આ રીતે રાખો બાળકની ત્વચાની સાર-સંભાળ, નહિં થાય કોઇ સ્કિન પ્રોબ્લેમ્સ…

101
child-skin-care

નાના બાળકોની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. જો નાના બાળકોની કાળજી પેરેન્ટ્સ યોગ્ય રીતે નથી કરતા તો બાળક અનેક રીતે હેરાન-પરેશાન થઇ જાય છે અને પછી તે રડવા લાગે છે. જો કે નાની ઉંમરમાં બાળકને બહુ રડાવવુ પણ તેની હેલ્થ માટે યોગ્ય નથી. આ માટે જરૂરી છે કે, નાના બાળકોની યોગ્ય સમયે કેર કરવી.

બહારના વાતાવરણમાં જેવો બદલાવ આવે તેમ તેની તરત જ અસર નાના બાળકોની હેલ્થ તેમજ સ્કિન પર થતી હોય છે. જો કે બાળકોને ઠંડી, ઉધરસ અને ત્વચાની સમસ્યાઓ ખૂબ જ ઝડપથી થઇ જાય છે. આ સાથે જબીજી ઘણી બીમારીઓ પણ તેમને વારંવાર થતી જ રહે છે. પરંતુ તમારે ગભરાવાનીજરૂર નથી. આપણી આસપાસ તથા આપણા ઘરમાં જ એવા ઘણા સરળ ઉપાયો છેજેનાથી તમેતમારી આ સામાન્ય બીમારીઓથી બચી શકો છો. તો આજે અમે તમને જણાવીશું કે, કેવી રીતે નાના બાળકોની ત્વચાની કેર કરશો જેથી કરીને તમે પણ હેરાન ના થાવો અને તમારું બાળક પણ હેરાન ના થાય.

– નાની ઉંમરમાં બાળક ચાલતા-ફરતા શીખે છે, જેનાથી તેમની ત્વચા ગંદી થાયછે. જો કે આ સમયે ઇન્ફેક્શન લાગવાના ચાન્સિસ પણ ખૂબ જ વધી જાય છે.આ માટે તમારે બાળકની ત્વચાને ચોખ્ખી રાખવા પર પૂરતુ ધ્યાન આપવુ જોઈએ.- તમે જ્યારે પણ બાળકને નવડાવો છો ત્યારે ખાસ ધ્યાન એ રાખો કે તેને નવડાવતા પહેલા શરીર પર બેબી ઓઈલથી માલિશ જરૂર કરો. માલિશ કરવાથી બાળકની ત્વચાને પોષણ મળે છે અને તે મજબૂત પણ થાય છે. આ સાથે તમે જ્યારે બાળકને માલિશ કરો છો ત્યારે તે ઊંઘી જાય છે જેથી કરીને તેને એક સારી ઊંધ પણ મળી રહે છે.
– બાળકને નવડાવતા પહેલા ટુવાલ વગેરે યાદ કરીને પાસે રાખો એટલે છેલ્લા સમયે બાળકને મુકીને ટુવાલ લેવા દોડવુ ના પડે.
– તમારા બાળકને જો વારંવાર એડકી આવે અને તે ઝડપથી બંધ ન થાય તો તેમને એક ચમચીખાંડ ખવડાવી દેવી. ખાંડના સેવનથી ડાયફરગ્રામની માંસપેશિઓને રાહત મળે છે અને તેનાથી એડકી તરત જ બંધ થઇ જાય છે.
– બાળકોને દૂધમાં હળદર મિક્ષ કરીને આપવાથી તેમને ઠંડીમાં રાહત મળે છે. સાથેજ બાળકને સ્કિનને લગતા કોઇ પ્રોબ્લેમ્સ પણ થતા નથી. બાળકને જ્યારે શરદી કે ઉધરસ થઇ હોય ત્યારે પણ હળદરવાળુ દૂધ આપવાથી બાળકને ઝડપથી આરામ મળે છે.– બાળકને ક્યારેય પણ ઘરમાં એકલું ના મૂકો. તેના પર હમેંશા ધ્યાન આપતા રહો જેથી કરીને તેને લોખંડ જેવી કોઇ વસ્તુ વાગી ના જાય.
– બાળકને નવડાવવા માટે એ જ સાબુ પસંદ કરો જેમાં પ્રાકૃતિક તેલ હોય. આવા સાબુથી બાળકની ત્વચા સૂકી નહીં થાય અને તે હમેંશા નરમ રહેશે.
– નવડાવ્યા પછી બાળકની ત્વચાને ટુવાલથી લૂછો અને પાવડર લગાવો. બાળકને કોઈ સંક્રમણના થાય તેના માટે ટુવાલને અઠવાડિયામાં એક વાર જરૂર ધોવો.
– ડાઈપરના કારણે રેશિસ ના પડેમાટે બાળકને તે જગ્યા પર વધુ પ્રમાણમાં પાવડર લગાવો.
– બાળકને હંમેશા સુતરાઉ કપડાં પહેરાવવાનો આગ્રહ રાખો.

લેખન સંકલન : નિયતી મોદી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment