દેવાના ભારથી દબાઈ ચુક્યું છે પાકિસ્તાન, જોખમમાં છે આખી અર્થવ્યવસ્થા…

7

પાકિસ્તાનના વર્તમાન સરકારની ભૂલો અને મતભેદોવાળી નીતિઓને અત્યાર સુધી પાકિસ્તાનની જનતા એટલે સહન કરી રહી હતી કેમ કે એની પહેલાની સરકારે જનતાની સમસ્યાઓને ઉકેલવાની જગ્યાએ પોતાનો આખો સમય ખોટા ખર્ચા કરવામાં વિતાવી દીધો હતો. આગળની સરકારના ભ્રષ્ટાચારથી કંટાળેલી પાક જનતાને એવી આશા હતી કે ઇમરાન ખાન દેશમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારીને દુર કરી નાખશે, પરંતુ એવું ન થયું બદલામાં પરિસ્થિતિ વધારે ખરાબ થઇ ગઈ છે.

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા બહુજ ખરાબ થઇ ગઈ છે. દેશ દેવાના બહારની નીચે દબાતો જાય છે. સરકારને પોતાના પહેલા વર્ષમાં ૧૯ અરબનું દેવું ચૂકવવાનું છે. સુદને દરરોજ છ અરબ રૂપિયા ચુકવવા પડે છે. વર્તમાન નુકસાનમાં ૯ અરબ બિલીયન રૂપિયાનો વધારો થયો છે. દેવું ચુકવવા માટે સરકારી સંપતીઓને વેચવાનું નક્કી કર્યું છે. ઘણા પ્રયત્નો કરવા છતાં પણ અજી સુધી તે પોતાના મિત્ર દેશો આઈએમએફ, વિશ્વ બેંક પાસેથી લોન લેવામાં નિષ્ફળ રહ્યા છે. ચીને પાકિસ્તાનને દેવાના ભાર નીચે દબાતા રોકવા માટે બે અરબ ડોલરની લોન દેવાનું નક્કી કર્યું છે.

બીજી બાજુ પાકિસ્તાનમાં દેવું માફ કરાવનારા સ્વતંત્ર ઘૂમી રહ્યા છે, જેણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર કરી છે. વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૫ સુધી ૨૪૫ અરબ રૂપિયાનું દેવું માફ કરાવવામાં આવ્યું. વીતેલા ૨૫ વર્ષમાં ૯૮૮ થી વધુ કંપનીઓ અને રસુખવાળા લોકોએ ચાર  ખર્વ ૩૦ અરબ છ કરોડ રૂપિયાનું દેવું માફ કરાવ્યું. દેવું માફ કરાવવામાં રાજનીતિક અને વ્યવસાયિક લોકો શામેલ હતા.

દેશમાં આવા લોકો સામે કોઈ કાયદો નથી. બગડી રહેલી અર્થવ્યવસ્થાના કારણે જરૂરી વસ્તુઓની કીમત વધી રહી છે. હાલના દિવસોમાં ટામેટા ૧૦૦ રૂપિયા અને બટેટા ૬૦ રૂપિયા કિલોના ભાવથી વેચાય રહ્યા છે. પેટ્રોલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. હકીકત તો એ છે કે પાક સરકાર જનતાને આર્થિક સુવિધા પ્રદાન ન કરી શકી. આજે પણ ચાર કરોડથી વધુ લોકો બેરોજગાર છે. આ બેકારીના કારણે ગુંડાગર્દી વધી રહી છે.

ઇમરાન ખાન પાકિસ્તાનમાં રહેલા ભ્રષ્ટાચારને દુર કરવાની વાત કરી રહ્યા છે. પરંતુ તેમની પાર્ટીના ઘણા સંભ્યો એવા છે જે ભ્રષ્ટાચાર માટે ઓળખાય છે. તેને મુશ્કેલી જ કહી શકાય છે કેમ કે તે પોતે પણ તેમાં ફસાઈ ગયા છે. લાહોર હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં ૨૦૧૮ ની ચુંટણીમાં ઈમાનદાર ન હોવનો આરોપ લાગ્યો છે કે તેમણે પોતાના નામાંકન પત્રમાં પોતાની અવૈધ દીકરીની જાણકારી છુપાવી રાખી છે.

એવું કરીને તેમણે પાકિસ્તાનના સંવિધાનની કલમ ૬૨ અને ૬૩ ની જોગવાઈ તોડી નાખી છે. તેમની સીટ પણ જઈ શકે છે. ઇમરાન ખાનની બહેન અલીમા પર આરોપ છે કે તેણે દુબઈમાં પોતાની મિલકત ટેક્સથી બચવા માટે છુપાવી છે. પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફ ભ્રષ્ટાચારના ઘણા કેસમાં આરોપી સાબિત થઇ ચુક્યા છે અને સજા પણ ભોગવી રહ્યા છે. એવામાં પાકના પૂર્વ રાષ્ટ્રપતી અને તેમની બહેન ફરીયાજ તાલપુરના વિરોધમાં મની લોન્ડ્રીનો કેસ દાખલ થયેલો છે અને તેમણે દેશની બહાર જવા પર રોક લગાવવામાં આવી છે. પાકિસ્તાન ભ્રષ્ટાચાર સામે લડી રહ્યું છે.

બીજી બાજુ પાકિસ્તાન આંતરાષ્ટ્રીય આતંકવાદનો જન્મદાતા બની ગયું છે. દુનિયાભરના મુખ્ય આતંકવાદના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે. અમેરિકા પર ૯/૧૧ ના આતંકી હુમલાના પ્રમુખ ઓસામા-બિન-લાદેનને પણ પાકિસ્તાનમાં આશ્રય આપવામાં આવ્યો હતો. પુલવામાં થયેલા આતંકી હુમલાને પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદે કર્યો હતો. ઇમરાન ખાને સત્તા સંભાળ્યા પછી કહ્યું હતું કે તે સૌથી પહેલા જનતાના પ્રશ્નોનું નિરાકરણ કરશે અને પછી દેશમાં સુધારા કરશે, પણ અજી સુધી પોતાના આઠ મહિનાના કાર્યકાળમાં નિષ્ફળ રહ્યા છે. જોવાનું એ છે કે થોડાક દિવસોમાં પાકિસ્તાનની પરિસ્થિતિમાં શું સુધારો આવે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment