કબજિયાતથી લઈને કેન્સર જેવી બીમારીને દૂર કરે છે આ નાનકડી આંબલી, વધુ વિગતો માટે અહી ક્લિક કરો…

489
constipation-to-eliminate-diseases-such-as-cancer

કબજિયાતથી લઈને કેન્સર જેવી બીમારીને દૂર કરે છે આ નાનકડી આંબલી

ખાવાનો સ્વાદ વાધારતી આંબલીનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. તેમજ કેટલાં પ્રકારની ચટણીનો સ્વાદ આંબલી વગર અધૂરો રહે છે. આંબળીનું સેવન માત્ર સ્વાદ માટે જ નહીં પણ સૌંદર્ય અને સ્વાસ્થ્ય સંબંધી કેટલાંક ગુણો પણ છે. આંબળીમાં કેટલાંક પોષક તત્ત્તવો જેવા કે વિટામિન સી, ઈ અને બી સિવાય કેલ્શિયમ, આયર્ન, ફોસફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે કેટલીક બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. આંબલી ફક્ત સ્વાદ માટે નહિ પણ સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક હોય છે

આંબલીનો દરરોજ સેવન કરવાથી ઘણી બધી બીમારી મૂળથી ખત્મ કરે છે. ત્વચા અને બ્યુટી સમસ્યાને દૂર કરવાની સાથે સાથે તે સ્વાસ્થ્યની સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે. આજે અમે તમને જણાવીશું કે આંબલીના પ્રયોગથી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરી શકાય છે.

પાચન શક્તિમાં સુધારો –

પેટમાં દુખાવો, કબજિયાત હોય તો આંબળી પેટ સંબંધી બધી સમસ્યાને દૂર કરવા માટે રામબાણ ઈલાજ છે. આંબળીમાં ટોર્ટરિક એસિડ, મૈલિક એસિડ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે પાચનશક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.

ઉપયોગ કરવાની રીત –

11/2 કપ આંબળીના પલ્પમાં મધ, લીંબુનો રસ અને ગરમ પાણીમાં નાંખીને આખી રાત રહેવા દેવું. હવે આ પેસ્ટને નિચોડીને રસ નીકાળી લેવો. પછી તેને ઠંડુ કરવું અને રાતે ઉંઘતા પહેલાં આ રસને 1 ગ્લાસ પીવું.

ડાયાબિટિસમાં રાહત આપે છે –

આંબલીને પાણીમાં પલાળીને તેનું 1 ગ્લાસ પાણીને દરરોજ સેવન કરવાથી શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સ સંગ્રહ થવા દેતું નથી. જેથી ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ લાભકારક છે. જેનાથી નવા રેડ બ્લડ સેલ્સ બને છે અને તે શુગરને પણ કંટ્રોલમાં રાખે છે. તેમજ તેમાં રહેલાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓને રાહત આપવાનું કામ કરે છે.

વજન ઘટાડવા માટે –

જો તમે તમારા વજનથી પરેશાન હોવ તો આંબલી તમારી મદદ કરી શકે છે. આંબલીમાં હાઈડ્રોઓક્સાઈટ્રિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં રહેલી વધારાની ચરબીને ઓછી કરવા માટે ઈન્ઝાઈમને વધારે છે. તેમજ દરરોજ આંબલીનું સેવન કરવાથી ઝડપથી વજન ઘટે છે.

અલસરની સમસ્યાથી રાહત –

અલ્સરનાં ઘાવ બહુ દર્દનાક હોય છે જે પેટ અને આંતરડામાં જોવા મળે છે. એવું કહેવામાં આવે થે આંબલીવા બીજ અલ્સરની સમસ્યાથી રાહત આપવામાં મદદ કરે છે, કેમ કે, તેના બીજમાં અલ્સરને નીકાળવાનાં ગુણો રહેલા છે.

કેન્સરની સામે લડવામાં મદદ –

આંબલીનો જ્યૂસ પીવાથી કેન્સરની સામે લડવાની તાકાત મળે છે. આંબલીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂરમાત્રામાં હોય છે. તેમજ આંબલીના બીજ કિડનીમાં ફેલાય રહેલાં કેન્સરને દૂર કરવામાં મદદ કરે છે. તેમજ એન્ટીઓક્સીડેન્ટ અને ટારટરિક એસિડથી ભરપૂર આંબલી શરીરમાં કેન્સર ના સેલ્સને વધતા રાકે છે. આબલીથી આપણે કેન્સર જેવી ભંયકર રોગથી દૂર રાખે છે. ભૂખ્યા પેટે આંબલીને પાણીમાં પલાળીને જે પાણી હોય તે પીવું જોઈએ.

ઘાવ મટાડવા માટે મદદ કરે છે –

આંબલીનો જ્યૂસ ઘાવને મટાડવા માટે બહુ ફાયદાકારક છે. દુનિયાના કેટલાંક દેશમાં ઘાવના ઉપચાર માટે આંબલીના પાન અને તેની છાલનો ઉપયોગ કરે છે. તેમા રહેલાં એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટીરિયલ ગુણ હોય છે. તેમજ માત્ર 10 દિવસમાં ઘાવને મટાડવા માટે આંબલીના બીજ બહુ ફાયદાકારક છે.

હૃદયને સ્વસ્થ રાખવા માટે –

આંબલીને હાર્ટ ફ્રેન્ડલી પણ માનવામાં આવે છે. આંબલીમાં રહેલાં ફ્લેવોનોઈડસ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવાની સાથે કોલેસ્ટ્રોલનું સ્તર વધારવામાં મદદ કરે છે. તે લોહીમાં ટ્રાઈગ્લિસરાઈડ્સને બનતા અટકાવે છે. તેમાં રહેલું પોટેશિયમ રક્તપિતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

ગળુ છોલાવવાની સમસ્યા –

આંબલીના પાંદડા દ્વારા છોલાયેલું ગળુ કે ઉધરસની સમસ્યાને દૂર કરવા માટે રામબાણ ઉપાય છે. ઉધરસ તેમજ ગળુ છોલાય ગયું હોય ત્યારે આ સમસ્યામાંથી મિનિટોમાં રાહત મેળવવા આંબલીના પાંદડાને પીસીને પીવાથી રાહત મળે છે. આને દિવસમાં બે વાર સેવન કરવાનું છે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment