ચીને બનાવી દુનિયાની પહેલી સુતી ગગનચુંબી ઈમારત, ૨૭ હજાર કરોડ રૂપિયાનો થયો ખર્ચ. જાણો આ અજબની ઈમારત વિષે…

16

ચીન હંમેશા નવા નવા પ્રયોગ કરીને દુનિયાભરમાં છવાયેલ રહે છે. એક વખત ફરી આ દેશએ ઇન્જીનિયરીંગનો એક શાનદાર નમૂનો હાજર કર્યો છે, જેને જોઇને દુનિયા આશ્ચર્યમાં છે. વાત એવી છે કે, ચીનએ એક એવી બહુમાળી ઈમારત બનાવી છે, જે સુતેલી લાગે છે. આ ગગનચુંબી ઈમારતને ૪ બિલ્ડીંગો ઉપર બનાવામાં આવી છે.

ચીનના આ પ્રોજેક્ટનું નામ ચોંગકિંગ છે. એમ સામાન્ય રીતે કોઈપણ ગગનચુંબી ઈમારત વર્ટિકલ બનાવામાં આવે છે, પરંતુ આ ઈમારત એક અજુબા છે કેમકે આ હોરીજોન્ટલ રૂપથી બનાવમાં આવી છે.

આ ગગનચુંબી ઈમારત ૨૫૦ મીટર લાંબી છે. આ ઈમારતની વિશેષતા એ છે કે એમાં ૧૪૦૦ રહેણાંકના એપાર્ટમેન્ટસ છે, જ્યારે એમાં એક લક્ઝરી હોટલ અને ૧.૬૦ લાખ ચોરસમીટરનો મોટો ઓફિસ સ્પેસ પણ છે. જો કે આ હજુ સુધી સંપૂર્ણ રીતે તૈયાર નથી.

આ ઈમારતની ડીઝાઈન ચીનની પારંપરિક હોડીની જેમ રાખવામાં આવ્યો છે. આ ઈમારતની ઉપરથી યાંગ્ટજી અને જિયાલિંગ નદીઓનો સંગમ  પણ  જોઈ શકાય છે. આ ઈમારતને ‘ક્રિસ્ટલ’ નામ આપવામાં આવ્યું છે.

સુતેલી આ બહુમાળી ઈમારતનું નિર્માણ એશિયાની સૌથી મોટી રીયલ અસ્ટેટ કંપનીઓમાંથી એક કૈપીટાલેંડએ કહ્યું છે. એને બનાવમાં ૬ વર્ષનો સમય લાગ્યો છે અને એમાં ૨૭ હજાર કરોડ રૂપિયા ખર્ચાયા છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment