‘સર્વાઈકલ કેન્સર’ – રોગ અને ઉપચાર પર હેલ્થ ટોક

113

આપણા શરીરની રચના કુદરત દ્વારા આપવામાં આવેલી અનમોલ ભેટ છે. વ્યક્તિને આ આનંદિત જીવન ની ભેટ મળી છે ત્યારે તે પોતાને સૌભાગ્યશાળી માને છે. પરંતું એ આનંદિત જીવનને યથાવત રાખવા માટે ઘણી નાની-નાની બાબતો પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. રોજ-બરોજની કામગીરીમાં આપણે જાણતા-અજાણતા અનેક કારણોથી આપણાં શરીરને નુક્શાન પહોંચાડીએ છીએ. દૂષિત વાતાવરણ, અનિયમિત લાઈફ સ્ટાઈલ, તનાવ, આનંદનો અભાવ જેવા અનેક કારણોથી માનવજાતિ શરીરના શત્રુઓને આવકારી રહી છે. રોગોના અનેક પ્રકારોમાંથી કૅન્સર નામના રોગને પણ ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે. વિશ્વસ્તરે જે પ્રકારે કેન્સરરોગ કારણે મૃત્યુદર વધી રહ્યો છે તે મુજબ કેન્સર એ આજે વિશ્વનો બીજા ક્રમાંકનો જીવલેણ રોગ બની રહ્યો છે. આ પરિસ્થિતિ ને જોતા, જો કોઇપણ વ્યકિતને કેન્સરનું નિદાન થાય તો, સમય અને સંજોગો પ્રમાણે કયા પ્રકારની સારવાર આપી શકાય તે ખૂબ જ મહત્વનું બની રહે છે. તો ચાલો મિત્રો, સર્વાઈકલ કેન્સરની જાણી-અજાણી બાબતો, જીવનમાં ખૂબ ઉપયોગી અને મહત્વપૂર્ણ બની રહે તે બાબતે આપણે ચર્ચા કરીશુ.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) અનુસાર ભારતમાં સર્વાઈકલ કેન્સર સ્ત્રીઓમાં થતું કેન્સર છે. જે ખાસ કરીને ૧૫ થી ૪૪ વર્ષની ઉંમરમાં થતું જોવા મળે છે. આ કેન્સરને ગર્ભાશયના કેન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. જાન્યુઆરી મહિનાને ‘સર્વાઈકલ કેન્સર અવેરનેસ મન્થ’ તરીકે સ્ત્રીઓ તેની વિશેષ જાગરુકતા ફેલાવવાના હેતુથી મનાવવામાં આવે છે.

સર્વાઈકલ કેન્સર હ્યુમન પૈપીલોમા વાયરસ(એચ.પી.વી.) ના કારણે થાય છે. જે એક તારણ મુજબ ૧૫-૪૦ વર્ષની ઉંમરની મહિલાઓને અસર કરે છે અને આ વાયરસના ઇન્જેક્શન સિવાય સર્વાઈકલ કેન્સરના કેટલાક કારણ છે જેમ કે, એચ.પી.વી. ઇન્જેક્શન, સ્મોકિંગ, વારંવાર થતી પ્રેગ્નન્સી, એકથી વધુ સાથે જાતીય સંબંધ અને પરીવારમાં કોઈને સર્વાઈકલ કેન્સરની હિસ્ટ્રી.

સફાઈનું ધ્યાન રાખો, નિયમિત તપાસ, તાજા ફળ-શાકભાજી ખાવા અને સમય સમય પર ડોક્ટરની સલાહ લેવી આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો સર્વાઈકલ કેન્સરની ખબર પડી જાય તો આસાનીથી સારવાર કરી શકાય. નિયમિતરુપે તપાસ કરાય તો આ કેન્સરને રોકી શકાય છે. આ સિવાય સર્વાઈકલ કેન્સરનો ઈલાજ રોગના તબક્કા પર નિર્ભર થાય છે અને શરૂઆતના તબક્કામાં સર્જરી પણ તેનો એક વિકલ્પ છે. સર્જરી દરમિયાન ગર્ભાશયને કાઢી લેવામાં આવે છે. કેન્સરની શરૂઆતની અવસ્થામાંથી આગળ વધી ગયું હોય ત્યારે કિમોથેરપી અને રેડિએશનથેરપી પણ કરવામાં આવે છે.

સર્વાઈકલ કેન્સર વિશે જનસામાન્ય સુધી સાચી માહિતી સચોટ રીતે પહોંચે તે માટે સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલ, અમદાવાદના વિષય નિષ્ણાત ડૉ. ભાવના પારેખ દ્વારા ફેસબુક લાઈવ ટોક શો તા. ૨૦.૦૧.૨૦૧૮ આયોજિત કરવામાં આવ્યો છે. સર્વાઈકલ કેન્સર વિશે સમાજમાં લોકજાગૃતિ ફેલાય અને દર્દીને ગુણવત્તાપૂર્ણ જીવન આપી શકાય તે માટે સ્ટર્લિંગ કેન્સર હૉસ્પિટલના આ પ્રયાસમાં આપ સૌ પણ સહભાગી બનો…

લાઈવ સેશનમાં જોડવા માટે આ લિંક https://www.facebook.com/sterlingcancerhospitals/ પર જોડવા વિનંતી.

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ  fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા પુસ્તકોમાંથી કોઈપણ પુસ્તક ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર Whatsapp કરો અને સાથે તમારું પૂરું નામ, સરનામું લેન્ડમાર્ક અને પીનકોડ સાથે મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેસ અમને મોકલો. અમે તે પુસ્તક / પુસ્તકો આપને COD (Cash On Delivery) થી મોકલી આપીશું તમારી પાસે. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા Whatsapp કરો 08000057004  પર અમારા કસ્ટમર કેરમાં. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક પુસ્તક પર 15% DISCOUNT થી 25% DISCOUNT.

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા ઈમેલ blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર…

ગુજરાતી પુસ્તકો પર 15% ડિસ્કાઉન્ટ થી 35% ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આ લિંક પર ક્લિક કરી. http://www.dealdil.com/

Leave a comment