ઢાબા સ્ટાઈલ દાલ તડકા કેવી રીતે બનાવશો ?

63

હવે ઘરે બનાવો પંજાબના ઢાબા જેવી દાલ તડકા, આમ જોયે તો પંજાબની કેટલી બધી સારી ડીશ છે, એમાંથી એક આ દાલ તડકા પણ છે. અને આ દાલ તડકા બહુજ ટેસ્ટી અને પોષ્ટિક પણ છે. આને તમે ગમે તે ટાઇમ પર તમે બનાવી શકો છો, સવારના નાસ્તામાં, બપોરના લંસમાં અથવા તો સાંજે ડીનરમાં પણ બનાવી શકો છો. દાલ તડકા બનાવી બહુ જ આસન છે. અને દાલ આપણે કેટલી રીતથી બનાવી છીએ. તો ચાલો આજે આપણે પણ જાણીએ કે ઢાબા સ્ટાઈલ દાલ તડકા કેવી રીતે બનાવાઈ છે. એને બનાવા માટે કઈક આવી સામગ્રી જોશે.

સામગ્રી :

તુવેર દાલ ૩/૪ કપ, પાણી ૩૧/૨ કપ, ઘી અથવા માખણ ૨ ચમચી, સરચો ૧ ચમચી, સુકેલા લાલ મરચા ૧ ચમચી, કરી લિક્સ ૮ થી ૧૦ પતા, હિંગ ૧ ચપટી, ડુંગળી ૧ કાપેલી, લીલા મરચા ૨ નંગ (વચ્ચેથી કાપેલા), આદુ લસણની પેસ્ટ ૧ ચમચી, હળદર ૧ ચમચી, કાશ્મીરી લાલ મરચા પાવડર ૧ ચમચી, જીરું પાવડર ૧ ચમચી, ટામેટા ૨ નંગ (કાપેલા), નમક સ્વાદ અનુસાર, ગરમ મસાલા ૧ ચમચી, કોથમીર કાપેલી, કસ્તુરી મેથી ૧ ચમચી,

બનાવવા માટેની વિધિ :

૧) સૌથી પેલા દાળને પાણીમાં ધોઈ લો અને પછી તેને પ્રેસર કુકરમાં નાખો.

૨) પછી એમાં ૩ કપ જેટલું પાણી નાખી અને થોડું નમક નાખી એને ધીમા ગેસ પર પર બફાવા દયો આશરે ૫ પ્રેસર કુકરની સીટી વાગે ત્યાં સુધી.

૩) પછી બીજી બાજુ એક કઢાઈ ગેસ પર રાખો અને તેમાં ઘી નાખો. અને તેમાં જીરું, સુકા લાલ મરચા, હિંગ, અને કરી લિવ્સ નાખીને તેને મિક્ષ કરો.

૪) પછી તેમાં કાપેલી ડુંગળી નાખો અને તેને થોડી વાર માટે તેને છેકાવા દયો.

૫) પછી તેમાં આદુ લસણની પેસ્ટ, હળદર, લાલ મરચા પાવડર, અને જીરું પાવડર નાખીને તેને મિક્ષ કરો.

૬) અને પછી તેમાં ટમેટા નાખીને તેને સારી રીતે પકાવો.

૭) હવે બાફેલી દાળને એક વાર હલાવીને તેને એક કડાઈમાં નાખો

૮) અને તેમાં અડધો કપ પાણી નાખીને તેને ૫ મિનીટ સુધી પકાવો.

૯) પછી તેમાં ગરમ મસાલો, સ્વાદ અનુસાર નમક અને કસ્તુરી મેથી નાખો.

૧૦) પછી તેને એક બાઉલમાં નાખો અને ઉપરથી તેમાં કોથમીર નાખો. અને હવે અમારી ઢાબા સ્ટાઈલ દાલ તડકા તૈયાર છે.

સુસના :

દાળને પ્રેસર કુકરમાં સારી રીતે પકાવો, દાલ તડકા ને ફ્રાય કરવા માટે તેમાં ઘી કે માખણ નો ઉપયોગ કરો, અને દાલ વધારે ઘાટી લાગે તો તેમાં થોડું પાણી નાખી શકો છો.

મને વિશ્વાસ છે કે તમને આ રેસીપી પસંદ આવી હશે અને જો તમને કઈ પ્રશ્ન છે તો તમે કોમેન્ટ બોક્ષ માં પૂછી શકો છો અને જો બીજી કોઈ રેસીપી માટે જાણવું હોય તો જોકે અમે હજુ લખ્યું નથી તો તમે કોમેન્ટ બોક્ષ માં પૂછી શકો છો અને અમે આગળની રેસિપીઓ તમને જણાવીશું

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment