“ચૂરમા લાડું” નાના મોટા પ્રસંગોમાં ગુજરાતી ઘરોમાં બનતા આ લાડું…

50

ચૂરમા લાડું

મિત્રો, ચૂરમા લાડું એ આપણી ટ્રેડિશનલ સ્વીટ ડીશ છે. વારતહેવાર હોય કે પછી નાના-મોટા પ્રસંગો, ચુરમા લાડુંનું આજેય આગવું સ્થાન છે જે ગુજરાતી ડિશને કમ્પલીટ બનાવે છે. નાના-મોટા બધાને ખુબ જ ભાવે છે માટે જ “લસપસતા લાડું”નું મોભી એવો શબ્દ પ્રયોગ થાય છે. આવા લાડું ઘણીબધી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. આજે હું આપની સાથે ખુબ જ સરસ રીત શેર કરવા જઈ રહી છું. આઈ હોપ આપ સૌને મારી આ રેસીપી ખુબ જ પસંદ પડશે.

સામગ્રી :

1 કપ ઘઉંનો કરકરો લોટ, 1/4 કપ બેસન, 1 કપ ગોળ, 1/4 કપ ઘી, 2 ટેબલ સ્પૂન દૂધ, 1 ટેબલ સ્પૂન સુજી(રવો), 2 ટેબલ સ્પૂન ખમણેલું કોપરું, થોડી કિસમિસ, ચપટી ખસખસ, ચપટી એલચી પાવડર, ચપટી જાયફળ (ઓપ્શનલ).

તૈયારી :

ગોળને નાના-નાના ટુકડામાં ભાંગી લેવો, કોપરું ખમણી લેવું, એલચી તેમજ જાયફળનો પાવડર બનાવી લેવો.

રીત :

એક મોટા વાસણમાં ઘઉંનો લોટ, બેસન અને સુજી લઇ બરાબર મિક્સ કરી લો. બેસન ઉમેરવાથી લાડું ખુબ જ સ્વાદિષ્ટ બને છે. હવે તેમાં બે ટેબલ સ્પૂન ઘી અથવા તેલનું મોણ આપો, મોણ વધારે ના પડી જવું જોઈએ તેમજ ઓછું પણ ના હોવું જોઈએ.

તેમાં થોડું થોડું હુંફાળું પાણી નાંખીને કઠણ લોટ તૈયાર કરી પાતળા મુઠીયા બનાવી લો. મુઠીયા બહુ જાડા હોય તો અંદરથી કાચા રહે માટે બહુ જાડા બનાવવા નહિ.

એક કડાઈમાં તળી શકાય તેટલું તેલ મુકો. તેલ સરખું ગરમ કરીને મુઠીયા તળી લો. મુઠીયા બંને બાજુ ફેરવીને તળવા, ગોલ્ડન બ્રાઉનીશ થાય ત્યાં સુધી તળવા.

થોડા ઠંડા પડે પછી મીક્ષરમાં ક્રશ કરી લો. ક્રશ કરી તેને ચાળી લો, ચાળવાથી લાડું સ્મૂથ બને છે. ચાળીને લમ્સ નીકળે તેને ફરી ક્રશ કરી ચાળી લેવા. તો આ લાડું બનાવવા માટેનું ચુરમુ તૈયાર છે.

ક્ડાઈમાંથી તેલ કાઢી તેજ કડાઈમાં ઘી નાખી મીડીયમ ફ્લેમ પર ગરમ થવા દો. ત્યારપછી તેમાં ગોળ ઉમેરી પિગાળો. આપણે ગોળને ફક્ત પીગાળવાનો છે આકરી પાઇ બનાવવાની નથી.

ગોળ પીગળે ત્યાં સુધીમાં નાના બર્નર પર બે ટેબલ સ્પૂન દૂધ ગરમ કરો અને પછી તેમાં ખમણેલું કોપરું .ઉમેરો. દૂધ હલકું જ ગરમ કરવાનું છે. આ મારી લાડું બનાવવાની સિક્રેટ ટીપ છે, જેનાથી લાડું સોફ્ટ અને લસપસતા બને છે. તેમજ કોપરું પણ સરસ સ્વાદ આપે છે.

તૈયાર કરેલા ચૂરમામાં એલચી પાવડર, જાયફળ પાવડર, અડધી કિસમિસ તેમજ દૂધ-ટોપરું ઉમેરો. તેમાં ઘી અને પીગાળેલ ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

તેમાંથી નાનકડા લાડું તૈયાર કરો. લાડું હાથથી વાળી શકાય તેમજ લાડુ બનાવવા માટે માર્કેટમાં અલગ અલગ શેઈપ અને સાઈઝના મોલ્ડ પણ મળે છે તે પણ યુઝ કરી શકાય.

ચુરમા લાડું સાથે ખસખસનું ખુબ જ સારું કોમ્બીનેશન છે માટે લાડુંને કિસમિસ તેમજ ખસખસથી ગાર્નિશ કરો. તો તૈયાર છે લસપસતા લાડું

નોંધ : ગોળની બદલે ખાંડનો પાવડર પણ લઇ શકાય. જો ખાંડ લઈએ તો તેને ઓગાળવાની જરૂર નથી. તેને ચૂરમામાં ડાયરેક્ટ ઉમેરી શકાય. અડધો ગોળ તેમજ અડધી ખાંડ પણ લઇ શકાય. તૈયાર નાળિયેરનું ખમણ પણ લઇ શકાય પણ ચુરમા લાડુંમાં ઘરે ખમણેલ સૂકા કોપરાનું જાડું ખમણ ખુબજ સરસ લાગે છે. ગુંદરનો સ્વાદ પસંદ હોય તો ગુંદર પણ તળીને નાંખી શકાય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment