ડ્રોન તસ્કરીનો ખુલાસો ચીન, પાકિસ્તાન અને મ્યાંમારથી તાર જોડાયેલા હતા, માસ્ટરમાઈન્ડ પકડાયો…

2

ડાયરેક્ટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ (ડીઆરઆઈ) એ ડ્રોનની તસ્કરીના એક આંતરરાષ્ટ્રીય રૈકેટની પોલ ખોલી નાખી છે. તેના માસ્ટરમાઈન્ડને અહમદાબાદથી પકડી પાડવામાં આવ્યો છે. સુત્રોનું જણાવવાનું કે આ રૈકેટના તાર ભારતની સાથે ચીન, પાકિસ્તાન અને મ્યાંમાર સુધી જોડાયેલા છે. 2017 થી ચાલી રહેલા રૈકેટ દ્વારા 10 હજાર કરોડ રૂપિયાથી પણ વધારે કીમતના ડ્રોન દેશમાં લાવવામાં આવ્યા.

રૈકેટનો ભાંડોફોળ થયા બાદ ડીઆરઆઈના હાથે ઉચ્ચ ટેકનીકી ક્ષમતાવાળા 85 ડ્રોન લાગેલા છે. બધા જ ડ્રોન ડીજેઆઈ મેવિક, ડીઝેઆઈ ફૈન્ટમ અને એમઆઈ બ્રાંડના છે. તે ઉપરાંત એક કરોડ રૂપિયાની કીમતના 27 ડીઝેઆઈ મેવિક એયર ફલાઈ મોરે કીટ, 34 ડીઝેનઆઈ રોનિન એસ હૈડ હેલ્ડ ગીંબલ સ્ટેબલાઇઝર્સ અને મિરરલૈસ કેમેરામાં પણ ડીઆરઆઈએ જપ્ત કરી લીધા છે.

ડ્રોનના નિકાસ માટે અલગ નિયમ.

ડીઆરઆઈનું જણાવવાનું કે ડ્રોનના નિકાસ માટે એક નક્કી પ્રક્રિયાનું પાલન કરવાનું હોય છે. તેની હેરાફેરીથી સરકારને ૩ કરોડ રૂપિયાનું નુકશાન થાય છે. તપાસ એજન્સીનું જણાવવાનું કે આ બધો સામાન અહમદાબાદના એયર કાર્ગો કોમ્પ્લેક્સથી ટેમ્પોમાં લઇ જતા ગિરફ્તાર કરવામાં આવેલા આરોપીની પલદી વિસ્તારમાં સ્થિત દુકાન પર લઇ જવામાં આવી રહ્યા હતા. બાદમાં છાપેમારીમાં ઘણો સંદિગ્ધ સમાન પકડી પાડવામાં આવ્યો છે.

પાકિસ્તાનની ફર્મે ચીનથી ડ્રોન મંગાવ્યા.

ડીઆરઆઈના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની એક ફર્મે ચીનની ફર્મને ડ્રોન તૈયાર કરવાનો ઓર્ડર આપ્યો હતો. ચીનની કંપનીએ તેને દક્ષીણ ચીનna યુનનાનમાં સ્થિત દેહાંગમાં વેયરહાઉસમાં મોકલ્યો. આ વિસ્તાર મ્યાંમાર બોર્ડરની નજીક છે. મ્યાંમારના તસ્કરોની જવાબદારી હતી કે ત્યાંથી તેને તસ્કરી દ્વારા પોતાના દેશમાં લઇ જાય.

અહમદાબાદ સુધી કેવી રીતે પહોચી ગયા ડ્રોન.

મ્યાંમારમાં તેને તમુ સુધી લઇ જવામાં આવે છે. જ્યાં તેને મોરેહના રસ્તા દરમિયાન ઇમ્ફાલ મોકલવામાં આવ્યું. તે દરમિયાન ડ્રોનની તસ્કરી માટે અલગ લગ પ્રકારના ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો. ઘરેલુ વિમાન સેવાના માધ્યમથી બધા ડ્રોન અને બાકીનો સમાન ઇમ્ફાલથી અમદાવાદ લાવવામાં આવ્યો. તપાસ દરમિયાન એયરપોર્ટ ઓથોરીટીએ જણાવ્યું કે આ બધો સામાન ઘરેલું જરૂરિયાતોથી જોડાયેલો છે.

રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો થઇ શકતો હતો.

અહમદાબાદથી તેને દેશના અલગ અલગ હિસ્સાઓમાં મોકલવામાં આવ્યા. ચિની કંપનીએ મુંબઈમાં હવાલાથી રકમની ચુકવણી અહમદાબાદના માસ્ટરમાઈન્ડને કરી. તપાસ એજન્સીનું જણાવવાનું કે ઉચી કાર્યક્ષમતાવાળા ડ્રોન કોઈ અંગત વ્યક્તિના હાથમાં જવાથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો થઇ શકે છે. રાષ્ટ્રવિરોધી તાકતો અને આતંકી સંગઠન તેનો ઉપયોગ જાસુસી અને તોડફોડમાં કરી શકે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment