“કોકોનટ લડુ” 15 મીનીટમાં બનાવા માટેની સરળ રીત…

205

નારિયેળ એક એવુ ફળ છે જે બધાને પસંદ છે અને એમાં વધારે વિટામીન હોય છે એનાથી અમે વધારે સારી મીઠાઈ તો બનાવી જ શકીએ છીએ, જેમ કે નારિયેળના લાડુ, નારિયેળની બરફી, તેનાથી સારો સ્વાદ આવે છે તો આજે અમે ૧૫ મિનીટની અંદર નારિયેળના લાડુ બનાવશું. એને બનાવુ સરળ છે, અને એને બનાવા માટે વધારે વસ્તુની જરૂર પડતી નથી. તો ચાલો નારિયેળના લાડવા બનાવવાની રીત જાણીએ.

સામગ્રી :

નારિયેળ ૧, દૂધ ૧/૨ કપ, દૂધ પાવડર ૧/૪ કપ (૧૦૦ ગ્રામ), ખાંડ ૧/૪ કપ (૧૦૦ ગ્રામ), બદામ ૬ – ૮

નારિયેળના લાડુ બનાવા માટેની રીત:

૧) સોથી પેલા નારિયેળ ધોઈને ખોલી નાખો.

૨) પછી ખોલેલા નારિયેળને મિક્ષ્ચરથી પીસી લો.

૩) પછી ગેસ પર કડાઈ રાખીને તેને ગરમ થવાદો.

૪) પછી ગેસને ધીમો કરીને તે કડાઈમાં દુધનો પાવડર નાખીને મિક્ષ કરી દો, અને તેને ૫ મિનીટ સુધી પકાવો.

૫) જયારે દૂધ ગોલ્ડન કલરનું થઈ જાય ત્યારે તેમાં ખાંડ નાખીને મિક્ષ કરો.

૬) પછી તેમાં ભૂકો કરેલા નારિયેળને નાખીને ૪ થી ૫ મીનીટ સુધી પકાવવાનું અને પછી ગેસને બંધ કરી દો, અને ઠંડુ થઈ જાય ત્યાં સુધી રાખો.

૭) ઠંડુ થઈ જાય પછી નાના લાડુ બે હથેળી વડે બનાવાના અને તેના ઉપર ગર્નીસિંગ માટે બદામના નાના ટુકડા રાખો.

૮) તો તૈયાર છે નારિયેળના લાડવા ફક્ત 15 મીનીટમાં.

સુસના :

જો તમારે મિક્ષ્ચરમાં પીસવું ન હોઈ તો તમે તેનું બારીક ખમણ કરી વાપરી શકો છો. લાડવાને બનાવતા સમયે ગેસ ધીમો રાખવો. અન્યથા બળી જવાની શક્યતા રહેશે. તમે બદામની જગ્યાએ કોઈ પણ સુકામેવાનો ઉપયોગ કરી શકો છો. અને કોઈ પણ સવાલ હોય તો તમે અમને કોમેન્ટ કરી પૂછી શકો છો. અમે કોશિશ કરશું કે તમારા પ્રશ્નોનો યોગ્ય જવાબ આપી શકીએ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment