ડસ્ટ બીનમાં ફેંકી દીધેલ દવાઓથી તમે પડી શકો છો બીમાર

131

આપણા દરેકનાં ઘરમાં એવી કેટલીય દવાઓ હોય છે જે દવાનો આપણે ઉપયોગ કરતા નથી. તેના ઘણા કારણો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, ડોકટરે આપણને લખી આપેલી દવા આપણે મેડીકલમાંથી ખરીદી તો લઈયે છીએ, પણ તે દવા ચાલુ કરવાથી થોડુક સારું થઈ જવાથી બાકીની દવા ખાવાની આપણે બંધ કરી દઈએ છીએ. જે બિન ઉપયોગી પડી રહે છે. ક્યારેક ઈમરજંસી ઉપયોગ માટે પણ આપણે કારણ વગરની દવાઓ ખરીદતા હોઈએ છીએ જે બાદમાં ન વપરાતા તે દવા પણ બિન ઉપયોગી પડી રહે છે. હવે સવાલ એ ઉઠે છે કે આવી દવાઓ જે Unused પડી રહે છે તે દવાનું આપણે શું કરીએ છીએ? આવી Unused પડી રહેલ દવાઓને આપણે સૌ ડસ્ટબીનમાં એટલે કે કચરા ટોપલીમાં ફેંકી દઈએ છીએ. તેને બદલે તે દવાનો સાચો ઉપયોગ થાય તે ખુબજ જરૂરી છે. જેથી તે દવા નાના બાળકોના હાથમાં આવી ન જાય. કે જેને ચોકલેટની ગોળી સમજી ખાવાની કોશિશ ના કરે.

Unused, બિન ઉપયોગી દવાઓને ફ્લશ કરવાની FDA ની ભલામણ.

નિષ્ણાંત એટલે કે એક્સપર્ટસ અને સંશોધકોની સલાહ છે કે કેટલીક દવાઓ એવી હોય છે જેને ફ્લશ કરીને તમે તેને ડીસ્પોજ કરી શકો છો. યુએસ  ફૂડ એન્ડ ડ્રગ્સ એસોસીએશને એટલે કે FDA એ ખાસ ભલામણ કરી છે કે Unused, બિન ઉપયોગી દવાઓને તરત જ ફ્લશ કરી દેવી જોઈએ. ખાસ કરીને એવી દવાઓને જેના પર ખાસ લખેલું હોય છે કે, “જો આ દવાને ઉપયોગમાં લેવાની ન હોય તો તેને તરત જ ફ્લશ કરી દેવી.” જો FDA ની વાત માનીએ તો આ પ્રકારની દવાઓને ફ્લશ કરવાથી વાતાવરણને કોઈ પ્રકારનું નુકશાન થતું નથી. જો કે હવે FDAની આ સલાહ પર સવાલ થવા લાગ્યા છે. જો વાતાવરણને સંબંધિત સંગઠનોનું માનીએ તો અનયુજ્ડ – બિન ઉપયોગી દવાઓને ફ્લશ કરવાથી તે પાણીમાં ભળીને જાનવરોની સાથે ઝાડ અને છોડને પણ નુકશાન પહોચાડે છે.

યમુનાના પાણીમાં મળ્યા એન્ટીબાયોટીક્સના નમુના.

તાજેતરમાં એમ્સ મારફત કરવામાં આવેલ અભ્યાસમાં પણ એ બાબતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે યમુના નદીના પાણીના સેમ્પલમાં એન્ટીબાયોટિક્સના નમુના જોવા મળ્યા છે. યમુના નદીના આ પાણીને દિલ્હીમાં વજીરાબાદ અને કાલિન્દી કુંજ સહિત 6 અલગ અલગ જ્ગ્યાએથી લેવામાં આવ્યું હતું. યમુનાના આ પાણીમાં ખાસ કરીને 3 પ્રકારના એન્ટીબાયોટીક્સના નમુના જોવા મળ્યા. જેનો ઉપયોગ યુરીન ઇન્ફેકશન, શ્વાસને લગતા ઇન્ફેકશન, ન્યુમોનિયા અને સ્કારલેટ  ફીવરની સારવારમાં કરવામાં આવે છે. આ પરિસ્થિતિ ખુબજ ખતરનાક છે, કારણ કે આ બધી બીમારીઓના ઇલાજમાં આ એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી આ બધી બીમારીઓ ભવિષ્યમાં આ એન્ટીબાયોટિક્સ સામે રેજીસ્ટેન્ટ થઇ જશે.

કેન્સર જેવી ગંભીર બીમારીનો ખતરો.

સામાન્ય રીતે એક વ્યક્તિ એક મહિનામાં 2 ગ્રામથી 34 ગ્રામ સુધી બાયોએક્ટિવ કમ્પાઉન્ડનું સેવન કરે છે. જે ફૂડ પ્રીઝર્વેટીવ્સની સાથે દવાઓ મારફત વ્યક્તિઓના શરીરમાં પહોંચે છે. આ બાયોએક્ટિવ કમ્પાઉન્ડનું સમાધાન જ્યારે પાણીમાં જ કરી દેવામાં આવે છે જેથી ભવિષ્યમાં તેના કારણથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાની પણ શક્યતાઓ રહેલી છે. તેથી લોકોનું સાચી વાતનું ધ્યાન દોરવું ખુબજ જરૂરી છે કે લોકોએ બિન ઉપયોગી દવાઓનો નિકાલ કેવી રીતે કરવો જોઈએ. જેથી વાતાવરણની સાથે સાથે વ્યક્તિઓને પણ કોઇપણ પ્રકારના થતા નુકશાનથી બચાવી શકાય.

 Unused, બિન ઉપયોગી દવાઓને કેવી રીતે કરશો ડીસ્પોઝ.

આવી બિન ઉપયોગી દવાઓને સીધી કચરા ટોપલીમાં ફેંકી દેવાને બદલે તેને કચરામાં કે કોફી ગ્રાઉન્ડની સાથે મિક્સ કરી દેવી.

ત્યાર પછી કચરાની સાથેની મિક્સ દવાઓને સીલ્ડ પેક બેગમાં અથવા કન્ટેનરમાં નાખવી.

આવી બિન ઉપયોગી દવાઓનો ભૂલથી પણ ભૂકો ન કરવો. આવી બિન ઉપયોગી દવાઓ કે દવાઓની બોટલોને ફેંકી દેતા પહેલા તેના પર મૌજુદ બધીજ જાણકારી કે માહિતીને ભૂસી નાખવી જોઈએ અથવા કાઢી નાખવી જોઈએ.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

Leave a comment