ઈસ્ત્રી કરતા સમયે ક્યારેય ન કરતા આ 5 ભૂલો…

51
do-not-make-mistakes-at-the-time-of-ironing

આપણને રોજ ઈસ્ત્રીવાળા કપડા પહેરવાની આદત હોય છે. જેમાં કેટલાક લોકો બહાર લોન્ડ્રીવાળા પાસે કપડા ઈસ્ત્રી કરાવવા આપે છે, તો કેટલાક લોકો ઘરમાં જ જાતે ઈસ્ત્રી કરતા હોય છે. પણ જો તમને તમારા કપડાને રોજ ઈસ્ત્રી કરવાની આદત હોય તો, કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ બહુ જ જરૂરી છે. જલ્દી જલ્દીમા ઈસ્ત્રી કરતા સમયે લોકો હંમેશા એવી ભૂલો કરી બેસતા હોય છે, જેને કારણે કપડા બગડી શકે છે, પણ જો તમે થોડું ધ્યાન રાખો જો તમે તમારા કપડાનું આયુષ્ય વધારી શકો છો. આજે અમે તમને આવી જ ટિપ્સ આપીશું, જેનાથી તમે આરામથી ઈસ્ત્રી કરી શકો છો.

આર્યન ટેબલ પર ધાબળો ન રાખવોઅનેક લોકો ઈસ્ત્રી કરતા સમયે એક મોટી ભૂલ કરી બેસે છે. તે લોકો આર્યન ટેબલ પર એટલે કે કપડાની નીચે ધાબળો નથી રાખતા. જેના પર પણ કપડા પ્રેસ કરો, તે જગ્યા હંમેશા મુલાયમ હોવી જોઈએ. તેનાથી કપડા પર કરચલી પડતી નથી.

પાણી છાંટવુંકપડા પ્રેસ કરતા સમયે તેના પર હળવા હાથથી થોડા પાણીનો છંટકાવ હંમેશા કરવો જોઈએ. અથવા તો એવી ઈસ્ત્રી ખરીદો, જેમાં પાણી ભરી શકાય છે. આવું કરવાથી જ્યા સંકોચાયેલા કપડા તરત જ સીધા થઈ જાય છે. સંકોચાયેલા કપડાને ઈસ્ત્રી કરવામાં વાર પણ નથી લાગતી, અને વીજળીનું બિલ પણ બચે છે. પાણીવાળી ઈસ્ત્રી આજકાલ માર્કેટમાં સરળતાથી મળી જાય છે.

હીટ સેટિંગદરેક કપડાની પ્રકિૃત અલગ અલગ હોવાથી તેને અલગ અલગ પ્રકારના ગરમાવટની જરૂર હોય છે. જો નાજુક કપડા હોય તો તેનું ટેમ્પરેચર લો રાખવું, અને જો કડક અને જાડા કપડા હોય તો તેને હાઈ ટેમ્પરેચરની જરૂર પડે છે. તેથી ઈસ્ત્રી કરતા પહેલા તે અવશ્ય સેટ કરી લેવું. જો નાજુક કાપડ પર હાઈ હીટ કરશો, તો કપડા ઈસ્ત્રીને ચોંટી જશે, તેથી નાજુક કપડા પ્રેસ કરતા પહેલા હીટ સેટિંગ પર અચૂક ધ્યાન આપવું હિતાવહ રહેશે,

કપડાની સફાઈ પર ધ્યાન ન આપવુંકપડા પ્રેસ કરતા પહેલા અને બાદમાં આર્યન બોક્સને બરાબર સાફ કરી લેવું. ગંદા પ્રેસથી કપડા પર ડાઘ પડી શકે છે. તેમજ ઈસ્ત્રી કરતા પહેલા તેના નીચેની પ્લેટ ચોખ્ખી છે કે નહિ તે બરાબર ચેક કરી લેવું.

એકવારમાં જ ઈસ્ત્રી કરી લેવીજો તમને એક કરતા વધુ કપડાની ઈસ્ત્રી કરવાની છે, તો પહેલા થોડા કપડાને પ્રેસ કરો અને બાદમાં થોડી વાર બાદ બીજા કપડાને પ્રેસ કરો. તેનાથી તમે તમારા નાજુક કપડાને અલગ અલગ સેટિંગમાં પ્રેસ કરી શકશો.

જો તમે હવે ઉપર આપેલી ટિપ્સથી ઈસ્ત્રી કરવાનું રાખશો, તો તમારા કપડા લાંબા સમય સુધી ચાલશે. આ ટિપ્સને નહિ અનુસરો, તો તમારા કપડાને નુકશાન થઈ શકે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment