દીપિકાના સ્વાગત માટે જગમગતી સુંદર લાઈટોથી શણગારવામાં આવ્યું છે રણવીરનું ઘર

79

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની બધી જ રીત રીવાજ પૂરી થયા બાદ બંનેએ ગુરુવાર સાંજે ઇન્સટાગ્રામ પર તસ્વીરો પોસ્ટ કરી હતી. આ તસ્વીરો સામે આવ્યા બાદ હવે રણવીર સિંહનું મુંબઈ સ્થિત ઘરની તસ્વીરો વાયરલ થઇ રહી છે. દુલ્હા દુલ્હનના સ્વાગતમાં રણવીરના ઘર પર તૈયારીઓ એકદમ જોરશોરથી નજરમાં આવી રહી છે. ઘરની બહાર અને તેની સોસાયટી એકદમ સુંદર લાઈટોથી શણગારવામાં આવી  છે. રણવીર સિંહનો આ બંગલો મુંબઈમાં બાંદ્રા વિસ્તારમાં આવેલ છે.

દીપિકાએ પહેરી હતી ગોલ્ડન કાંજીવરમ સાડી

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની પહેલી તસ્વીરો ગુરુવારે સામે આવી હતી. પહેલી તસ્વીર બુધવારે થયેલ કોકણી રીત રીવાજ મુજબ લગ્નની હતી. એમાં રણવીર સફેદ પારંપરિક પરિવેશમાં નજરે આવ્યો હતો અને દીપિકાએ ગોલ્ડન કલરની કાંજીવરમ સાડી પહેરી હતી. એ પછી બીજી તસ્વીરો ગુરુવારે થયેલ સિંધી રીત રીવાજ મુજબ લગ્નની હતી. એમાં દીપિકા અને રણવીરે સબ્યસાચી મુખર્જી દ્વારા ડીઝાઇન કરેલા લાલ કલરના ટ્રેડીશનલ આઉટફીટ પહેરીયા હતા. આની સાથે બંને હેવી જ્વેલેરી પેહેરેલા નજરે પડતા હતા.

પહેલું રિસેપ્શન ૨૧ નવેમ્બરે બેગલુંરુંમાં

૧૮ નવેમ્બરે રણવીર અને દીપિકા ભારત પરત ફરશે. એ લોકોનું પહેલું રિસેપ્શન ૨૧ નવેમ્બરે બેગલુંરુંમાં થશે. અને ત્યાર બાદ બીજું રિસેપ્શન મુંબઈમાં ૨૮ નવેમ્બરે રાખવામાં આવ્યું છે. જેમાં બોલીવુડની કેટલીક મહાન હસ્તીઓ પહોચે તેવી સંભાવના છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment