ ગઈ. આ દુઘટના સમયે ભાર્ગવીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

જ્યારે અનુષા ગંભીર રીતે ઘાયલ થયેલ હોવાથી તેને તાત્કાલિક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી. પણ તેની સારવાર કારગત નીવડે તે પહેલા તેનું પણ મૃત્યુ થયું. ભાર્ગવી અને અનુષા રેડ્ડી સાથે એકટર વિનયકુમાર પણ સાથે હતા. એકટર વિનયકુમાર અને કારના ડ્રાઈવર ચકરીને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભાર્ગવી અને અનુષા રેડ્ડી ટીવીની દુનિયામાં કામ કરીને આગળ વધીને તામિલ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં જવાના સપના જોઈ રહી હતી. પણ ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે (અહિયાં રાત્રે) શું થવાનું છે.

ભાર્ગવી ટીવી શો મુત્યાલા મુગ્ગુમાં નેગેટીવ રોલ કરી રહી હતી. જ્યારે અનુષા પણ ટીવીના કેટલાક પ્રોજેક્ટ્સમાં કામ કરી ચુકી હતી. અનુષા રેડ્ડી તેલંગણાના જયશંકર ભુપાલાપલ્લીની રહેવાસી હતી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment