માઇક્રોવેવનો ઉપયોગ કરતી વખતે શું ધ્યાનમાં રાખશો? વાંચો અને શેર કરો…

139

“માઇક્રોવેવનો ઉપયોગમાં આટલું ધ્યાન રાખો”

DO :

1.) બટરને ઓગળવા માટે થોડીક જ સેકન્ડ માટે મુકો.

2.) પાપડને શેકવા હોય તો ૩ થી ૪ પાપડની થપ્પી મૂકી ૧ મિનીટ માટે માઈક્રો હાઈ કરો.

3.) તળેલા પાપડનો ટેસ્ટ જોય્તો હોય તો પાપડની બન્ને બાજુ તેલ લગાવી લેવું અને બટર
પાપડ બનાવવા માટે બન્ને બાજુ બટર લગાવી દેવું.

4.) દૂધ ગરમ કરવું હોય તો ૧ લીટર દૂધને ઊંડા બાઉલમાં રેડી ૪ મિનીટ માટે માઈક્રો હાઈ પર
મુકો અને ઉકાળવું હોય તો ૫ થી ૬ મિનીટ માટે મુકો.

5.) ખાખરા બનાવવા માટે ૪ રોટલીને ખુલ્લી જ માઇક્રોવેવમાં ૨ મિનીટ માટે હાઈ પર મુકો. પછી
૨ મિનીટનો સ્ટેન્ડિંગ ટાઈમ આપવો.

6.) ઘી બનાવવા માટે ૧ કપ માખણને પહેલા ૮ મિનીટ માઈક્રો મીડીયમ કરો અને પછી ૨ મિનીટ
માઈક્રો લો કરો. ૨ મિનીટ સ્ટેન્ડિંગ ટાઈમ આપો.

7.) વેફરને તળવા માટે તેમની પર તેલ લગાવી થપ્પી કરી મુકો અને માઈક્રો હાઈ પર ૨ થી ૩ મિનીટ
માટે મુકો. સમય વેફરની જડાઈ અને સંખ્યા પ્રમાણે બદલાઈ શકે છે. આ જ રીતે પાતળા મઠીયા પણ
તળી શકાય છે.

8.) બટાકાને કૂક કરવા માટે ૨ મધ્યમ કદના બટાકાને ધોઈને ચપ્પા કે કાંટાથી ટોચીને કાણા કરેલી
પોલીથીન બેગમાં મૂકી બંધ કરી ૪ મિનીટ માટે માઈક્રો હાઈ પર મુકો.

9.) સમયનું ધ્યાન રાખો થોડી સેકન્ડ પણ વધારે થશે તો ખોરાક બળી જશે પણ જો ખોરાક કાચો હશે તો
ફરીથી મૂકી શકાશે.

10.) કોથમીર, ફુદીનો, મેથી વગેરેના તાજા પાન સૂકવવા માટે પાનને ધોઈ વધારાનું પાણી ઝાટકી પેપર
નેપકીન પર પાથરીને ૩ થી ૪ મિનીટ માટે માઈક્રો લો કરો.

11.) કૂક થઇ ગયા પછી ઢાંકણું અથવા પ્લાસ્ટિક રેપ ખોલતી વખતે સાચવવું વરાળથી દાઝો નહિ તેનું
ધ્યાન રાખવું.

12.) શાક રાંધતી વખતે ટુકડા સરખા જ રાખવા અને જો અલગ અલગ શાક અલગ અલગ સાઈઝના હોય તો
મોટા ટુકડા સાઈડમાં અને નાના ટુકડા વચ્ચે રાખવા.

DO NOT :

1.) માઇક્રોવેવમાં ધાતુ કે અલુંમીનીયુંમ ફોઈલનો ઉપયોગ ન કરવો. વળી ચાંદીના વરખ વાળી મીઠાઈ પણ
ન મુકાય.

2.) ખાલી માઇક્રોવેવ કોઈ પણ સંજોગોમાં ચાલુ ન કરવું.

3.) મીણના આવરણ વાળા કાગળનો ઉપયોગ પણ ટાળવો મીણ ઓગળીને ખોરાકમાં જશે.

4.) માઈક્રો ઓવનમાંથી ભાર કાઢેલા કાચના વાસણને તરત જ ઠંડી કે ભીની જગ્યા પર ન મુકો
આમ કરવાથી વાસણમાં તિરાડ પડી શકે છે.

5.) સુકા મસાલા કે સુકો મેવો માઈક્રો ઓવન પ્રૂફ કાચના વાસણમાં જ શેકવા પ્લાસ્ટિકમાં શેકવાથી
તેમાં ચોટી જશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment