“કોકટેલ ઈડલી” – હવે બાળકોને બનાવી આપો ઈડલીની એક નવીન વેરાયટી…

31

“કોકટેલ ઈડલી”

સામગ્રી:

૨ કપ સોજી/ રવો, ૧ કપ દહીં, ૨ ચમચા પાલકની પ્યુરી, ૩ ચમચા ગાજર અને ટમેટાની પ્યુરી, ૧ ચમચો હળદર, ચપટી સોડા, ૧/૨ ચમચી લીલા મરચાની પેસ્ટ, મીઠું

રીત:

1.) એક બાઉલમાં રવો લઇ તેમાં દહીં ઉમેરી મિક્ષ કરી ૧૦ મિનીટ રહેવા દેવું. 2.) પછી તેમાં મીઠું, લીલા મરચાની પેસ્ટ અને સોડા ઉમેરી બરાબર મિક્ષ કરવું. 3.) હવે ચાર બાઉલમાં સરખા ભાગે ખીરું લેવું. 4.) લીલા કલર માટે: પાલકની પ્યુરી. 5.) ઓરેન્જ કલર માટે: ગાજર ટમેટાની પ્યુરી. 6.) સફેદ કલર માટે: સાદું જેમ છે તે ખીરું. 7.) પીળા કલર માટે: હળદર ઉમેરવાની. 8.) હવે અપ્પમ પાત્રને ગ્રીસ કરી બધા ખાડામાં ૧ ચમચી ખીરું લેવું. 9.) મીડીયમ તાપે ૨ મિનીટ રાખી ફેરવી દેવી, અને બીજી બાજુ ચડવા દેવું. 10.) અપ્પમ પાત્રમાંથી કાઢી લઇ ટુથપીક માં લઇ ગ્લાસમાં સંભાર ભરી સર્વ કરવું. 11.) બાળકોને ઈડલી લંચ બોક્ષમાં પણ આપી શકાય તેવી સરસ નાની નાની કલરફૂલ બનશે.

નોંધ:

ગુલાબી કલર કરવા તમે બીટનો ઉપયોગ કરી શકો છો. તમે ઈડલી મેકરમાં લઇ સ્ટીમ પણ કરી શકો છો, પણ આ અપ્પમ પાત્રમાં જલ્દી બની જાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment