ડાયાબીટીસના દર્દીઓએ તહેવારોમાં પોતાના આરોગ્યનું ધ્યાન આ રીતે રાખવું

51

ડાયાબીટીસથી પીડાતા દર્દીઓ અનિયમિત ઉપવાસ અને તહેવાર પછી વારંવાર ખાતા રહેવાથી તેના આરોગ્ય માટે નુકશાન કારક સાબિત થઇ શકે છે. ડાયાબિટીસથી પીડાતા લોકોભારતમાં લગભગ 7.2 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત છે.જે સંખ્યા 2015 સુધીમાં લગભગ 13.4 કરોડ સુધી જવાની સંભાવના છે. ડાયાબીટીસના દર્દીઓએ તહેવારોમાં આનંદ લેવાની સાથે સાથે પોતાના આરોગ્ય વિશે પણ વિશેષ સાવધાની વર્તવાની અને ધ્યાન રાખવાની ખાસ જરૂર છે.

બીટઓની ડાયાબિટીઝ એજ્યુકેટર ચેતના શર્મા કહે છે કે, “ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ પ્રેશરનું જરૂરી લેવલને જાળવી રાખવા માટે દરરોજ થોડા થોડા સમયે કંઇક ખાતા રહેવું ખાસ જરૂરી છે. કારણ કે તહેવારના દિવસો દરમ્યાન કંઇક વધારે ખાવાનું મન થાય છે. એમાં પણ ખાસ કરીને ઉપવાસ છોડ્યા પછી. સામાજિક ઉત્સવો કે પાર્ટી વગેરેમાં અસ્વાસ્થ્યઅને ભરપૂર કેલેરી વાળું ભોજન ખાવાની સાથે સાથે આ રીતના અનિયમિત ભોજનની પેટર્ન તમારા શરીર પર ખરાબ અસર લાવી શકે છે.”

ડાયાબિટીઝ એજ્યુકેટરચેતના શર્મા કહે છે કે, “હાઈપોગ્લાઇસેમિયા (બ્લડ સુગરનું ઉતરતું લેવલ) સિવાય તે પોસ્ટ પ્રેન્ડીયલહાઈપરગ્લાઇસેમિયા, કેટોએસીડોસિસ તેમજ કેટલીક બીજી મેટાબોલિક મુશ્કેલીઓનું કારણ પણ બની શકે છે. આ સિવાય જરૂરી માત્રામાં પાણી ન પીવાથી નિર્જલી કરણ એટલે કે ડીહાઈડ્રેશન, ઈલેકટ્રો- લાઈટ અસંતુલન અને હાઈપરટેન્શન થઇ શકે છે.”

ચેતના શર્માએ વધુમાં કહ્યું કે, “ઉપવાસ પૂરા કર્યા પછી એવો હળવો આહાર લેવો જોઈએ કે જે તમારા પાચનતંત્રને ભારે ન પડે. પ્રોસેસ્ડ ખોરાક કે ટ્રાંસ ફેટથી ભરપૂર ચીજો ખાવાથી દુર રહેવું જોઈએ, કારણ કે જો એમ કરવામાં ન આવે તો સુગરના લેવલ પર પ્રતિકુળ અસર પડી શકે છે. દિવસ દરમ્યાન નાળીયેરનું પાણી, લીંબુ પાણી અને દૂધ જેવા પાચનતંત્ર માટે હળવા ખોરાક જેવા જોઈએ જેથી આવા પદાર્થ લેવાથી ડીહાઈડ્રેટેડથવાથી બચી શકો અને હાઈડ્રેટેડરહી શકો.”

જટિલકાર્બોસનું ચયન કરો.

ચેતના શર્મા કહે છે કે, “ભોજન માટે ફાઈબરથી ભરપૂર ખોરાક અને જટિલકાર્બોસનું ચયન કરો. કરો જે તમને લાંબા સમય સુધી ફૂલ મહેસુસનો અનુભવ કરાવે. સુનિશ્ચિત કરો કે તમે હાઈપો કેહાઈપરગ્લાઇ સેમિયાની સ્થિતિથી બચવા માટે નિયમિત રીતે તમારા ગ્લુકોઝના લેવલ પર ધ્યાન રાખશો. દર બે કલાકે ઓછી માત્રામાં કંઇક ને કંઇક ગળ્યા પદાર્થ સિવાય ખાવાનું ચાલુ રાખો ભરપૂર પેટ ન ખાવું. ડાયાબિટીસના દર્દીઓએ તહેવારના સમયે ઉપવાસને પૂરા કાર્ય પછી ખોરાક ખાવા પર ધ્યાન રાખવું ખાસ જરૂરી છે.”

ડાયાબિટીસના દર્દીઓએ પોસ્ટ એસેસમેન્ટ ટેસ્ટ કરાવવો ખાસ જરૂરી.

ડાયાબિટીઝ એજ્યુકેટર ચેતના શર્મા કેટલાક સૂચનો આપતા કહે છે કે, ડાયાબિટીસના દર્દીઓએ ઉપવાસ છોડ્યા પછી પોસ્ટ એસેસમેન્ટ ટેસ્ટ કરાવવો ખાસ જરૂરી છે. શું કરવું અને શું ન કરવું કે શું ખાવું અને શું ન ખાવુ તે જાણવું ખાસ જરૂરીછે. સુનિશ્ચિત કરો કે તમે ડાયાબીટીસની દવાઓ કે ઇન્સ્યુલીન બરાબર લેતા રહેશો. અને તેની જરૂરીયાત પ્રમાણે અને ડોક્ટર સાથે ચર્ચા વિચારણા કરીને તેની સલાહ સૂચન મુજબ દવામાં ફેરફાર કરીને એડજેસ્ટ કરો. ઉપવાસ દરમ્યાન વારંવાર પાણી પીવાનું ચાલુ રાખો. ઉપવાસ છોડ્યા પછી તમારા આહાર પર પૂરતું ધ્યાન આપો. ઉપવાસ દરમ્યાન અને ઉપવાસ છોડ્યા પછી પણ નાળીયેર પાણી, ગ્રીનટી, માખણ અને લીંબુનો રસ પીવાનું ચાલુ રાખો. બજારમાં મળતા સોફ્ટ કે હાર્ડડ્રીંક પીવાથી દુર રહો. નિયમિત સુગર લેવલ માપતા રહો.

મીઠાઈને બદલે ફ્રુટ યોગર્ટ ખાવાનો આગ્રહ રાખો.

ચેતના શર્મા કહે છે કે, “ઉપવાસના સમય દરમ્યાન વ્રતના સ્નેક્સને વધારે ન ખાવું. તેમાં મીઠું અને ખાંડનું (સુગરનું) પ્રમાણ વધારે હોય છે. આને બદલે કંઇક ઉકાળેલું કે શેકેલું ખાવાનું રાખો. ટેબલ સોલ્ટ(રસોડાનું સામાનું મીઠું ) ને બદલ્ર રોક સોલ્ટ (સિંધાલુણ) નો ઉપયોગ કરો, કારણ કે તેમાં કુદરતી ખનીજ પદાર્થો રહેલા હોય છે. હળવો આહાર લેવો, જેથી પચવામાં રાહત રહે. મીઠાઈની જગ્યાએ ખજુર અથવા ફ્રુટ યોગર્ટનો ઉપયોગ કરવો. અને ખાંડ કે સાકરની જગ્યાએ મધનો ઉપયોગ કરો. ખાવામાં તાજા ફળ અને શાકભાજીનો વધારે ઉપયોગ કરવો.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment