સાથળ પર ચરબીનો ભરાવો ઓછો કરવો છે? કરો ફક્ત એક કામ…

482
do-the-weight-loss-make-the-exercise

વજન વધવાને કારણે મહિલાઓની જાંઘની ચરબી વધી જાય છે જે કારણોસર બોડીનો શેપ બગડી જાય છે. ફેટ વધવાને કારણે જીન્સ તેમજ ટાઇટ કપડા પહેરવામાં અનેક ઘણી મુશ્કેલી પડતી હોય છે. બોડીને રિઅલ શેપમાં લાવવા માટે લેડીઝ તેમજ જેન્સ અનેક ગણી મહેનત કરતા હોય છે. આમ, જો તમે તમારી જાંઘ પરની ચરબીને ઝડપથી ઘટાડવા ઇચ્છો છો તો આજે અમે તમને કેટલીક એક્સેસાઇઝ જણાવીશું. જો તમે આ એક્સેસાઇઝ રેગ્યુલરલી કરશો તો તમને થોડા જ દિવસોમાં રિઝલ્ટ મળી જશે અને તમે જીન્સ જેવા ટાઇટ કપડા પણ આસાનીથી પહેરી શકશો.

સાઇક્લિંગજાંઘ પરની ચરબીને ઘટાડવા માટે સાઇક્લિંગ એક બેસ્ટ એક્સેસાઇઝ છે. આ એક્સેસાઇઝ કરવા માટે પીઠના બળ પર સુઇ જાઓ અને તમારા પગને 90 ડિગ્રી ઉપર લઇ જાઓ. ત્યારબાદ પગને સાઇક્લિંગની જેમ ચલાવો. આમ, એક મિનિટ સુધી આ એક્સેસાઇઝ કરો.જો તમે આ એક્સેસાઇઝ રેગ્યુલરલી કરશો તો તમારા જાંઘ પરની ચરબી ખૂબ જ જલદી ઓછી થશે. આ એક્સેસાઇઝ કરતી વખતે એક વાતનુ ખાસ ધ્યાન એ રાખો કે, જો તમને સાઇક્લિંગ કરતી વખતે કમરમાં દુખાવો થાય છે તો તરત જ આ કસરત કરવાની બંધ કરી દો અને થોડીવાર માટે સુઇ જાઓ.

લેગ સ્ટ્રેચલેગ સ્ટ્રેચ કસરત કરવાથી જાંઘ પરની ચરબી ખૂબ જ ઝડપથી ઓછી થઇ જાય છે. આ એક્સેસાઇઝ કરવા માટે સૌ પ્રથમ પગનેસીધા કરીને બેસી જાવો. હવે તમારા એક પગને ફોલ્ડ કરી બીજા પગના ઘૂંટણથીલગાવો. હવે બીજા પગથી તમારા હાથને સ્ટ્રેચ કરો. આ કસરત તમારે પાંચ મિનિટ સુધી કરવાની રહેશે. જો તમે આ કસરત રેગ્યુલરલી કરશો તો તમને એક જ મહિનામાં રિઝલ્ટ મળી જશે.

દોરડા કુદવાદોરડા કુદવાથી અકલ્પનીય રીતે વજનમાં ઘટાડો થાય છે અને સાથે-સાથે જાંઘ પરની ચરબી પણ ખૂબ જ ઝડપથી ઓછી થઇ જાય છે. શરીરના તમામભાગ ક્રિયાત્મક થાય છે.દોરડા કુદવાથી શરીરના તમામ અંગોને કસરત મળે છે જેનાથી શરીર એક શેપમાં વ્યવસ્થિત રીતે ઘટે છે. જો કે દોરડા કુદવાની કસરત આપણેત્યાં ખુબ જુની છે.

દોડવુદોડવાથીપણ જાંઘ પરની ચરબી ઓછી થઇ જાય છે. તમે દોડો ત્યારે બે હાથ આગળની દિશામાં રાખો.દર બે મિનિટે દોડવાની ઝડપ વધારો.જો કે તેમાં શ્વાસ લેવામાં થોડી તકલીફપડશે પણ તમારા મશલ્સથી લઈને પગના તળીયા સુધી શરીરનુ વજન ઉતરશે.

ડીપસ્ક્વેટ્સ
આ એક્સેસાઇઝ કરવા માટે સૌ પ્રથમ સીધા ઉભા રહો. હવે તમારા હાથને ચહેરાથી લગભગ 12 ઇંચ દૂર રાખો.ત્યારબાદ ઉંડો શ્વાસ લઇને ઘૂંટણને . ફોલ્ડ કરો. આ કસરતને આશરે 5 વખત કરો.આ કસરત કરતી વખતે ખાસ ધ્યાન એ બાબતનુ રાખો કે, જ્યારે તમે આ કસરત શરૂ કરો ત્યારે જો તમને શ્વાસ લેવામાં કોઇ તકલીફ પડતી હોય તરત જ આ કસરત કરવાની બંધ કરી દો. આમ, જો તમને ઘૂંટણની પણ તકલીફ હોય તો આ કસરત તમારે ત્રણવાર જ કરવી અને જો કસરત કરતી વખતે ઘૂંટણ વધારે દુખવા લાગે તો આ કસરત કરવાનું ટાળો.

લેખન સંકલન : નિયતી મોદી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

 

Leave a comment