દરેક જગ્યાએ દેખાતા ઈમોજી કોણે અને ક્યારે બનાવ્યા હતા, ખુબજ રસપ્રદ છે કહાની…

9

આજના સમયમાં જો તમને કોઈ ઈમોજીનો મતલબ પૂછે તો કદાચ તમે એના પર હસી દેશો. કેમકે ફેસબુક, વોટ્સઅપ અથવા કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમે વાતચીત દરમ્યાન જરૂર ‘ઈમોજી’ નો ઉપયોગ કરતાં હશો. તો તમે એ પણ જાણતા હશો કે દુનિયાનું સૌથી પહેલું ઈમોજી એક ‘સ્માઈલી’ હતું. એ સાચું છે કે ઈમોજી સાથે જોડાયેલ આટલી જાણકારી ઘણા લોકો પાસે મળી જશે, પરંતુ જો આનાથી આગળ કોઈએ તમને પાછો પ્રશ્ન પૂછી લીધો તો તમે શું કહેશો ? જેમકે આ સ્માઈલી કોણે અને શુંકામ બનાવ્યું હતું ? આની શોધ કોણે અને ક્યાં થઇ ? તો મિત્રો આની પહેલા કે કોઈ તમને આવો પ્રશ્ન પૂછે તમે જાણી લો.

શું છે સ્માઈલી ?

‘સ્માઈલી’ કહો કે ‘ઈમોજી’ કહો વાત એક જ છે. આનો ઉપયોગ આજના સમય ટેક્ષ મેસેજથી ઘણો વધારે થવા લાગ્યો છે. તમે પણ કદાચ કોઈ સાથે ફોન પર ચેટિંગ દરમ્યાન અથવા સોશિયલ મીડિયા પર ચેટિંગ કરતાં આનો ઉપયોગ જરૂર કરતાં હશો. હા, આની અસર આજની યુવા પેઢી પર તમને જોવા મળી જશે.

યુવાન છોકરા છોકરીથી લઈને સ્કુલના બાળકો સુધી ઈમોજી વગર કદાચ જ વાત કરતાં મળશે. આવું એ એટલા માટે કરતાં હોય છે જેથી મેસેજ દ્વારા પોતાની ભાવનાઓને બીજા સુધી સરળતાથી સમજાવી શકે. પછી ભલે એ રોવાનું હોય અથવા પછી હસવાનું હોય, ગુસ્સો હોય અથવા તાવ હોય. તમે બહુ સરળતાથી ઈમોજી દ્વારા પોતાના મિત્રોને પોતાના મનની વાત જણાવી શકો છો. આ ઈમોજી રીએકશન નોટ કરવામાં બહુ મોટું કામ આવે છે. ઘણી વખત બાળકો પોતાના મમ્મી પપ્પાથી ટેક્સ્ટ છુપાવવા માટે પણ ઈમોજીનો ઉપયોગ કરીને એકબીજા સાથે વાત કરે છે. આ એમના માટે કોડિંગ લેન્ગવેજ બની જાય છે.

જે આનો ઉપયોગ કરે છે એ સારી રીતે જાણે છે કે ઈમોજી દ્વારા સામેવાળાને આ સરળતાથી સમજમાં આવે છે કે તમે એમની વાત પર કેવી રીતે રીએક્ટ કર્યું અથવા પછી એ તમારી વાત પર ઈમોજી મોકલે છે તો તમે પણ એમના રીએક્શન જાણી શકે છે. પરંતુ તમને એ વાત ખબર નહિ હોય કે ઈમોજીની શોધ કેવી રીતે થઇ અને એની પાછળ શું કારણ હતું અને આને બનાવનાર માણસ કોણ હતો.

દુનિયામાં સૌથી પહેલી સ્માઈલીની શોધ

દુનિયામાં સૌથી પહેલી સ્માઈલી ફેશની વાત કરીએ તો આને સૌથી પહેલા અમેરિકામાં બનાવામાં આવી અને આના જન્મદાતા એટલે કે સ્માઈલી બનાવનારા પહેલા માણસ ‘હાર્વી રોસ બોલ’ હતા. અમેરિકામાં જન્મેલા હાર્વીએ આ સ્માઈલી ફેશને જ્યારે તૈયાર કરી હતી, ત્યારે એમને ખબર પણ નહતી કે આ આટલું ફેમસ થઇ જશે. એમણે ક્યારેય પણ આને પેટન્ટ પણ નથી કરાવી. હવે તમને એ તો ખબર પડી ગઈ કે આ કોણે બનાવ્યું હતું, પરંતુ આનાથી વધારે આશ્ચર્યજનક અને રસપ્રદ તમારા માટે એ જાણવાનું હશે કે આને શુંકામ બનાવામાં આવ્યું હતું.

તો એટલા માટે બનાવામાં આવ્યું હતું પહેલું સ્માઈલી

ચાલો હવે તમને એ પણ જણાવી દઈએ કે આ શુંકામ બનાવમાં આવ્યું હતું. વાત એવી છે કે હાર્વી ૧૯૬૩માં એક એડવરટાઈજિંગ અને પીઆર એજન્સી ચલાવતા હતા. આ દરમ્યાન સ્ટેટ મ્યુચુઅલ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની ઓફ અમેરિકા એમની સામે પોતાની એક મુશ્કેલી લઈને પહોંચ્યા. એ દરમ્યાન આ કંપનીએ કોઈ બીજી કંપની સાથે જોડાઈ ગઈ હતી. આનાથી કંપનીના કર્મચારી ખુબજ નારાજ હતા. હાર્વીએ આ મુશ્કેલીનું સમાધાન કરવા માટે ‘સ્માઈલી ફેશ’ તૈયાર કર્યું. એમને આને તૈયાર કરવા માટે ૪૫ ડોલર મળ્યા.

રિસાયેલા કર્મચારીઓને મનાવવા માટે થયો ઉપયોગ

જે આજના હિસાબથી લગભગ ૩ હજાર રૂપિયા છે. પીળા રંગનો આ હસતો ચહેરો રિસાયેલા કર્મચારીઓને મનાવવા માટે બનાવામાં આવ્યું હતું. પછી આ સ્માઈલી ફેશ એટલું પસંદ કરવામાં આવ્યું કે જોતા જ જોતા આખી દુનિયામાં ફેલાઈ ગયું. વર્ષ ૧૯૭૧માં ૫ કરોડ સ્માઈલી ફેશ બટન છપાયા અને વેચાય ગયા. એટલું જ નહિ ૧૯૯૯માં તો યૂએસ પોસ્ટલ સર્વિસ ડીપાર્ટમેન્ટએ સ્માઈલી ફેશ સ્ટોપ પણ જારી કરવામાં આવ્યું. આજે એ જ સ્માઈલી ઘણી જગ્યાએ ફેલાઈ ગયા છે. ઈમોજી સ્માઈલીની ટી શર્ટ પણ માર્કેટમાં દેખાય છે. સ્માઈલીના દડા પણ તમને જોયા હશે. લોકો ઘણા વધારે આને પસંદ પણ કરે છે.

તમારી જાણકારી માટે જણાવા માંગીએ છીએ કે ગયા વર્ષે ‘વર્લ્ડ ઈમોજી ડે’ ના દિવસે ફેસબુકના સીઈઓ માર્ક જકરબર્ગએ ફેસબુક દ્વારા દુનિયામાં સૌથી વધારે ઉપયોગ થનાર ઈમોજીની જાણકારી પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેર કરી હતી. આમાં પહેલું સ્થાન ટીઅર્સ ઓફ ફેશવાળું ઈમોજી હતું. આ રસપ્રદ વાત આપણામાંથી બહુ ઓછા લોકોને ખબર હશે, કેમકે દરેક વર્ષની જેમ ૧૭ જુલાઈએ આવનારો ‘વર્લ્ડ ઈમોજી ડે’ આવે છે અને બસ આમ જ ચાલ્યો જાય છે. જાણકારીઓના અભાવમાં આ દિવસને સેલિબ્રેટ કરવાનો આપણે એક સારી તક હાથમાંથી જવા દઈએ છીએ. આ જ ઈમોજી આપણે ચૈટ બોક્સમાં હંમેશા બની રહે છે. એટલા માટે આની જાણકારી હોવી આપણા માટે જરૂરી છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment