દુકાનદારની હેવાનિયતનો થયો ખુલાસો, બાળકીઓ સાથે કરતો હતો અશ્લીલ હરકતો…

14

ઉત્તરી સરહદના દિલ્લીના નરેલા વિસ્તારમાં એક દરીંદાની ખરાબ હરકતોનો ખુલાસો થયો છે. આ બાબતમાં પોલીસે IPS ની ધારા ૩૫૪ અને પોસ્કોની હેઠળ બાબત નોંધીને ગુનેગારને પકડી લીધો છે.

દિલ્લી-હરિયાણા સરહદના નરેલા વિસ્તારમાં કરીયાણાની દુકાન ચલાવનારા એક વ્યક્તિની અશ્લીલ હરકતોનો ખુલાસો થયો છે. આરોપ મુજબ નરેલાના વાંકાનેર ગામના એક વ્યક્તિ દુકાન ચલાવવાના બહાને બાળકીઓ સાથે અશ્લીલ હરકતો કરતો હતો.

આ બાબતનો ખુલાસો ત્યારે થયો જયારે એક નીર્દોષે પોતાના પરિવારને પોતાના પર વીતેલી વાત કહી. તેના પછી જયારે બાળકીનો પરિવાર દુકાન પર પહોચ્યો તો આરોપી અને તેના પરિવારે હુમલો કરી દીધો. જગડો વધી જતા પોલીસ ત્યાં પહોચી અને દરીંદાને IPS ની ધારા ૩૫૪ અને પોસ્કો એક્ટ હેઠળ બાબતની ફરિયાદ નોંધીને ધરપકડ કરી.

પરિવારનો આરોપ છે કે નિર્દોષ બાળકીઓ દુકાન પર જયારે સામાન લેવા માટે જાય છે તો દરિંદો તેમની સાથે અશ્લીલ હરકતો કરે છે. વીતેલી રાતે એક બાળકીએ પોતાના પરિવારને આ ઘટના જણાવી અને તેના પછી બીજી ઘણી બાળકીઓ સામે આવી ગઈ. આ બધી બાળકીઓ અહી ત્રીજા ચોથા પાંચમાં અને છઠ્ઠા ધોરણમાં ભણનારી છે. ત્યારે આરોપીના પરિવારે આ બાબતમાં ખુલાસો કર્યો છે. પરિવારનું કહેવું છે કે આરોપી માનસિક સ્થિતિ સારી નથી. પરંતુ ખાસ વાત તો એ છે કે જે વ્યક્તિ પર આરોપ છે તે દુકાનથી પરિવારનું ભરણપોષણ કરે છે. એવામાં પ્રશ્ન થાય છે કે તે દુકાન કઈ રીતે ચલાવે છે.

જણાવી દઈએ કે બુધવારે નાબાલિક વિદ્યાર્થીની સાથે થયેલા રેપની બાબતમાં હરિયાણાની હિસાર કોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે. તેની હેઠળ આરોપીને છેલ્લા શ્વાસ સુધી જેલમાં જ રહેવું પડશે. સજા સિવાય આરોપી પર ૨ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જેમાંથી ૧.૭૫ લાખ રૂપિયા પીડિતાને આપવામાં આવશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment