દરિયાની અંદર બનશે દુનિયાની પહેલી તરતી સુરંગ, 205 કિલોમીટરની હશે લંબાઈ, અદ્ભૂત બનશે નજારો…

15

વિજ્ઞાન અને તકનીકની મદદથી શું શક્ય નથી એવામાં હવે એ દિવસ પણ દુર નથી કે લોકો દરિયાની અંદર જડપની મજા લઇ શકશે. આજે અમે તમને દુનિયાની સૌથી શ્રેષ્ઠ અને અદ્ભૂત સુરંગ વિશે જણાવા રહ્યા છીએ જે દરિયાની અંદર તરે છે.

દરિયાઈ માર્ગેથી એક શહેરથી બીજા શહેર સુધીની યાત્રાને સરળ બનાવવા માટે નોર્વે એક ખુબજ ચોકાવનાર પ્રયોગ કરવા જઈ રહ્યું છે. નોર્વે વહેલી તકે દરિયાની અંદર સુરંગનું નિર્માણ કરવા જઈ રહ્યું છે. કોક્રીટથી બનવાની આ સુરંગમાં બે રસ્તા બનાવામાં આવશે.

પ્રોજેક્ટ પર કામ કરી રહેલ સરકારી સંસ્થા નોર્વેજિયન પબ્લિક રોડ્સ એડમિનિસ્ટ્રેશનનું લક્ષ્ય ૨૦૫૦ સુધીમાં આનું નિર્માણ કાર્ય પૂરું કરવાનું છે. જો આ સુરંગ બની ગઈ તો ખરેખર આ કોઈ અજૂબાથી ઓછું નહિ હોય. નોર્વે જો આ પ્રોજેક્ટમાં સફળ થઇ જાય છે તો આ વિશ્વનો પહેલો આવી સુરંગ બનાવનારો દેશ બની જશે. ચીન, દક્ષિણ કોરિયા, ઇટલી અને ઇન્ડોનેશિયા પણ આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

૧૦૦ ફૂટ ઊંડાઈ પર બનવાની આ સુરંગ ૨૦૫ કિલોમીટર લાંબી હશે. સુરંગને નિયંત્રિત કરવા માટે પાણીની સપાટી પર પાઈપના પુલો તૈયાર કરવામાં આવશે. આ પુલો વચ્ચે પુરતું અંતર હશે જેથી દરિયાઈ જહાજ આની વચ્ચેથી નીકળી શકે. આ સુરંગ એટલી મજબૂતી હશે કે આના પર કોઈપણ ઋતુની અસર નહિ થાય. આના નિર્માણમાં ૪૦ અરબ ડોલરનો ખર્ચ થશે.

પશ્ચિમ નોર્વેમાં આવેલ ક્રિસ્ટિયાનસૈડ અને ટ્રોનહેમ નામના બે શહેર વચ્ચે યાત્રા ઈ ૩૯ માર્ગનો ભાગ છે, જે નોર્વે માટે એક મહત્વપૂર્ણ રસ્તો છે. સુરંગ બનાવાનો હેતુ આ બંને શહેરોને જોડવાનો છે. જેની વચ્ચેની દુરી લગભગ ૧૧૦૦ કિલોમીટર છે અને ત્યાં પહોંચતા લગભગ ૨૧ કલાક લાગે છે. પરંતુ આ સુરંગ બન્યા પછી આ દુરી લગભગ બે કલાકની રહી જશે.

તરતી સુરંગના નિર્માણનો વિચાર કઈ નવો નથી. ૧૮૮૨માં, બ્રિટિશ નૌકાદળના આર્કિટેક્ટ એડવર્ડ રીડએ પણ આવી જ એક સુરંગનો પ્રસ્તાવ રાખ્યો હતો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment