ડીજીટલ ડીવાઈસની રોશની તમને કરી શકે છે અંધ

18

મોટા ભાગના લોકો આજે પોતાનો મોટા ભાગનો ફાલતું સમય મોબાઈલ અને લેપટોપ પર જ પસાર કરે છે. પરંતુ તેઓ જાણતા નથી કે તે બાબત તેના માટે ખુબજ ખતરનાક સાબિત થઈ શકે છે. આ ડીજીટલ ડીવાઈસમાંથી નીકળતો નીલા રંગનો પ્રકાશ અંધત્વનું કારણ બની શકે છે. સંશોધન કર્તાઓએ એક અભ્યાસને અંતે આ નિષ્કર્ષ તારવ્યો છે. સમાચાર એજન્સી સિન્હુઆના એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાની યુનીવર્સીટી ઓફ ટોલેડોમાં કરવામાં આવેલ એક શોધ અનુસાર એકધારા નીલા પ્રકાશમાં સામે બેસી રહેવાથી આંખોની રોશની માટે સંવેદનશીલ કોશિકાઓમાં ઝેરી અણુઓ ઉત્પન થઇ શકે છે. જેસ્પોટેડ વિઘટન માટે કારણરૂપ બની શકે છે.

અમેરિકામાં અંધત્વ માટેના મુખ્ય કારણોમાનું આ એક કારણ છે.યુનીવર્સીટીના રસાયણ અને જૈવ રસાયણ વિભાગના સહાયક પ્રોફેસર અજીત કરુણાથન કહે છે કે, “આ કોઈ રહસ્ય નથી કે નીલા રંગનો પ્રકાશ તમારી આંખોની જોવાની ક્ષમતાને નુકશાન પહોચાડે છે. અને આંખની રેટીનાને નુકશાન પહોચાડે છે. આ વાત જગ જાહેર અને જાણીતી છે. પરંતુ લોકો તેની નોંધ ગંભીરતાથી લેતા નથી.”

અમેરિકાની યુનીવર્સીટી ઓફ ટોલેડોમાં કરવામાં આવેલ એક શોધ અનુસાર તેના અભ્યાસમાં શોધ દરમ્યાન જાણવા મળ્યું છે કે આવું શા માટે થાય છે સ્પોટેડ વિઘટન માટેનું મુખ્ય કારણ ફોટો રીસેપ્ટર કોશીકાઓનુ મૃત થવાની બાબત  છે, આ ફોટોરીસેપ્ટર કોશિકાઓ પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય છે.

અમને વિશ્વાસ છે કે આ અભ્યાસ દ્વારા જે માહિતી મળશે તેનાથી તે બીમારીને રોકવા માટે તેની દવાઓ બનાવવામાં મદદ મળશે. અને નવા પ્રકારના આંખના ટીપા પણ બનાવી શકાશે. જે નીલા પ્રકાશ સામે આંખોની રેટીનાનું રક્ષણ કરશે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment