દુનિયાની સૌથી મોટી શાર્ક સાથે મરજીવાનો થયો સામનો, અને પછી થયું કઈક આવું જે જાણી રહી જશો દંગ…

13

રામસેએ જણાવ્યું કે આ શાર્કની ઉમર ઓછામાં ઓછી 50 વર્ષ લાગી રહી હતી અને તેનો વજન 2500 કિલો હતો. તે ખુબ જ વિશાળકાય લાગી રહી હતી અને હોઈ શકે છે કે તે ગર્ભવતી હોય.

સમુદ્ર તટથી થોડે દુર મરજીવાનો સામનો એક વિશાળકાય સફેદ શાર્ક માછલી સાથે થયો હતો તેને અત્યાર સુદીની સૌથી મોટી શાર્ક માનવામાં આવતી હતી. માદા પ્રજાતિની 20 ફૂટ (6 મીટર)લાંબી શાર્ક મંગળવારે નજરે આવી હતી અને આ રેકોર્ડમાં નોંધાયેલી સૌથી મોટી વાઈટ શાર્ક માછલી ‘ડીપ બ્લુ’ જેવી જ નજરે આવે છે. ઓહાઉ તટથી દુર આ અન્ય શાર્ક માછલીઓ સાથે એક મારેલી શાર્કને ખાઈ રહી હતી.

આ દિલચસ્પ ઘટના વિશે એક મરજીવો ઓશન રામસેએ હોનોલુલુ સ્ટાર એડવાઈઝર અખબારને જણાવ્યું કે, ‘અમે કેટલીક ટાઇગર શાર્કને પણ જોઈ, પછી તે આવી અને અન્ય બીજી શાર્કો આમ તેમ ચાલી ગઈ અને પછી તે અમારી બોટને અડીને નીકળી.’ રામસે એ જણાવ્યું કે શાર્કની ઉમર ઓછામાં ઓછી 50 વર્ષ લાગી રહી હતી અને તેનો વજન 2500 કિલો હતો. તે ખુબ જ વિશાળકાય લાગી રહી હતી અને શક્ય છે કે તે ગર્ભવતી હતી. ‘ડીપ બ્લુ’ શાર્ક તે પહેલા મેક્સિકોથી થોડે દુર ગુઆડાલુપની આસપાસ નજરે આવી હતી.

ઓશન રામસે એ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા શાર્ક અને સમુદ્રને બચાવવાની પણ અપીલ કરી છે. તેઓએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે પ્લાસ્ટીકના કચરાથી સમુદ્રને બચાવવાની જરૂર છે તેથી સમુદ્રના ડોકટર કહેવામાં આવતી આ શાર્કને બચાવી શકાય. હાલમાં તે બીમાર, ઘાયલ અને મરવા ઉપર છે. શાર્કનું મિટ ખાવું ન ફક્ત તમારી સ્વાસ્થયને નુકશાન પહોચાડશે પણ તેનાથી ઇકો સિસ્ટમને પણ ગંભીર ખતરો હોય છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment