ચાલુ રેસ દરમ્યાન કાર ઉડી હવામાં અંદર બેઠેલી છોકરી સાથે થયું કઈક એવું કે તમે વિચારી પણ ન શકો

37

Macau grand prix માં એવી દુર્ઘટના ઘટી કે જેના કારણે બધા જ સ્તબ્ધ થઇ ગયા. ફોર્મ્યુલા ૩ મકાવ ગ્રા પ્રીમાં એક કાર દુર્ઘટના ઘટી. જેમાં ૧૭ વર્ષની રેસર સોફિયા ફ્લોરસની કરોડરજ્જુના હાડકા ફેક્ષર થઇ ગયા. સોસિયલ મીડિયા પર આ એકસીડન્ટનો વિડીયો બહુજ વાયરલ થયો હતો. રેસ ચાલુ હતી ત્યારે સોફિયાએ વણાંક લેતા સમયે તેની કાર હવામાં ઉડી અને એજ સમયે સામે ટકરાઈ ગઈ અને નીચે પડી. એ સમયે ત્યાં ઘણા લોકો હાજર હતા અને તે લોકોને પણ ગંભીર ઇઝા થઇ હતી.

વેન એમર્સફોર્ટ રેસિંગની ચાલક સોફિયાની કાર દુર્ઘટનાગ્રસ્ત થઇ ખતરનાક રીતે હવામાં ઉડતી ઉડતી ટ્રેકની બહાર જઈ સામે ભટકાણી જ્યાં માર્શલ અને ફોટોગ્રાફર ઉભા હતા. સોફિયા જર્મનીની રેસર છે, જેને બહુજ લોકપ્રિયતા અને પસંદ કરવામાં આવે છે. સોફિયા સિવાય આ દુર્ઘટનામાં જાપાનના ચાલક શો ત્સુબોય તથા એક માર્શલ અને બે ફોટોગ્રાફર ઘાયલ થયા હતા. જે લોકોને તુરત જ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ રેસના આયોજકોએ કહ્યું કે આ દુર્ઘટના થયા બાદ આ દરેક લોકો હોસ્પિટલ લઇ જતા સમયે હોશમાં હતા અને અત્યારે તે લોકોની સારવાર ચાલી રહી છે.

સોફિયાની કરોડરજ્જુમાં ફેક્ષર છે પણ તે અત્યારે ખતરાની બહાર છે. સોફિયાએ પોતાના ટ્વીટર એકાઉન્ટમાંથી પોતાના ફેન્શને કહ્યું કે – ‘હું હવે ઠીક છું, પણ આવતીકાલે મારી સર્જરી થશે. મારી ચિંતા કરવા માટે તમારા બધાઓનો આભાર વ્યક્ત કરું છું.’

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment