ચીન પાસેથી લોન લેવી ખતરનાક, વિશ્વ બેંકએ આખી દુનિયાની સરકારોને ચેતવણી આપી…

5

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) અને વર્લ્ડ બેંકએ દુનિયાભરની સરકારોને લોનની શરતોને લઈને વધુ પારદર્શકતા વર્તવા માટે કહ્યું છે. બંને સંસ્થાઓએ બધી સરકારોને લોન પર બહુ વધારે નિર્ભરતાને લઈને પણ આગાહ કરી.

આ સંસ્થાઓનું માનવું છે કે દેવાનો વધતો બોજ અને ચિંતાજનક સ્થિતિ મુશ્કેલીનું કારણ બની શકે છે. એમણે આ વાત ચીનના દેવાનિ વિકાસશીલ રાષ્ટ્રો  પર વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને કહી છે.

સંસ્થાઓની ગુરુવારે થયેલ બેઠકમાં વર્લ્ડ બેંકના નિયુક્ત અધ્યક્ષ ડેવિડ મલપાસએ ચેતવણી આપી કે ૧૭ આફ્રિકન દેશો પહેલેથી જ દેવાની કટોકટી સાથે સંઘર્ષ કરી રહ્યા છે અને એવા દેશોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે કારણ કે લોન મેળવવા માટે પારદર્શિતા લેવામાં આવી નથી.

આઈએમએફના ચીફ ક્રિસ્ટીન લેગાર્ડએ કહ્યું કે ઉચ્ચ સ્તરની ધિરાણ અને ધિરાણકર્તાઓની સંખ્યા આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ નથી અને આ ભવિષ્યમાં કોઈ દેશના દેવું લેવાની કોશિશોને જટિલ બનાવી શકે છે.

ક્રિસ્ટીન  લેગાર્ડ અનુસાર, વિશ્વ બેંક અને આઈએમએફ  બંને લોનની પ્રક્રિયામાં વધારે પારદર્શિતા લાવવા માટે એક સાથે કામ કરી રહ્યા છે.

સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ રીસર્ચએ એક રીપોર્ટ બહાર પાડી જણાવ્યું હતું કે દુનિયાના આઠ દેશ ચીન પાસેથી લીધેલ દેવાથી સંકટમાં ફસાઈને બરબાદ થઇ શકે છે. આ આઠ દેશોમાં તજાકિસ્તાન, જિબૂતી, મોંટેનેગ્રો, કિરગિસ્તાન, મંગોલિયા, લાઓસ સહીત માલદીવ અને પાકિસ્તાનનું નામ મુખ્ય લેવામાં આવ્યું હતું.

એ પણ સાફ છે કે દેવું ન ચૂકવી શકાય એવી સ્થતિમાં ચીન કરજદાર દેશો પર દબાવ બનાવીને ઘણા સોદા માટે મજબૂર કરતો રહ્યો છે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ ચીન દ્વારા પાકિસ્તાનના સ્ટેટ બેંકને ૧૫ અરબ યુઆન (લગભગ ૨.૧ અરબ ડોલર) નું દેવું આપવાની વાત પણ સામે આવી  હતી.

પાકિસ્તાનના અખબાર ડોનએ નાણા મંત્રાલયના સલાહકાર અને પ્રવક્તા ખક્કાન નજીબ ખાન પાસેથી ચીનમાંથી મળનાર ૨.૧ અરબ ડોલરના દેવા માટે બધી ઔપચારિકતાઓ પૂરી કરી લેવાની પુષ્ટિ પણ કરી હતી. તેમજ, એજન્સી ફિચએ કહ્યું હતું કે વર્ષ ૨૦૧૯માં પાકિસ્તાનની આર્થિક સમસ્યાઓ વધારે ઝડપથી ગંભીર થવાની દિશામાં જવાનું શરૂ કરી દેશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment