શું તમે જાણો છો કે ચીનની વસ્તીના ત્રીજા ભાગના નાગરીકો “બ્રેક ફાસ્ટ” કરતા નથી. તો જાણો તેનું ચોંકાવનાંરૂ કારણ.

185

શું તમે જાણો છો કે ચીનની ત્રીજા ભાગની વસ્તીના (૧/૩ ભાગની વસ્તીનાં) નાગરીકો બ્રેક ફાસ્ટ (સવારનો નાસ્તો) કરતા નથી. તો જાણો તેનું ચોંકાવનાંરૂ કારણ.

ચીનની પાસે વિશ્વની સૌથી મોટી સેનાઓમાંની એક સેના છે. પણ અમુક બાબતમાં ચીન વિશ્વના બીજા દેશોની પાછળ છે. એક સર્વે અનુસાર ચીનની ત્રીજા ભાગની વસ્તીના નાગરીકો પાસે સવારનો બ્રેક ફાસ્ટ કરવાનો સમય જ હોતો નથી. ચીનની ન્યુટ્રીશન સોસાયટી તરફથી કરવામાં આવેલ એક સર્વેમાં ચીનની કુલ વસ્તીના લગભગ 11 % લોકો એવા જોવા મળ્યા કે જેઓ લગભગ સવારનો બ્રેક ફાસ્ટ કરતા નથી.

ચીનના 31 પ્રાંતોમાં 18 વર્ષથી મોટી ઉમરના લોકોમાંથી લગભગ 1 % લોકોએ જણાવ્યું કે તેમણે ક્યારેય સવારનો નાસ્તો કર્યો જ નથી. ચીનની ન્યુટ્રીશન સોસાયટીના એક સર્વે અનુસાર 49 % લોકોએ સવારનો બ્રેક ફાસ્ટ ન કરવાનું મુખ્ય કારણ એ બતાવ્યું કે તેમની પાસે સવારે નાસ્તો કરવાનો સમય જ હોતો નથી. જ્યારે 17 % લોકોએ એમ કહ્યુ કે તેમને સવારે ભૂખ જ લાગતી નથી. જેથી તેમને સવારમાં બ્રેક ફાસ્ટ કરવાની આદત જ નથી.

ન્યુટ્રીશન સોસાયટીના એક સર્વે અનુસાર 9 % લોકો સવારના બ્રેક ફાસ્ટને જરૂરી સમજતા નથી. આ ન્યુટ્રીશન સોસાયટીના સર્વેમાં જોડાયેલા લોકોએ કહ્યું કે, જે લોકો સવારનો બ્રેક ફાસ્ટ કરે છે તેના નાસ્તામાં સોયાબીન, ડેરીની બનાવટ, ફળ અને શાકભાજીથી વધારે ખાસ તો અનાજ અને ગાંઠો વાળી શાકભાજી હોય છે. સર્વેમાં ભાગ લેનાર લોકોમાંથી લગભગ 81 % લોકોએ કહ્યું કે તેઓ 15 મીનીટમાં પોતાનો નાસ્તો એટલે કે બ્રેક ફાસ્ટ પૂરો કરે છે. જયારે 42 % લોકોએ કહ્યું કે તેઓ બ્રેક ફાસ્ટ કરવા માટે ફક્ત 10 મિનીટનો જ સમય આપે છે.

આ સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અપૂરતી ઊર્જા, ખોરાકમાં ફાઈબર એટલે કે રેસા અને વિટામીનની ઉણપ બપોરના ભોજન કે સાંજના જમવાથી ભરપાઈ થઇ શક્તિ નથી.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment