દુનિયાનું સૌથી મોટું વિમાન, જેના પંખ એક ફૂટબોલના મેદાનથી પણ વધારે મોટા છે, લાગેલા છે 6 એન્જીન…

10

દુનિયામાં ઘણા પ્રકારના વિમાન હોય છે, કેટલાક નાના તો કેટલાક મોટા. પણ શું તમે જાણો છો કે દુનિયાનું સૌથી મોટું વિમાન કયું છે અને તેનીઓ ખૂબીઓ શું શું છે? તો ચાલો જાણીએ આ વિમાન વિશે તે બધું, જે તમે જાણવા ઈચ્છો છો.

આ વિમાનનું નામ છે સ્ટ્રેટ્રોલાંચ, જેને દુનિયાનું સૌથી મોટું વિમાન કહેવામાં આવે છે. શનિવારે પેલીવાર આ વિમાનના પરીક્ષણ માટે કેલીફોર્નીયામાં ઉડાન ભરી. આ મોટા વિમાને પોતાની પ્રથમ યાત્રા મોજાવે રેગિસ્તાન પર કરી.

આ વિમાનનું નિર્માણ અંતરીક્ષમાં રોકેટને લઇ જવા અને તેને ત્યાં છોડવા માટે કર્યું છે. વર્તમાન સમયમાં ટેકઓફ રોકેટની મદદથી ઉપગ્રહોને તેની કક્ષામાં મોકલી શકાય છે. હવે આ વિમાન ઉપગ્રહોને તેની કક્ષા સુધી પહોચાડાશે.

આ વિમાન એટલું બધું મોટું છે કે તેની પાંખોનો ફેલાવો એક ફૂટબોલના મેદાનથી વધારે છે. આ વિમાનમાં 6 બોઇંગ એન્જીન લાગેલા છે, જે તેને ખુબ જ ખાસ બનાવે છે.

સ્ટ્રેટોલાંચ નામની કંપનીએ વિમાનની ઐતિહાસિક ઉડાનનો વિડીયો પણ શેર કર્યો છે. સાથે જ ટ્વીટ કરતા લખ્યું છે કે, ‘આજે સ્ટ્રેટોલાંચ વિમાને મોજેવ રેગિસ્તાન પર 2.5 કલાક માટે ઉડાન ભરી, જે 189 મિલ પ્રતિ કલાકની ઝડપથી ટોચ પર પહોચી ગય.’

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment