“કોકોનટ પીનવિલ” – દરેકને ખુબ પસંદ આવશે, આજે જ ટ્રાય કરો…

32

“કોકોનટ પીનવિલ”

સામગ્રી :

2 કપ મેંદો,
1/2 કપ રવો,
2 કપ ટોપરાનુ ખમણ(તાજુ ),
1 કપ કોથમીર,
1/2 કપ અધકચરા સિંગદાણાનો ભૂક્કો,
1 ટી સ્પૂન જીરૂ,
1 ટી સ્પૂન લીલા મરચાંની પેસ્ટ,
1 ટી સ્પૂન આદું પેસ્ટ,
1 ટી સ્પૂન ગરમ મસાલો,
1 ટી સ્પૂન લિમ્બુનો રસ,
1-2 ટી સ્પૂન ખાંડ,
મીઠું,
તેલ,

રીત :

મેંદો અને રવો મિક્ષ કરીને,તેમાં મીઠું અને તેલનુ મોયણ નાખીને લોટ બાંધો( પુરીના લોટ જેવો)
આ લોટને 10 મિનીટ રેસ્ટ આપો.
એક બાઉલમાં ટોપરાનુ ખમણ,સિંગદાણાનો ભૂકો અને કાપેલી કોથમીર મિક્ષ કરો.
એક પેનમાં તેલ મૂકીને તેમાં જીરૂ તતળાવો અને આદું મરચાંની પેસ્ટ સાતળો
તેમાં ટોપરાનુ ખમણ મિક્ષ કરો.તેમાં મીઠું,ખાંડ,ગરમ મસાલો અને લિમ્બુનો રસ ઉમેરો.
5-7 મિનિટ સાતળીને આ મિશ્રણ ઠંડુ કરવા મુકો.
હવે તૈયાર લોટનો મોટો રોટલો વણો અને વચ્ચે ટોપરાનુ સ્ટફ મુકીને ટાઇટ રોલ વાળીલો.આ રોલને 30 મિનીટ ફ્રીજમાં રાખો
પછી તેને ફ્રીજમાંથી કાઢીને 1/2 ઇંચના અંતરે કાપા પાડીલો.
ગરમ તેલમાં તેને ગોલ્ડન તળીલો અને પેપર ટોવેલ પર કાઢીલો.(તમે ઓવન માં 180 ડિગ્રી પર 20-25 mins બેક પણ કરી શકોછો, અંહિયા મેં ઓવનમાં બેક કર્યાછે )
હવે ગરમા ગરમ ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

Leave a comment