ચેતવણી હોવા છતાં ખોલી 2000 વર્ષ જૂની રહસ્યમય કબર, અંદરનું દ્રશ્ય જોઇને ઉભા થઈ ગયા રૂવાળા

63

તમે મમી વિશે તો સાંભળ્યું જ હશે. મૃત શરીર પર લેપ લગાવીને એને વર્ષો સુધી સુરક્ષિત રાખવાની ક્રિયાને મમી કહેવામાં આવે છે. પ્રાચીન મિસ્રમાં તો પોતાના પ્રિયજનોના મૃત્યુ પછી એમની મમી બનાવીને એને વર્ષો સુધી સંભાળીને રાખતા હતા. હાલમાં જ ૨૦૦૦ વર્ષ જૂની મમી સાથે જોડાયેલ ભયાનક સમાચાર સામે આવ્યા છે, જે તમારા પણ રૂવાળા ઉભા કરી દેશે.

મિસ્રના એલેક્જેન્ડિરિયા નામના શહેરમાં નવ ફૂટ ઊંડી રહસ્યમયી પથ્થરની કબરને કડી ચેતવણી હોવા છતાં ખોલી નાખવામાં આવી. આ કબરને લઈને ચેતવણી એ હતી કે આ એક શાપિત કબર છે, જેને ખોલવાથી ઘણી સમસ્યાઓ આવી શકે છે.

પરંતુ આમ છતાં આને ખોલી નાખવામાં આવી. ૨૦૦૦ વર્ષ જૂની કબરમાં શોધકર્તાઓને પૂરી રીતે સડી ચુકેલી ત્રણ મમી મળી છે. ત્રણેય મમી કાળા ગ્રેનાઈટથી બનેલ કબરની અંદર ખુબજ દુર્ગંધવાળા ગટરના પાણી પર તરતી મળી. જો કે, આને એલેક્જેન્ડિરિયા શહેરની સૌથી મોટી ખોજ જણાવામાં આવી રહી છે.

આ કબરને લઈને ઘણા લોકોમાં ડર હતો કે આ એક શાપિત કબર છે. જ્યારે વર્ષ ૧૯૨૨માં રાજા તુતનખામૂનની કબર ખોલવામાં આવી હતી. થોડા સમય પછી આની સાથે જોડાયેલ ઘણા લોકોનું મૃત્યુ થઇ ગઈ હતી, ત્યારથી જ આ અફવા ફેલાઈ કે આ એક શાપિત કબર છે.

મિસ્રની સુપ્રીમ કાઉન્સિલ ઓફ એન્ટીક્વિટીજના મહાસચિવ મુસ્તફા વજીરી જણાવ્યા અનુસાર, કબર ખોલી નાખવામાં આવી છે અને હજુ સુધી કોઈપણ પ્રકારના શાપે કોઈ નુકશાન પહોચાડ્યું નથી.

કબરની અંદર મળેલા ત્રણેય મમી રોમન શાહી પરિવારના સભ્યો નથી કેમ કે કોઈપણ પ્રકારનું ચાંદી કે સોનાથી બનેલા માસ્ક મળ્યા નથી. જણાવામાં આવી રહ્યું છે કે, ત્રણેય મમી સેનાના જવાનોની હોય શકે છે કેમકે ત્રણ મમી માંથી એકના માથા પર તીરના જખ્મો મળ્યા છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment