દિવાળી પર ઘરને સજાવવાના બજેટમાં આઈડીયાઝ

29

દિવાળીમાં ઘરને સજાવવા માટે એમ તો ઘણીબધી વસ્તુઓ ઉપલબ્ધ છે પરંતુ જો તમે બજેટમાં ઘર સજાવવા માંગો છો તો અમે તમને કહીશું એવી જ વસ્તુઓ વિશે.

દિવાળીની તૈયારીઓ સાથે જ શરૂઆત થાય છે સાફ-સફાઈ અને સજાવટનું કામ. પહેલા જયારે લોકો પાસે સજાવટના નામ પર ખાલી દીવા જ હતા આજે એટલી વસ્તુઓ ઉપલબ્ધ છે જેને તમે ઘરને સજાવામાં ઉપયોગ કરી શકો છો. અને સૌથી સારી વાત એ છે કે ઘરની સાઈઝ અને બજેટને જોઈને પસંદ કરી શકો છો. ઇન્ટીરીયર ડેકોરેટર મીનું સિહ સાથે આ બાબતે વાત-ચીત કરી, જેમણે આટલા બધા ડેકોરેશનના આઈડીયાઝ આપ્યા જે તમને પણ ગમશે. તો ચાલો જાણીએ આના વિશે..

અલગ અલગ રીતે ઇલેક્ટ્રિક લાઈટથી સજાવો

માર્કેટ્સમાં દરેક પ્રકારની લાઈટ્સ ઉપલબ્ધ છે. જેનાથી દિવાળીના તહેવાર પર ઘરને સજાવી શકાય છે. નાની-મોટી, ઓછી અને વધારે અજવાળાવાળી આ લાઈટ્સને પોતાના ઘરના હિસાબથી પસંદ કરો જેનાથી સજાવટ પછી એ ઓવર ન લાગે પરંતુ સોવર લાગે. જાણીએ આ અલગ અલગ વેરાયટીવાળી લાઈટ્સ વિશે.

વધારે બજેટમાં આ લાઈટ્સથી સજાવો પોતાનું ઘર એલ ઇ ડી સિલ્વર લાઈટ્સ

આ પ્રકારની લાઈટ્સથી દિવાળીમાં ઘરને સજાવી શકો છો. કલરફૂલ એલ ઇ ડી લાઈટ્સ આખા ઘરને રોશન કરવા માટે ઘણી છે. પરંતુ જેટલી સુંદર લાગે છે એટલા જ નાજુક હોય છે. તો જરાક ધ્યાનથી આને લગવા અને રાખવા.

સેટેડ કલર ચેન્જીંગ કેન્ડલ્સ

આ કેન્ડલ્સને સળગાવ્યા વિના પણ તમે તમારા ઘરને કરી શકો છો ઉજ્જવળ. જી હા, કેમકે આ રીમોટ કન્ટ્રોલ અથવા ઇલેક્ટ્રિક હોય છે. અને હા આમાં કલર બદલવાનો પણ ઓપ્સન હોય છે. જે તમારા હોમ ડેકોરેશનને બનાવે છે વધારે સુંદર.

ફાનસ

ફાનસથી ઘરને સજવાનું કામ પહેલા પણ કરવામાં આવતું હતું અને આજે પણ કરવામાં આવે છે. દિવાળીમાં ઘરને ટ્રેડીશનલ લુક આપવા માંગો છો તો ફાનસ આના માટે બેસ્ટ રહેશે. કપડા અને કાગળથી બનેલા ફાનસ દિવાળી પછી પણ ઘરને સજાવામાં ઉપયોગ કરી શકાય છે.

પ્લાસ્ટિક લાઈટ્સ

ફૂલ, ફળ અને બીજા પણ અલગ અલગ શેપ અને સાઈજમાં ઉપલબ્ધ આ લાઈટ્સ સજાવટ માટે છે બેસ્ટ ઓપ્શન. એવું એટલા માટે કે દિવસના સમયમાં લાઈટ ન થવાથી પણ આ એટલી જ સુંદર લાગે છે જેટલી રાતના સમયે લાઈટ કર્યા પછી.

ગ્લાસ ફાનસ

કાગળ અને કપડાવાળા ફાનસથી અલગ ગ્લાસ ફાનસમાં પણ એક બલ્બ હોય છે પરંતુ આમાંથી નીકળનાર પ્રકાશ આખા ઘરને જગમગાવી દે છે. ખાલી એક ગ્લાસ ફાનસ જ કાફી છે આખા ઘરને સજાવા માટે.

ગોલ્ડન સ્ટ્રીંગ લાઈટ

ગોલ્ડન સ્ટ્રીંગ લાઈટ્સથી તમે પોતાના ઘરને ઘણી અલગ અલગ રીતે સજાવી શકો છો. ઘર નાનું હોય કે મોટું, આ લાઈટ્સ દરેક જગ્યાએ માટે પરફેક્ટ છે. ઘર સિવાય આ લાઈટ્સ તમે મંદિર અને બહાર ઝાડવાઓ પર પણ સજાવટ કરી શકો છો.

ઓછા બજેટમાં ઘરને સજાવાનો શ્રેષ્ઠ ઓપ્શન

જો તમારું ઘર નાનું છે અને બજેટ પણ ઓછું છે તો દીવડા, રંગોળી અને મીણબતીનો ઓપ્શન છે જેનાથી તમે તમારા ઘરને આપી શકો છો નવો અને સુંદર લુક.

દીવડાથી સજાવો પોતાનું ઘર

દિવાળીમાં દીવડાથી ઘરને સજાવાનો રીવાજ પહેલેથી જ છે. જયારે ૧૪ વર્ષ પછી ભગવાન રામ અયોધ્યા આવ્યા હતા ત્યારે નગરના લોકોમાં આખા નગરને દીવડાથી જ સજાવ્યું હતું. જે આજે પણ ટકી રહ્યું છે. ઓછા બજેટમાં ઘરને સજાવા માટે દીવડા સૌથી સારો ઓપ્શન છે.

કલરફૂલ રંગોળી

અલગ અલગ પ્રકારના રંગોથી રંગોળી બનાવીને પણ તમે ઘરને સુંદર બનાવી શકો છો. રંગો સિવાય ફૂલો અને દીવડાઓનો પણ ઉપયોગ કરી શકાય છે. ઘણી જગ્યાએ પીસેલા ચોખા અને હળદરથી પણ રંગોળી બનાવાનો રીવાજ છે.

ફ્લોટિંગ મીણબતી

ફ્લોટિંગ મીણબતી પણ ઘરને ચાર ચાંદ લગાવનું કામ કરે છે. આને તમે ઘરના સેન્ટર ટેબલ, કોર્નર ટેબલ અથવા ડીનર ટેબલ પર પણ સજાવી શકો છો. પાણીમાં તરતી નાની નાની મીણબતીઓથી ઘર ખરાબ પણ નથી થતું.

ફૂલોથી સજાવો

ગેંડા, ગુલાબ અને ચમેલીના ફૂલોનો ઉપયોગ તમે દિવાળીની સજાવટમાં કરી શકો છો. રંગોળીથી લઈને તોરણ અને ફ્લોટિંગ કેન્ડલની જગ્યાએ તમે બાઉલમાં પાણી ભરી એમાં ફૂલ રાખીને ઘરના જે ખૂણામાં સજાવું હોય ત્યાં સજાવો.

ઘરના દરવાજા પર તોરણથી સજાવટ

દિવાળીમાં ઘરની અંદર જ નહિ પરંતુ આજુ-બાજુની જગ્યાઓને પણ સજાવામાં આવે છે જેમાં પ્રવેશ દ્વાર ખાસ હોય છે. જેને અલગ-અલગ રીતના તોરણોથી સજાવામાં આવે છે. ફૂલ, પાંદડાઓ અને કલરફૂલ કાગળથી બનેલા તોરણ સુંદરતાની સાથે શુભ પ્રતિક પણ હોય છે.

લેખન અને સંકલન : નયન પ્રજાપતિ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment