શું તમે પણ ક્યાંક બહાર જમવા જાવ તો પેહલા સેલ્ફી લો છો? તો આ માહિતી તમારા માટે છે…

26

તમે પોતાની સેલ્ફી કેવી કેવી છે તેના પર ધ્યાન દઈને વિચારશો તો જાણવા મળશે કે તમારી મોટાભાગની સેલ્ફી તો જમતા વખતે ફૂડ સાથે લેવાયેલી છે. ભૂખે કન્ટ્રોલ કરતાપ હેલા ટેબલ પર પડેલા ખાવાની સેલ્ફી લેવાની અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનો એક ટ્રેન્ડ શરૂ થયો છે. પણ આવું કરનારા તમે એકલા નથી. 69 ટકા લોકો એવા છે, જે આવી સેલ્ફી લેતા હોય છે. જાણીએ આવા લોકો વિશે અને તેમના વિશે થયેલા એક રિસર્ચ વિશે…તાજેતરમાં થયેલું એક રિસર્ચ આ બાબતની પુષ્ટિ આપે છે કે, મિલેનિયલ એટલે કે જનરેશન વાય અને ઝેડ એટલે કે જે પેઢી ટેકનિક સાથે જોડાયેલી છે. તેમનું માનવું છે કે, જો કોઈ તસવીર નથી લીધી, તો મતલબ કે ઘટના જ નથી બની.એક રિસર્ચ સંસ્થા મારુ-મેચબોક્સે રિસર્ચ કર્યું છે. જેમાં 18માંથી 34 વર્ષના લોકોને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં જોવા મળ્યું કે, લગભગ બધા જ લોકોએ ખાતા પહેલા તસવીલ લઈને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરી અને બાદમાં જ ખાવાની શરૂઆત કરી.આવું કરવાથી રેસ્ટોરન્ટમાં બાકીના કસ્ટમર્સ પરેશાન થઈ શકે છે. ક્યારેક કેમેરાની ફ્લેશને કારણે અન્ય ગ્રાહકો ગુસ્સે થઈ જાય છે. આ જ કારણ છે કે, અમેરિકાના અનેક રેસ્ટોરન્ટ્સના માલિકોએ પોતાની રેસ્ટોરન્ટ્સમાં ઈન્સ્ટાગ્રામના ઉપયોગ પર રોક લગાવ્યો છે. જેથી ફોટો લેવાનું પસંદ કરનારા કસ્ટમર્સ સહજતાથી પોતાનું ખાવાનું ખાઈ શકે. અનેક રેસ્ટોરન્ટ્સના માલિક અને શેફ આ આદતનો વિરોધ કરી રહ્યા છે અને એન્ટી ઈન્સ્ટાગ્રામ ફૂડ બનાવવા પર જોર આપી રહ્યા છે.રેસ્ટોરન્ટ્સ માલિકો એટલા માટે ગુસ્સે થઈ રહ્યા છે કે, તસવીર સાથે તેમની હોટલનું ફૂડ અને ઈન્ટીરિયર પણ જગજાહેર થાય છે. ઘણા રેસ્ટોરન્ટ્સના માલિકો એટલા માટે ગુસ્સે થાય છે કે, ક્યારેક તેમના ઈન્ટીરિયરની ચર્ચા લોકો નેગેટિવ રીતે કરે છે. જેથી તેમના બિઝનેસ પર અસર પડે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment