કોલ્ડડ્રીંક્સને ભૂલી જાઓ અને સારી તંદુરસ્તી માટે પ્રયત્ન કરો આ 7 દેશી ડ્રીંક્સનો ઉપયોગ કરવાનો

44

ઉનાળાની ગરમીની સીઝનમાં દરેક વ્યક્તિ ઠંડક માટે બજારમાં મળતા કોલ્ડડ્રીંક્સથી પોતાની તરસ છીપાવે છે. જો કે આ લોકોને એ વાતની ખબર હોતી નથી કે બજારમાં મળતા આ કોલ્ડ ડ્રીંક્સ પીવાથી ટાઈપ 2 ડાયાબીટીસ, દાંતમાં દુ:ખાવો થવો, જાડાપણું, કેન્સર, અસ્થમા અને દિલની બીમારીનું જોખમ રહેલું હોય છે. જો કે હવે તો એક ફેશન તરીકે ઉનાળાની ગરમીની સિઝનમાં જ નહિ પણ દરેક સીજનમાં કોલ્ડ ડ્રીંક્સ પીવાની દરેક વ્યક્તિને આદત પડી ગઈ છે. એટલે જે લોકો પોતાની તરસ છીપાવવા માટે કે શોખથી કોલ્ડડ્રીંક્સનો ઉપયોગ કરે છે, તેમા જો તમે પણ આ લીસ્ટમાં સામેલ હો તો આજથી જ બહારના આ કોલ્ડડ્રીંક્સ પીવાનું બંધ કરી એકવાર આ દેશી પીણાઓ પીવાનું ચાલુ કરો. આ એવા ડ્રીંક્સ છે કે જે તમારા આરોગ્યને નુકશાન પહોચાડવાને બદલે લાભ પહોચાડે છે. આજ્થી જ કરો પ્રયોગ ચાલુ અને પછી જુઓ કેવી મજા આવે છે.

૧.) છાસ :

ભારતમાં કદાચ એક પણ ઘર એવું નહિ હોય કે જ્યાં બટરમિલ્ક કે પછી છાસ પીવામાં આવતી ન હોય. તે દહીંમાથી બનાવવામાં આવે છે. છાસ ભોજનને પચાવવામાં ખુબજ મદદ કરે છે. કમસે કમ જમ્યા પછી તો ચોક્કસ છાસ પીવી જોઈએ. અમુક લોકો આ છાસને મસાલેદાર અને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ધાણાજીરૂ, મીઠું, કરીના પાંદડા વગેરે નાંખે છે. જે આરોગ્ય મારે પણ લાભદાયક છે.

૨.) શિકંજી :

રોડ, રસ્તા, હાઈવે કે રેસ્ટોરન્ટમાં દરેક જગ્યાએ તમને શિકંજી જોવા પીવા મળશે. તેને લેમોનેડ કહેવામાં આવે કે શિકંજી પણ બંનેનો સ્વાદ એક સરખો જ હોય છે. તેને બનાવવા માટે તેમાં ખાંડને બદલે મધ નાખવું જોઈએ. શિકંજી તમારા શરીરનું વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. અને સાથે સાથે તમને ફ્રેશ પણ રાખે છે.

૩.) લચ્છી :

લચ્છી પંજાબીઓનું મનપસંદ ડ્રીંક્સ એટલે કે પીણું છે. આ લચ્છી પણ ગરમી દુર કરવા માટે એક સારૂ અને પૌષ્ટિક પીણું છે. ખારી લચ્છી અને મીઠી લચ્છી એમ બે પ્રકારની લચ્છી બનાવીને પીવામાં આવે છે. દરેક વખતે તે સ્વાદિષ્ટ લાગે છે.

૪.) (કેરીના)આંબાના પાનનો જ્યુસ :

ઉનાળાની સીઝનમાં આંબાની કેરી જ નહિ પણ આંબાના પાન પણ ખુબજ ઉપયોગી થાય છે. આ પાનનો ખાટો મધુરો અને ચટપટ્ટો સ્વાદ મોઢામાં આવતા જ તરસ છીપાય જાય છે, અને ગરમીને પણ તુર્તજ દુર કરે છે.

૫.) બીલીના પાનનો (બિલીપત્રનો) અને તેના ફળ બિલાનો જ્યુસ :

શંકર ભગવાનને ત્રિદલ બીલીપત્ર અતિ પ્રિય છે તે આપ સૌ જાણો છો, અને આ બિલીપત્રનો જ્યુસ પણ બનાવવામાં આવે છે. જો કે આ બીલીપત્રનો જ્યુસ એટલો બધો પોપ્યુલર થયો નથી. કારણ કે લોકોને આમાં બહુ રસ હોય તેવું લાગતું નથી. લોકોની આ મોટી ભૂલ છે કે તેઓ બીલીપત્રના જ્યુસના ફાયદાને હજુ ઓળખી શક્યા નથી. બીલીના ફળ બીલાનો જ્યુસ પણ એટલો જ ગુણકારી છે. ઠંડી તાશીરવાળા આ ફળને ગામડામાં ખુબજ ઉપયોગી માનવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને ઉનાળાની સિઝનમાં તો ખાસ. બીલાને તોડી તેની અંદરથી કેશરી કલરના મીઠા ગર્ભને ચમચી વડે એક બાઉલમાં ભેગો કરવાનો, અને ચિકાસવાળા ભાગને કાઢી નાખવાનો. આ કેશરી કલરના ગર્ભનો જ્યુસ બનાવીને પીવો. આ કેશરી કલરના ગર્ભનો મુરબ્બો પણ બનાવી શકાય છે જેને બીલાનો મુરબ્બો કહેવામાં આવે છે. આ જ્યુસ કે મુરબ્બો તમને ગરમીમાં ફક્ત લૂ લાગવાથી બચાવતું નથી પણ તમારા પેટને પણ તંદુરસ્ત રાખે છે. અને સાથે સાથે તે ખુબજ પૌષ્ટિક પણ છે.

૬.) જલજીરા :

હળવા મસાલાથી ભરપૂર અને જીરુના સ્વાદવાળુ આ પીણું પણ તમારા શરીરને ઉનાળાની ગરમીને દુર રાખે છે. આ જલજીરાના પીણાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં કાચી કેરીનો પાવડર, આમલીનો પાવડર કે લીંબુનો રસ નાખીને પણ આ ડ્રીંક્સને પીવું જોઈએ.

૭.) રૂહ અફ્ઝા (એટલે કે ગુલાબનું શરબત) :

કદાચ એવું કોઈક જ હશે કે જેમને રૂહ અફ્ઝાના સ્વાદનો ટેસ્ટ ન કર્યો હોય. દરેકના ઘરમાં રહેલા ફ્રીઝની અંદર કોઈને કોઈ રૂહ અફ્ઝાની બોટલ જરૂર રાખેલી હશે જ. આ પીણું ટ્રેડીશનલ પીણું છે જેથી આજે પણ તે અનેક ઘરોમાં ફ્રીઝમાં હાજર હોય છે. આ પીણું કે ડ્રીંક્સ પણ ગરમીમાં ખુબજ રાહત અને ઠંડક અપાવે છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment