દરરોજ દાડમ ખાવાથી તમારી સ્કીન રહેશે ચમકદાર

197

દાડમ કોઇપણ વ્યક્તિના આરોગ્ય માટે ખુબજ લાભદાયક છે. દાડમની છાલ પણ એટલી જ ગુણકારી છે. જો કે દાડમ આરોગ્યની સાથે તમારી ત્વચા માટે પણ એટલુ જ લાભદાયી છે. દાડમમાં ખાસ કરીને વિટામીન A, વિટામીન C, વિટામીન E, કેટલાક પ્રકારના એન્ટી ઓક્સીડેંટ અને ફોલિક એસીડ આવેલા હોય છે. દાડમની છાલ સાથેનો દાડમનો રસ ઉત્તમ પ્રકારનો એન્ટી ઓક્સીડેંટ છે. કેટલાય પ્રકારના સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનોમાં હાલમાં પણ દાડમનો ઉપયોગ કરવામાં આવે છે. દાડમમા રહેલ વિટામીન E તમારા શરીરની ત્વચાને ચમકદાર બનાવે છે. આ સાથે ત્વચાના નવા સ્કીન ટીસ્યુઝ બનાવવામાં પણ મદદ કરે છે.

આ સિવાય દાડમ ચામડીના ડાઘ કે ધબ્બાને દુર કરીને તમારા શરીરની સ્કીનને એક સરખા રંગની અને ચમકદાર બનાવે છે. દાડમમાંથી બનાવેલ સ્ક્રબ ત્વચાના મૃતપાય સેલ્સને શરીરની બહાર કાઢે છે. અને તમારા શરીરના રંગને નિખારે છે. દાડમમાંથી બનાવેલ આ સ્ક્રબને તમે જાતે તમારે ઘરે આસાનીથી બનાવી શકો છો. દાડમની છાલમાં એન્ટી માઈક્રોબીલ અને એન્ટી ઓક્સીડેંટના ગુણ રહેલા છે. જે ત્વચાના સંક્રમણની વિરુદ્ધ અસરકારક રીતે કામ કરે છે. આ સાથે તેમાં રહેલ એન્ટી ઓક્સીડેંટ ગુણ તમારા શરીરની ત્વચા માટે બંધકનું એટલે કે પકડી રાખવાનું કામ કરે છે.

દાડમ તમારા શરીરની સ્કીન પર વધતી ઉમરના લક્ષણોને ઓછા કરે છે. આ સિવાય દાડમની છાલ ત્વચામાં રહેલ કોલાજનને નુકશાન થતુ બચાવે છે. જેથી તમારા શરીરની ત્વચા પર ઝુર્રીયા એટલે કે રેખા કે કળચલીઓ પડતી નથી. જેથી તમારા શરીરની ત્વચા શાઈનીંગવાળી એટલે કે ચમકદાર લાગે છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

Leave a comment