ડિપ્રેશનથી થાય છે ભૂલવાની ગંભીર બીમારી

26

આમ જુઓ તો ડીમેશીયાની બીમારી જો કે ખરેખર તો આ એક બીમારીનું લક્ષણ છે. આ બીમારીમાં લોકો ચીજ વસ્તુઓને કે વ્યક્તિને ભૂલી જાય છે. ત્યાં સુધી કે તે દરરોજના સામાન્ય નાના મોટા કામ પણ તેને યાદ રહેતા નથી, તે ભૂલી જાય છે. બોલવામાં તકલીફ થાય છે. જમતી વખતે તેઓ ભોજનને સારી રીતે ચાવીને જમી શકતા નથી. ચાલવામાં મુશ્કેલી થાય અને ક્યારેક સ્વભાવ આક્રમક થઇ જાય છે, આવા લક્ષણો ડીમેશીયામાં જોવા મળે છે.

ડીપ્રેશનથી તમે ફક્ત બીમાર જ પડી શકો છો એવું નથી પણ તેનાથી સમયની પહેલા તમારું મગજ પણ “વૃધ્ધ” થઇ જાય છે. એટલુજ નહિ પણ ડિપ્રેશનથી કદાચ ડીમેશીયા થવાનું જોખમ કે શક્યતા પણ ખુબજ વધી જાય છે. આ બાબત એક સંશોધનમાં સામે આવી હતી. આ સિવાય ડીપ્રેશનની કારણ વગરની દવાઓ વધારે લેતી વ્યક્તિઓમાં ડીમેશીયા થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. પછી ભલે આ દવાઓ વ્યક્તિ દ્વારા તેને આ બીમારીની જાણ થયાના 5 કે10 વર્ષ પહેલા કેમ ન લેવામાં આવી હોય !

આ રીસર્ચના અભ્યાસ સિવાય ડીમેશીયાથી બીમાર 65 વર્ષની ઉમરથી વધારે ઉમરના 40,770 દર્દીઓ, અને ડીમેશીયાથી બીમાર ન હોય તેવા 2,83,933 દર્દીઓની રોગ નિવારક સારવારનો રીપોર્ટ તપાસવામાં આવ્યો ત્યારે શોધી કાઢવામાં આવ્યું કે તેમને આ બીમારી નહોતી. તેના માટે તેમણે રેકોર્ડમાં રહેલા 2 કરોડ 70 લાખ રોગનિવારક સારવારના રિપોર્ટનું વિશ્લેષણ કરવામાં આવ્યું. તેમને આવા દર્દીઓમાં ડીમેશીયાની વ્યાપકતા વધારે જોવામાં આવી હતી જેને એન્ટીડિપ્રેસન્ટ, મૂત્રાશય અને પાર્કિન્સન બીમારી સાથે સંકળાયેલ એન્ટીકોલીનેર્જીક દવાઓના ઉપયોગની સલાહ આપવામાં આવી હતી.

અમેરિકાની ઇન્ડીયાના યુનિવર્સીટીના નોલ કૈમ્પબેલ કહે છે કે એન્ટીકોલીનેર્જીક એવી દવા છે કે તે નર્વસ સીસ્ટસ્મ એસીટાઈલકોલીનને અવરોધે છે. અને તેને પહેલાના જ્ઞાન સંબંધી વિકારનું સંભવિત કારણ માનવાનાં સંકેત મળતા રહે છે. નોલ કૈમ્પબેલ આ ઉપરાંત કહે છે કે આ અભ્યાસ એવી દવાઓના લાંબા સમય સુધી તેનો પ્રભાવનો અંદાઝ કરવામાં અને ડીમેશીયાની જાણ થવાના કેટલાય વર્ષ પહેલા થવાના નુકશાનને દર્શાવવા માટે પૂરતું છે. ડીમેશીયાના લક્ષણ કેટલાય રોગોના કારણે થઇ શકે છે. અને આ બધા રોગ મગજને નુકશાન પહોચાડે છે.

ડીમેશીયા થવાનું કારણ શું છે ?

હાલમાં થયેલા છેલ્લા અભ્યાસ મુજબ ધુમ્રપાન અને શરાબનું વધારે સેવન કરવાથી જીવનભર માટે ડીમેશીયા થવાનું કારણ બની શકે છે. આ સાથે ડીપ્રેશનની દવાઓનો વધારે પડતો ઉપયોગ કરવાથી પણ ડીમેશીયા થવાનો ખતરો કે જોખમ ઉભું થઇ શકે છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment