ચણાના લોટના ઢોકળા બનાવવાની આસન અને સરળ રીત ફોટો સાથે

156

ઢોકળા ગુજરાતની સુપ્રસિદ્ધ રેસીપીઓ માંની એક છે. ઢોકળાનો ટેસ્ટ લાજવાબ હોય છે. ભાગ્યેજ કોઈ એવી વ્યક્તિ હશે કે જેમને ઢોકળા ખાવા પસંદ ન હોય. એટલે દરેક લોકો ઢોકળા ખાઈ શકે છે. ઢોકળા બનાવવામાં નહીવત્ત તેલનો ઉપયોગ થાય છે. એટલે કે ખુબજ ઓછી માત્રામાં તેલનો ઉપયોગ થાય છે. ડાયાબીટીસના દર્દી પણ ઢોકળા ખાઈ શકે છે. ઢોકળા પણ અનેક પ્રકારના બનાવી શકાય છે. જેમ કે ચણાના લોટના ઢોકળા, રવાના લોટના ઢોકળા, વગેરે. આ ઢોકળા તમારા આરોગ્ય માટે પણ લાભદાયક છે. તેને નાસ્તા તરીકે, બપોરના ભોજનમાં કે સાંજના ડીનરમાં પણ ખાઈ શકો છો. ઢોકળા બનાવવામાં ફક્ત 20 થી 25 મિનીટનો સમય લાગે છે. તો ચાલો આજે અમે તમને ચણાના લોટના ઢોકળા બનાવવાની આસન રેસીપી જણાવીએ.

સામગ્રી :

200 ગ્રામ ચણાનો લોટ, 50 ગ્રામ રવો, ચમચી હળદર 1, મીઠું, 2 ચમચી લીંબુનો રસ, 10 ગ્રામ ઈનો પાવડર, 2 ચમચી તેલ અથવા ઘી, 1 ચમચી રાઈ, 6 ચમચી લીલા મરચા, 2 નંગ કરીના પાન, 50 ગ્રામ ખાંડ, 1 લીટર પાણી, 1 કપ કોથમીર સમારેલી.

ઢોકળા બનાવવાની આસન અને સરળ રીત :

૧.) સૌ પહેલા એક બાઉલમાં ચણાના લોટને અને રવાના લોટને નાખો. તેમાં જરૂરિયાત પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર નાખો.

૨.) પછી તેમાં એક ચમચી લીંબુનો રસ નાખો, બાકીની એક ચમચી લીંબુનો રસ ખાંડની ચાસણીમાં ઉપયોગ કરવો.

૩.) હવે તેમાં થોડું થોડું પાણી નાખી તેને હલાવી તેનું ખીરૂ તૈયાર કરો.

૪.) આ તૈયાર થયેલા ખીરાને 10 મિનીટ સુધી એમ જ રહેવા દયો.ત્યાં સુધીમાં તમારે ખાંડની ચાસણી બનાવવી.

૫.) ખાંડની ચાસણી બનાવવા માટે પહેલા એક કડાઈ લઇ તેને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી તેમાં થોડું તેલ નાખી પછી તેમાં રાઈ નાખો.

૬.) રાઈ શેકાઈ ગયા પછી તેમાં લીલા મરચા અને લીમડો નાખી તેને શેકાવા દયો.

૭.) હવે તેમાં પાણી નાખી તે ઉકળી જાય ત્યાં સુધી રાહ જુઓ.

૮.) ઊકળી ગયા પછી તેમાં ખાંડ નાખી તેને મધ્યમ ધીમા તાપે રહેવા દયો.

૯.) ખાંડની ચાસણી થોડી ઘટ્ટ થઇ જાય એટલે તે કડાઈને નીચે ઉતારી લ્યો.

૧૦.) હવે ગેસ પર પ્રેસર કુકર મૂકી તેમાં એક લીટર જેટલું પાણી નાખી, તેમાં એક સ્ટેન્ડ મુકો અને પાણીને ઉકળવા દયો.

૧૧.) હવે એક તીનના વાસણમાં થોડું તેલ નાખીને ચારેબાજુ લગાવી લ્યો.

૧૨.) હવે ઢોકળાના ખીરામાં ઈનો નાખી તેને સારી રીતે હલાવીને મિક્સ કરો.

૧૩.) ફરીથી તેને 2 મિનીટ સુધી સારી રીતે હલાવો. તમે જોઈ શકશો કે ખીરું ફેલાવા લાગશે. (આથો આવ્યો હોય તેમ ફૂલી જશે.)

૧૪.) તેમાં થોડીક સમારેલી કોથમીર નાખી હલાવીને મિક્સ કરો.

૧૫.) હવે તેલ લાગેલા તીનના વાસણમાં તેને નાખી ને તે કુકરમાં મુકીને તેને પકાવો

૧૬) 25 મિનીટ પછી કુકરનું ઢાકણું ખોલી ઢોકળામાં અણીદાર છરી કાંટાને ભરાવીને તપાસો. જો ઢોકળા પાકી ગયા હશે તો છરી કાંટો ચીકણો થશે નહિ.

૧૭.) ઢોકળા પાકી જાય ત્યાર પછી તેને 15 મિનીટ સુધી ઠંડા થવા દેવા. પછી થાળીમાં કાઢી લેવા.

૧૮.) ચપ્પુની મદદથી તમારી પસંદગીની સાઈઝમાં કાપી લેવા. અમે તેના પર ખાંડની ચાસણી નાખવી.

૧૯.) તમારી પસંદગીના ઢોકળા તૈયાર છે. સોસ કે ચટણીની સાથે તમે પણ ખાવ અને મહેમાનને પણ ખવરાવો.

સુચના :

મરચાને વધારે ફ્રાય ન કરવા. ખાંડની ચાસણી થોડીક વધારે કરવી કારણ કે તેમાં રવાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે અને આ રવો ચાસણીને સોસે છે. જો તમે ઈચ્છો તો ઢોકળા પર ચાસણી નાખવાને બદલે ફક્ત તર્ક લગાવી શકો છો.

મને વિશ્વાસ છે કે તમને આ રેસીપી પસંદ આવી હશે અને જો તમને કઈ પ્રશ્ન છે તો તમે કોમેન્ટ બોક્ષમાં પૂછી શકો છો અને જો બીજી કોઈ રેસીપી માટે જાણવું હોય તો જોકે અમે હજુ લખ્યું નથી તો તમે કોમેન્ટ બોક્ષમાં પૂછી શકો છો અને અમે આગળની રેસિપીઓ તમને જણાવીશું

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment