હાથમાં ખનકતી રંગ-બેરંગી બંગડી બનાવતી ફેક્ટરીમાં છૂપાયેલું છે કડવું સત્ય, જ્યાં બાળકો નથી જતા સ્કૂલે

120
dark-truth-behind-bangle-making

કોઈ પણ છોકરીની એક્સેસરીઝમાં બંગડી સૌથી મહત્વનો પાર્ટ હોય છે. માત્ર એથનિક જ નહીં, આજકાલ વેસ્ટર્ન આઉટફિટ્સની સાથે પણ બંગડી પહેરવામાં આવે છે. લગ્ન કરેલી સ્ત્રીઓ માટે બંગડી સુહાગની નિશાની માનવામાં આવે છે. તેના કારણે બોલિવૂડમાં બંગડી સાથે રિલેટેડ કેટલાંક ગીતો બન્યા છે અને પોપ્યુલર પણ થયા છે. કાચથી લઈને લાખ સુધી આ બંગડીઓ કેટલાય પ્રકારના અલગ અલગ મેટલ અને ડિઝાઈનની હોય છે. ભારત બંગડીનું મોટું માર્કેટ છે. અહીં બંગડી બનાવામાં આવે છે તેમજ એક્સપોર્ટ પણ કરવામાં આવે છે.

આપણા દેશમાં આ જગ્યાઓ પર બનાવામાં આવે છે બંગડીઓ

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ કાચની બંગડીઓનું સૌથી મોટું માર્કેટ છે. મુરાદાબાદમાં પણ બંગડીઓ બનાવામાં આવે છે. તે સિવાય હૈદરાબાદના લાડ બજાર ઈન્ડિયામાં સૌથી મોટું અને ફેમસ માર્કેટ છે. અહીં લગભગ 350 જેટલી બંગડીઓની દુકાન છે.

લાડ બજાર, હૈદરાબાદ-

અહીં સૌથી વધારે લાખ અને કાચની બંગડી બનાવામાં આવે છે. બંગડીની કિંમત 100 થી 5,000 રૂપિયા પર પેર હોય છે. અહીં લગભગ 150 વર્કશોપ છે, જ્યાં 4,000 કારીગરો કામ કરે છે. તેમા 60 ટકા મહિલાઓ છે. મહિલાઓ અહીં વધારે બંગડીઓ પર સ્ટોનવર્કનું કામ કરે છે. લાડ બજારમાં છેલ્લા દસ વર્ષમાં 200 થી 15,000 હજાર કારીગરો વધ્યા છે. આ માર્કેટ એટલું ફેમસ છે કે પ્રોફેશનલ ડિગ્રી વાળા પણ આ બિઝનેસમાં સામેલ થઈ રહ્યા છે.

લાખ અને કાચ સિવાય અહીં લગ્ન માટેની તાંબાની અને ચાંદીની ફ્રેમની બંગડી પણ બનાવામાં આવે છે. બંગડી બનાવા માટે અલગ અલગ પ્રકારના મટિરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. લાખની બંગડીની કિંમત 120 રૂપિયા પર પેર છે, તો કાચની બંગડીનો ભાવ ઓછો છે. તેની કિંમત 20 થી 30 રૂપિયા ડજન છે. તેમજ બંગડીની કિંમત તેના ડેકોરેશન અને મટિરિયલ પર આધારિત હોય છે.

આ બંગડી ઈન્ડસ્ટ્રરીનો એક કાળો ચહેરો પણ છે, જે કદાચ તમને નહીં ખબર હોય. હૈદરાબાદ જેવા બંગડીના મોટા માર્કેટમાં કામ કરતા લોકો કેવી હાલતમાં કામ કરે છે તેનો અંદાજો પણ લગાવી શકાય તેમ નથી. આજે અમે તમને જણાવીશું તેની પાછળનું કડવું સત્ય.

કેટલીંક ગંભીર બીમારી-

બંગડીની ફેક્ટરીમાં કામ કરવું સરળ નથી, અહીં મેટલને ઓગાળવું પડે છે. જેના માટે આજે પણ ટ્રેડિશનલ ભઠ્ઠિનો ઉપયોગ કરવામાં આવે છે. આ ભઠ્ઠિઓનું તાપમાન સામાન્ય કરતા વધારે હોય છે. તે સિવાય કેમિકિલ્સના કોમ્બિનેશન, હીટ અને જે રીતે કાચનો ઉપયોગ કરવામાં આવે છે, તેનાથી અહીંના કારીગરોને ચેસ્ટ અને ફેફડા સાથે જોડાયેલી બીમારી થાય છે. એટલું જ નહીં અહીં બળતરા, એલર્જી અને આંખોની રોશની ઓછી થઈ જવી જેવી સમસ્યા પણ થાય છે.

કલાકો સુધી કામ કરવાનું અને પગારના નામે કંઈ નહીં-

આ ફેક્ટરીમાં કારીગરો કલાકો સુધી કામ કરે છે. માત્ર ફેક્ટરી જ નહીં, મહિલાઓ પોતાના ઘરે પણ ડેકોરેશનનું કામ કરે છે. જો પગારની વાત કરીએ તો તે બહુ ઓછો હોય છે. આટલી મહેનતના બદલે તેમને બહુ ઓછા પૈસા મળે છે. જેના કારણે તેઓ આર્થિક રીતે મજબૂત નથી થઈ શકતા.

બાળ શ્રમના કારણે બાળકો નથી જતા સ્કૂલે-

વર્ષોથી આ બિઝનેસની સાથે જોડાયેલા લોકોની પેઢીઓ પણ આ કામ કરે છે. નાના બાળકોથી લઈને મોટી ઉંમરના સુધી બધી ઉંમરના કારીગરો તમને અહીં જોવા મળશે. અહીં એટલી નાની ઉંમરમાં બાળકોને કામે લગાડી દેવામાં આવે છે જેના કારણે તેઓ સ્કૂલે નથી જઈ શકતા. સાથે ફેક્ટરીના માલિકો બાળકોની સાથે કામ કરાવે છે કેમ કે મોટી ઉંમરના લોકોની જગ્યાએ નાના બાળકોને ઓછા પૈસા આપવા પડે છે.

જે રંગ-બેરંગી બંગડીઓના અવાજથી દિલ ખુશ થઈ જાય છે તે બંગડીનો એક અવાજ તેને બનાવનાર કારીગરનો હોય છે અને આ અવાજ ખુશીનો નથી હોતો.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment