ગરમીમાં આ રીતે કરો બાળકોની કેર, નહિં થાય કોઇ સ્કિન પ્રોબ્લેમ્સ…

59
children's-skin-care-tips

કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે ત્યાં જ અનેક લોકોને હેલ્થ તેમજ સ્કિનના પ્રોબ્લેમ્સ થવાના શરૂ થઇ ગયા છે. જો કે આ ગરમીની સૌથી વધુ અસર નાના બાળકો પર થાય છે. અતિશય પડતી ગરમીને કારણે બાળકોને સ્કિન પર રેસિશ થવા, ફોલ્લીઓ થવા લાગવી, ચહેરો એકદમ લાલ થઇ જવો તેમજ બીજા અનેક ઘણા પ્રોબ્લેમ્સ થવા લાગે છે. આ માટે જરૂરી છે કે, ગરમીમાં બાળકોની ખાસ કરીને કાળજી રાખવી. જો તમે ગરમીમાં બાળકોની યોગ્ય રીતે કેર નથી કરતા તો અનેક ઘણી તકલીફનો પછી તમારે સામનો કરવો પડતો હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે, આ ગરમીમાં કેવી રીતે કરશો તમારા બાળકની કેર…

બાળકને સુતરાઉ કપડા પહેરાવોબાળકોને ગરમીમાં સુતરાઉ કપડા પહેરાવવા જોઇએ જેથી કરીને તેને ગરમી ઓછી લાગે. સુતરાઉ કપડા પહેરાવવાથી બાળકને રેશિસ નથી પડતા. જો કે આ સિઝનમાં લગનગાળો પણ શરૂ થઇ જાય છે. આ માટે જો તમે તમારા બાળકોને એકદમ ભારે કપડા પહેરાવવાનો આગ્રહ રાખો છો તો તે એક ખોટી બાબત છે.

ગરમીમાં બહાર ના લઇ જાવોબને ત્યાં સુધી તમારા બાળકને ગરમીમાં બહાર લઇ જવાનું ટાળો. પણ જો તમારે ના છૂટકે બહાર જવાનું થાય તો બાળકને થોડા ઢીલા અને આખી બાયના કોટનના કપડાં પહેરાવો જેથી કરીને તેને ગરમી ના લાગે. આ સાથે ગરમીમાં બહાર નિકળતા પહેલા પાણી સાથે અવશ્ય લઇ જાવો જેથી કરીને બાળકને બહારનુ પાણી પીવડાવુ ના પડે.

ગરમીમાં ઇલાસ્ટિક બેન્ડવાળી હેટ ના પહેરાવગરમીથી બચવા અનેક પેરેન્ટ્સ પોતાના બાળકને ઈલાસ્ટિક બેન્ડવાળી હેટ પહેરાવતા હોય છે. જો કે આ એક ખોટી બાબત છે કારણકે ઇલાસ્ટિક બેન્ડવાળી હેટથી બાળકને મળતો હવાનો પ્રવાહ બાધિત થઇ જાય છે જે તેની સ્કિનને નુકસાન કરે છે.

નિયમિત અંતર પર ડાયપર બદલોતમારા બાળકના નિયમિત અંતર પર ડાયપર બદલતા રહો. આદર્શ રીતે દર ત્રણ કલાકે બાળકનુ ડાયપર બદલવુ જોઈએ. ગરમીમાં આ વાતનુ ખાસ ધ્યાન રાખો, કારણકે જો તમે નિયત સમયે ડાયપર નથી બદલતા તો પરસેવાના કારણે બેક્ટેરિયા ઉત્પન્ન થઈ શકે છેજેના કારણે બાળકને સ્કિન પ્રોબ્લેમ્સ થવાના ચાન્સિસ વધી જાય છે.

લેખન સંકલન : નિયતી મોદી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

 

Leave a comment