દુનિયાના ૧૦ સૌથી ધનવાન અને ગરીબ દેશ, ચોથું અને આઠમું નામ તો ચોકાવી ઉઠે તેવું છે…

7

ક્યાં દેશને સૌથી અમીર દેશ કહી શકાય છે? તમે કહેશો કે ચોખ્ખી વાત છે, જે દેશમાં સૌથી વધુ પૈસા છે તે દેશ સૌથી અમીર કહેવાય છે, પરંતુ આ પ્રશ્નનો જવાબ એટલો સહેલો નથી. સૌથી અમીર દેશોની યાદી બનાવા માટે ઘણા બીજા રસ્તાઓ પસંદ કરવામાં આવ્યા છે. જેમ કે જીડીપી એટલે કે ઘરેલું ઉત્પાદનની સરખામણી કરવી.

જીડીપીનો અર્થ થાય છે કે કોઈ અર્થવ્યવસ્થા દર વર્ષે કુલ કેટલા સામાન અને સેવાનું ઉત્પાદન કરે છે. જો તમે કદના હિસાબથી જોવો તો વિશ્વ બેંકના મત મુજબ અમેરિકા અને ચીન સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. અને હવે જો આપણે તે ધનને ત્યાં રહેનાર લોકોની સંખ્યા સાથે ભાગો તો(જેને જીડીપી પર કેપીટા કહેવામાં આવે છે), તો અમીર દેશ લક્સજમબર્ગ, સ્વીત્ઝરલૅન્ડ અને મકાઓ હશે.

છતાં પણ ઉપર કરવામાં આવેલી બધી જ વાત સાચી છે, પરંતુ ઘણા અર્થશાસ્ત્રી અર્થવ્યવસ્થાનું સ્વાસ્થ્ય તપાસ કરીને તેના અમીર હોવાનું જાણી લે છે. તેના માટે તે જોવે છે કે ક્યાં દેશના લોકોની ખરીદવાની શક્તિ કેટલી છે. તેમજ તે એ પણ સમજવાની કોશિશ કરે છે કે તે દેશમાં અલગ અલગ નાગરિકોની ખરીદવાની શક્તિમાં સમાનતા કેટલી છે.

આ પદ્ધતિ અનુસાર, સિંગાપુર, બ્રુનેઇ અને કુવૈત, કતાર, મકાઓ અને લક્ઝમબર્ગ પછીના સૌથી અમીર દેશ છે. આ દેશો પછી સૂચિમાં યુનાઈટેડ અરબ અમીરાત, નોર્વે, આઈલેન્ડ અને સ્વીત્ઝરલૅન્ડ આવે છે. કતાર દેશ જે તેલ અને કુદરતી ગેસના વિશાળ ભંડારવાળો દેશ છે, કતાર સમૃદ્ધ દેશોની યાદીમાં ટોચ પર છે.

વીતેલા ઘણા વર્ષોથી કતારે અમીર દેશોની યાદીમાં પહેલું સ્થાન કાયમ રાખ્યું છે. તેમ છતાં, ૨૦૧૩ અને ૨૦૧૪ માં મકાઓ કતારથી આગળ નીકળી ગયું હતું, પરંતુ ૨૦૧૫ માં બીજીવાર તે બીજા સ્થાન પર આવી ગયું. મકાઓની અર્થવ્યવસ્થા મુખ્ય રૂપથી પર્યટન અને કેસીનો ઉધોગ પર નિર્ભર છે. ત્યારેજ યુરોપીય દેશ લક્સજમબર્ગનો આર્થિક વિકાસ નિવેશના પ્રબંધક અને પ્રાઈવેટ બેન્કોના ફાયદાથી થયો છે.લક્સજમબર્ગની ટેક્સ વ્યવસ્થા ઘણી નબળી છે આ કારણથી અહીયાની બેન્ક ઘણો નફો કરે છે.

ઊંડા અસમાનતાવાળા ૧૦ દેશો.

‘ગીની કોએફીશિએ’ અમીરી અને ગરીબીની વચ્ચેનો તફાવત જાણવાની એક રીત છે. તેનો સ્કેલ જીરોથી એકની વચ્ચે હોય છે. તેમાં જીરોનો અર્થ છે બધી જ રીતે અસમાન. તેમ છતાં આ પ્રકારે ટીકા કરવામાં આવે છે.

વિશ્વ બેન્કના આકડા મુજબ દક્ષીણ આફ્રિકા, હૈથી દુનિયાના સૌથી અસમાન દેશોની યાદીમાં શામેલ છે. આ દેશોની પછી કોલંબિયા, બ્રાજીલ, પનામા, ચીલી અને રવાંડા, કોસ્ટા રિકા અને મેક્સિકોનું નામ આવે છે.

લેટીન અમેરિકાની સાથે શું થઇ રહ્યું છે?

હકીકતમાં, લેટીન અમેરિકા અને કેરીબીરીયાઈ દુનિયાના સૌથી અસમાન ક્ષેત્ર છે. તેના પછી સબ-સહારા આફ્રિકાનું નામ આવે છે. અને ૧૦ અસમાન દેશોની યાદીમાંથી આઠ એક ક્ષેત્રના છે અને બે આફ્રિકી દેશ છે. તેની વચ્ચે વિશ્વ બેન્કના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે લેટીન અમેરિકાએ હાલના અમુક વર્ષોમાં અમીર અને ગરીબની વચ્ચેનો તફાવત ભરવા માટે સફળતા પ્રાપ્ત થઇ  છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment