દિલ્લીમાં રસ્તા પર દિનદહાડે ગેંગવોર, કારણ છે જૂની દુશ્મની…

6

વિકાસ દલાલ દિલ્લીના કુખ્યાત ગેંગસ્ટર મંજીત મહાલ ગુનાખોર હતો, જે જેલમાં બંધ મંજીતના ઈશારે જેલની બહાર તેના બધા જ આડાઅવળા ધંધાની જવાબદારી સંભાળતો હતો, જયારે પ્રવીણ ગેહલોત અપરાધની દુનિયામાં પોતાની એક અલગ ઓળખાળ ધરાવે છે.

દિલ્લીમાં દરરોજની જેમ એ રોડ પર ટ્રાફિક હતું. દિવસનો સમય હતો. પગપાળા ચાલનારની સંખ્યા પણ વધુ હતી. ત્યારે રસ્તા વચ્ચે ચાલતા ટ્રાફિકની વચ્ચે અચાનક થોડાક છોકરાઓ ગાડીમાંથી નીકળ્યા અને બીજી ગાડીને રોકી દે છે. તે ગાડી સાથે આવનારી પાછળની બધી જ ગાડીઓ ઉભી રહી જાય છે. રસ્તાની સાઈડમાં પીસીઆર વેન પણ ઉભી છે. પરંતુ આ બધાથી ભયભીત થયા વગર ગાડીમાંથી નીકળેલા છોકરાઓએ અચાનક બંદુક કાઢી અને ગોળીઓ વરસાવવાનું શરુ કરી દીધું.

રસ્તા વચ્ચે ગોળીબાર જોઇને પહેલીવારમાં જોતા તો વિશ્વાસ કરવો જ મુશ્કેલ હતું. જોનારને આ કોઈ ફિલ્મના શુટિંગ જેવું પણ લાગી શકે છે. પરંતુ કોઈ રસ્તા વચ્ચે સેકડો આંખોની સામે, કાયદાથી ભયભીત થયા વગર જો કોઈ પર આ રીતે ગોળીઓ વરસાવે તો માત્ર ડરીને જોવાનું જ રહ્યું. પછી થથરતા હાથે કોઈએ આ ઘટનાનું પોતાના ફોનથી શૂટ કરવાનો પ્રયત્ન કર્યો, જેથી કાલે જયારે આ ફોટાઓ સામે આવે, તો કોઈ પણ માટે આ વાત પર શંકા કરવાનું કોઈ કારણ ન વધે.

પરંતુ હકીકત એ છે કે દિલ્લીના ગેંગવોરમાં જે પણ થઇ જાય એ ઓછું છે. આ વાતમાં એક બીજાના કટ્ટર વિરોધી ગેંગસ્ટર એબીજા સાથે ભીડાય છે, પરંતુ તારીખો પુરાવા છે કે દિલ્લીના ગેંગસ્ટર ઘણીવાર દુશ્મનીમાં એટલા આગળ વધી જાય છે કે પોતાના દુશ્મનની સાથે તેના નિર્દોષ પરિવારને ઉપર પણ ગોળીઓ વરસાવતા અચકાતા નથી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment