દુનિયાનું શ્રેષ્ઠ દાન એટલે “વિદ્યાદાન” – અમદાવાદના આ યુવાન મિત્રો જે કાર્ય કરી રહ્યા છે તેના માટે સલામ છે એમને..

24

દુનિયાનું શ્રેષ્ઠ દાન એટલે “વિદ્યાદાન”

ઋતુ શાહ અને આદેય નામના બે મિત્રોએ ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૪ના દિવસે અમદાવાદમાં એક સેવાકીય સંસ્થાની શરૂઆત કરી. જેનું નામ છે “વિદ્યાદાન”.

અત્યારે ૧૨૦ યુવાનો વિદ્યાદાનમાં સ્વયંભૂ સેવા આપી રહ્યા છે. તેઓ સ્લમ એરિયામાં રહેતા ૫૫૦થી વધારે બાળકોને દર રવિવારે સવારે ૮ થી ૧૧ શિક્ષણ આપે છે.તેમાંથી જરૂરિયાતમંદ અને ભણવાની ધગશવાળા બાળકોને દત્તક લે છે અને આજીવન તેમનો ભણવાનો તમામ ખર્ચ વિદ્યાદાન આપે છે.જેને ભણવામાં રુચિ નથી એવા બાળકોને બીજી કોઈ પ્રવૃત્તિ જેવી કે નૃત્ય, ગાયિકી, અભિનય, સિલાઈકામ, મહેંદી, રમત-ગમત વગેરેમાં પ્રોત્સાહન આપવામાં આવે છે.એટલું જ નહિ, વિદ્યાદાનના યુવાનોની મદદથી ગરીબ બાળકો નાટકો તૈયાર કરે છે અને સ્લમ એરિયામાં રહેતા તેમના માં-બાપ અને પાડોશીઓની ઉપસ્થિતિમાં ભજવે છે. ઋતુ શાહ લિખિત નાટકો દ્વારા ખાસ પારિવારિક જાગૃતિ લાવવાનો પુરેપુરો પ્રયત્ન કરવામાં આવે છે. જેના વિષયો બેટી બચાવો બેટી ભણાવો, વ્યસનમુક્તિ, ફેમિલી પ્લાનિંગ વગેરે હોય છે.આ સંસ્થાના યુવાનો દિવાળી, નવરાત્રી, જન્માષ્ટમી જેવા તમામ નાના-મોટા તહેવારો ગરીબ બાળકો સાથે ઉજવે છે.

વિદ્યાદાનની સ્થાપક ઋતુ શાહ માત્ર ૧૬ વર્ષની ઉંમરથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે અને ૧૯ વર્ષની ઉંમરે તો તેણે વિદ્યાદાનની શરૂઆત કરી દીધી હતી. વંદન છે એ માં-બાપને જેણે આવી દીકરીને જન્મ આપ્યો.આજે ઋતુ શાહનો જન્મદિવસ છે. આપણે સૌ તેના જન્મદિવસે શુભેચ્છા આપીએ કે વિદ્યાદાન એક મોટું વટોવૃક્ષ બને અને તેના શિક્ષણરૂપી છાયામાં સમગ્ર રાષ્ટ્રના ગરીબ બાળકોનો સમાવેશ કરી લે.આપણા લોકસાહિત્યમાં એમ કહેવાય છે કે એક કુળમાં દીવો કરે એને દીકરો કહેવાય પણ બે કુળમાં દીવો કરે એને દીકરી કહેવાય. પરંતુ, વિદ્યાદાનના યુવાનો દીકરા-દીકરીનો ભેદભાવ ભૂલી અસંખ્ય ગરીબ પરિવારોમાં શિક્ષણ, સંસ્કાર અને સમજણનો દીવો પ્રગટાવી રહ્યા છે.

લેખન ~ મૌલિક જગદીશ ત્રિવેદી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment