દુનિયાના સૌથી મોંઘા શહેરમાં આ રીતે રહે છે લોકો, કબરથી પણ નાની જગ્યામાં બને છે મકાન…

19

મકાનની સાઈઝ મોટી છે તો વિસ્તારમાં ઈજ્જતની સાઈઝ પણ મોટી થઇ જાય છે. ઈજ્જત આપવાનો આ રીત શહેરોના વધતા આકાર અને મકાનોના નાના સાઈઝ સથે બદલતો જાય છે. જેમકે દિલ્હીના ૨ બીએચકે મકાનની વેલ્યૂ, ગામડાના ત્રણ મોટા મકાનથી વધારે થાય છે. મોટા શહેરોમાં લોકો નાના નાના ઘરોમાં એડજસ્ટ કરી લે છે પરંતુ આ જ લોકો જ્યારે ગામડામાં દુર સુધી ફેલાયેલી જમીન જુવે છે તો એના એક ટુકડા માટે માથાકૂટ કરી લે છે.

દુનિયાના સૌથી મોંઘા શહેરમાં પણ કઈક એવું જ છે, શહેર એટલું મોંઘુ થઇ ચુક્યું છે કે લોકો ત્યાં કબરના આકારના મકાનોમાં રહેવાથી પણ ગુરેજ કરતા નથી. ચાલો દેખાડીએ તમને હોંગકોંગની એવી જ થોડા ફોટાઓ જેને જોયા પછી તમને નાની ઝુપડી પણ મોટી લાગવા લાગશે.

બધું એક જ બેડ પર.

આ જગ્યા હોંગકોંગમાં છે અને આ ઘરોને કોફિન હોમ કહેવામાં આવે છે. અહિયાં કોલગેટ, કેલેન્ડર, પાણી, કલમ અને તમે ખુદ બધું એક જ બેડ પર છે. તમને પુરા પગ ફેલાવાની પણ જગ્યા નથી.

એક જ છે બાથરૂમ અને કિચન.

જ્યાં તમારું કિચન છે ત્યાં તમારું બાથરૂમ પણ છે, આ વાત વિચારવામાં જ કેટલી અજીબ છે પરંતુ અહિયાં લોકોની એવી મજબૂરી છે.

અહિયાં માણસ રહે છે કે પક્ષી અને મરઘી.

આ ફોટામાં દેખાતા પિંજરાઓના સામાન્ય રીતે મુરઘી અથવા પક્ષીઓ રાખવામાં આવે છે પરંતુ માણસ પણ આ જ પિંજરામાં રહેવા મજબૂર છે.

આ જ મજબૂરીમાં બાળકો પણ ભણે છે.

બાળકો પણ અહિયાં એ જ પરિસ્થિતિઓમાં ભણી રહ્યા છે, તે કદાચ એ આશાથી ભણી રહ્યા છે કે પોતાના ભવિષ્યને આ કોફિનમાંથી કાઢી શકે.

રંગબેરંગી ઘરોમાં ફીકી જિંદગી.

આ જ છે એ રંગબેરંગી બિલ્ડિંગ જેમાં આ કોફિન હાઉસ બનેલા છે જેમાં લોકોની જિંદગી નિરસ જેવી લાગે છે.

અમીરો માટે થોડીક સુવિધાઓવાળા કોફિન હાઉસ પણ રહેલા છે.

ઉપરનો ફોટો જોયા પછી આ કોફિન હાઉસ તમને ઘણું મોટું લાગી રહ્યું હશે, આમાં તો એક ડ્રોઈંગ રૂમ પણ છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment