કોલેસ્ટ્રોલ નહિ પણ કાર્બોહાઈડ્રેટસના કારણે થાય છે હૃદયરોગ CAD

96

ભારતમાં હૃદયરોગ સાથે જોડાયેલ બીમારીઓની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દશકાથી ભારતીયોમાં કોરોનરી ધમનીની બીમારી એટલે કે CAD માં 300 % નો વધારો જોવા મળ્યો છે. આ બીમારીનો ભોગ બનનાર લોકોમાં 2 થી 6 % દર્દી ગામડામાં રહે છે. ભારતના શહેરોમાં રહેતા આવા દર્દીઓની સંખ્યા 4 થી 12 % છે. પહેલા એમ માનવામાં આવતું હતું કે ધમનીના રોગ માટે એટલે કે ધમનીના બ્લોકેજ માટે કોલેસ્ટ્રોલ મુખ્ય જવાબદાર છે. પણ અત્યારના એક છેલ્લા અભ્યાસમાં એ વાત સામે આવી છે કે કાર્બોહાઈડ્રેટસ, રિફાઇન્ડ તેલ, અને ખાંડના કારણે આ બીમારીઓ વધારે જોવા મળી છે પણ તે માટે કોલેસ્ટ્રોલ જવાબદાર નથી.

૧.) જ્યારે હૃદયને જરૂરીયાત કરતા ઓછા પ્રમાણમાં ઓક્સીજન મળતો હોય

એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે 60% થી વધારે ઊર્જા વાળા કાર્બોહાઈડ્રેટસથી તૈયાર ખાદ્ય પદાર્થ મૃત્યુના દરના જોખમ સાથે વધુ સંકળાયેલ છે. ખાદ્ય પદાર્થમાં હાજર રહેલ કોલેસ્ટ્રોલથી લોહીના કોલેસ્ટ્રોલના સ્તર પર ખુબજ ઓછી અસર થાય છે. આ બાબતે પટપડગંજમાં આવેલ બાલાજી હોસ્પીટલના કાર્ડીઓલોજીસ્ટ વિભાગના કૈથ લેબોરેટરીના હેડ ડોક્ટર મનોજકુમાર કહે છે કે કોરોનરી ધમનીનો રોગ ત્યારે થાય છે જ્યારે હૃદયની માંસપેશીઓમાં લોહીનો પ્રવાહ સપ્લાય કરતી ધમની સખ્ત અને સાંકળી થઇ જાય છે. આવું થવાનું કારણ કોલેસ્ટ્રોલ અને બીજી ચીજ વસ્તુઓની હાજરીના કારણે થાય છે. જેને પ્લેક કહેવામાં આવે છે. આ પ્લેક ધમનીઓની અંદરની દીવાલો પર જામી જાય છે. તેને અથેરોસ્કલેરોસીસ કહેવામાં આવે છે. જેવો આમાં વધારો થવા લાગે, ધમનીમાંથી લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે. જેથી પરિણામ એ આવે છે કે હૃદયની માંસપેશીઓને જરૂરિયાતના પ્રમાણમાં લોહી દ્વારા ઓક્સિજન મળી શકતું નથી. આ કારણથી છાતીમાં દુ:ખાવો થાય છે અને હૃદયરોગનો હુમલો પણ આવી શકે છે.

૨.) ધુમ્રપાન, હાઈ બી.પી. ડાયાબીટીસ પણ એક મુખ્ય કારણ છે

ખાંડ, હાઈ કાર્બોહાઈડ્રેટ અને રિફાઇન્ડ તેલથી ભરપૂર ખોરાકના પરિણામ સ્વરૂપ ઓક્સીડેટીવ તણાવ અને સોજો આવી જાય છે. ધમનીના રોગ માટે કેટલાક બીજા જોખમી કારણોમાં ધુમ્રપાન, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબીટીસ કે ઈન્સ્યુલીન રેજીસ્ટેન્સ અને દરેક સમયે બેઠાળુ જીવનશૈલી કારણભૂત છે. શ્વાસ લેવામાં મુશ્કેલી, ગભરાટ થવો, દિલના અનિયમિત ધબકારા, હૃદય ઝડપથી ધડકવા લાગવું, શરીરમાં કમજોરી વર્તાય, ચક્કર આવવા લાગે, ઉકળાટ થાય અને શરીરમાં પરસેવો થવા લાગે આ બધા લક્ષણો તેમાં જોવા મળે છે.

૩.) પીએડી માટે એન્જ્યોપ્લાસ્ટી છે સામાન્ય સારવાર

કોરોનરી ધમનીની બીમારી ફક્ત ખતરનાક જ નથી પણ એક એવા વળાંક પર પહોંચી શકે છે જ્યાં વ્યક્તિને આરામ કરવા છતાં પણ ઇસ્કૈમીયા થઇ શકે છે. આ એક પ્રકારની મેડીકલ ઈમરજન્સી છે. તેનાથી હાર્ટ એટેક આવી શકે છે. ઇસ્કૈમીયા દિલની બીમારીવાળા કોઇપણ વ્યક્તિને સ્પષ્ટ ચેતાવણી વિના થઇ શકે છે. આ સાથે ડાયાબીટીસવાળા લોકોમાં આ બાબત સામાન્ય છે. કોરોનરી ધમનીની બીમારી માટે એન્જ્યોપ્લાસ્ટી સહેલો ઈલાજ છે. આ પ્રક્રિયાથી હૃદયમાં લોહીનો પૂરવઠો સપ્લાય કરતી સાંકડી કે બ્લોકડ થઇ ગયેલ રક્તવાહીનીઓને ખોલવામાં મદદ કરે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment