દુનિયાના આ રહસ્યમયી સ્થળો જોઇને તમને નહિ થાય વિશ્વાસ, કે આ પૃથ્વી પર જ આવેલા છે !!!

19

દુનિયાની સાત અજાયબીઓ વિશે તો બહુ લોકોને ખબર હશે અને એના વિશે ઘણું વાંચ્યું અને સાંભળ્યું છે પરંતુ દુનિયામાં ઘણા એવા સ્થળ છે જે ખુબજ સુંદર અને આશ્ચર્યચકિત કરનારા છે. જ્યાં તમને જઈને એવો અનુભવ નહિ થાય કે તમે પૃથ્વી પર છો. ક્યાંક ફૂલોથી ભરેલ લેક તો કઈક બીજું. એવામાં તમે આ શ્રેષ્ઠ નજારાઓને જોઇને એક સુંદર યાદો ભેગી કરી શકો છો. આપણી ધરતી પહેલાથી જ ઘણી અદ્ભુત ક્લાકૃતિઓથી ભરેલ જ છે, પરંતુ છતાંપણ અહિયાં ઘણા એવા સ્થળો આવેલ છે જે આ દુનિયાને જ નહિ પરંતુ બીજા ગ્રહ જેવી અનુભૂતિ થાય છે. ચાલો તમને જણાવીએ કે આ સ્થળો દુનિયાના કઈ કઈ જગ્યાઓ છે.

વિશાળકાય હાથ

ચીલના પ્રસિદ્ધ મૂર્તિકાર મારિયોએ ચીલના એક સુંદર રેગિસ્તાનમાં આ વિશાળકાય હાથ બનાવ્યો છે કે જે સંપૂર્ણ રીતે એવું લાગે છે કે જેમ કે કોઈ બીજા ગ્રહ પર રહેનાર પ્રાણીનો હોય. આ કલાકૃતિ ચીલ શહેરના ઈંટોફગાસ્ટાથી ૪૬ મીલની દુર એક રેગિસ્તાનમાં આવેલ છે.

ડેડ સી, જોર્ડન

તમે બધાએ ડેડ સી વિશે તો જરૂર સાંભળ્યું હશે. આ સમુદ્રની ખાસિયત છે કે તમે વગર હાથ પગ ચલાવ્યા પણ તરી શકો છો. એટલે કે તમે તરવાનું નથી જાણતા છતાંપણ અહિયાં તમે પાણીની ઊંડાઈ વચ્ચે તરી શકો છો. મીઠાનું પ્રમાણ વધારે હોવાથી આ સમુદ્રમાં કોઈ રહી શકતું નથી એટલા માટે આને ડેડ સી કહેવામાં આવે છે. પરંતુ આમાં મિનરલનું વધારે પ્રમાણ તમારા શરીરના સ્વાસ્થ્ય માટે સારું છે.

ટનલ ઓફ લવ, યૂક્રેન

ટનલ ઓફ લવ યૂક્રેનના સૌથી પ્રમુખ આકર્ષણ કેન્દ્રોમાંથી એક છે. એવું કહેવામાં આવે છે ઠંડા યુદ્ધ દરમ્યાન આ સેનાના અડ્ડાઓને છુપાવા માટે ટ્રેનના પાટાઓ આજુબાજુ ઝાડ લગાવામાં આવ્યા હતા. જે આજે આકર્ષણનું કેન્દ્ર બનેલા છે. આ ટનલ યૂક્રેનના Klevan અને Orzhiv શહેર વચ્ચે આવેલ છે.

રૂબી ફોલ્સ, યૂએસએ

Tennesseeમાં આવેલ આ વોટરફોલ ૧૪૫ ફૂટ ઉંચો છે. આ વોટરફોલને સામાન્ય લોકો માટે ખોલી નાખવામાં આવ્યો છે. આ વોટરફોલની સૌથી મોટી ખાસિયત એ છે કે અંડરગ્રાઉંડ છે જે ખુબજ સુંદર છે. આ વોટરફોલ આખી દુનિયામાંથી આવતા પર્યટકોને આકર્ષિત કરે છે. આના સિવાય કેનાડામાં આવેલ ધબ્બેદાર ઝીલ પવિત્ર સ્થાન માનવામાં આવે છે, પરંતુ અહિયાં થોડી થોડી જમીન આવવાના કારણે આના પર ધાબાના નિશાન બની ગયા છે.

કેનો ક્રિસ્ટલ્સ, કોલમ્બિયા

આ ૬૨ માઈલ લાંબી નદી Serrania de la Macarena રાષ્ટ્રીય પાર્કમાં આવેલ છે. Cano Cristales જવાનો સૌથી શ્રેષ્ઠ ગરમીનો છે જ્યારે અહિયાં નદી ફૂલોથી ઢંકાય જાય છે. પરંતુ આ સુંદરતાને જુવી એટલી સરળ નથી. તમારે બહુ લાંબી યાત્રા કરવી પડશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment